પિતાની જેમ મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો ભાગ બની શકે છે અર્જુન, જુઓ વીડિયો અને તેને લઈને શરૂ થઈ ચર્ચાઓ

સચિન તેંડુલકર નો દીકરો અર્જુન તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. આ વખતે ચર્ચાનું કારણ છે તેનો એક વિડીયો. આ વિડીયો માટે જોરદાર નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. અર્જુન તેંડુલકર આઇપીએલ 2021માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાયેલો છે. તેવામાં આ વીડિયો સામે આવતા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે તે મેદાન પર રમતો પણ જોવા મળશે.

image source

આ વીડિયોમાં અર્જુન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. અર્જુન સાઉથ આફ્રિકાના છ ફૂટ લાંબા 21 વર્ષના માર્કો જેનસન સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ સાથે જ તે આ પ્રેક્ટિસ સેશનમાં સ્ટમ પર બોલ મારવો અને યોર્કર ફેકવા નો અભ્યાસ પણ કરી રહ્યો છે.

image source

અર્જુન જે રીતે બોલિંગ કરે છે +તે શાનદાર રીતેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી રહ્યા છે. તેનું દરેક બોલ બરાબર લેન્સ પર જઈ રહ્યો છે એક પછી એક યોર્કર નાખી અને તમામ લોકોને હેરાન કરી દે છે. અર્જુન ની બોલિંગ જોઈ લોકો તેની સરખામણી જસપ્રીત બુમરા અને લસિથ મલિંગા સાથે કરી રહ્યા છે.

image source

મહત્વનું છે કે આઇ પી એલ માં અર્જુનને બેસ પ્રાઈઝમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. આ પહેલાના શસ્ત્રમાં તેને રમવાની તક મળી પરંતુ. આ વખતે તે રમતો જોવા મળી શકે છે.

image source

મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આઇપીએલ ના પહેલા સત્રમાં સાત મેચ રમ્યા હતા. જેમાંથી તે ચાર મેચ જીત્યું છે અને ત્રણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ અંક સાથે મુંબઈ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરે છે.