ગણેશજીના દરેક અંગનું છે ખાસ મહત્વ, જાણો ધાર્મિક વાતો અને તેનાથી મળતી શિખામણ

રિદ્ધિ-સિદ્ધિ આપનાર ગણપતિદેવ સદગુણોની ખાણ છે. ભગવાન ગણેશના વિશાળ શરીરનો દરેક ભાગ અને તેમની સાથે સંબંધિત વસ્તુઓ ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિકોણથી છુપાયેલ રહસ્ય ધરાવે છે, જાણવા માટે આ લેખ વાંચો.

image source

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીને મહાસિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે. આ દિવસથી ગણપતિ ઉત્સવ શરૂ થાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો મહાન તહેવાર 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ દિવસે જ્યાં પણ ગણપતિની પૂજા કરવામાં આવે છે, ત્યાં ગણપતિના ભક્તો દ્વારા ‘ગણપતિ બપ્પા મોર્યા’ ના જાપ સાંભળવા મળે છે. વેદ અને પુરાણો અનુસાર શ્રી ગણેશજી આદિ દેવતા છે. દરેક શુભ કાર્યમાં પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની રીતે તેની પૂજા કરે છે. ઘણા લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે ગણેશજીની પૂજા કરે છે, તો કેટલાક લોકો તેમના સુખનો આભાર માનવ માટે ગણેશજીની પૂજા કરે છે, ઘણા લોકો તેમની મનોકામના પૂર્ણ થાય એ માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરે છે. ગણપતિજીના શરીરના અંગો ઘણા ગુનો ધરાવે છે, જે વિષે અમે તમને અહીં વિગતવાર જણાવીશું.

ગણપતિનું માથું શું કહે છે ?

ભગવાન ગણેશજીનું માથું હાથીનું છે. હાથી તમામ જીવોમાં સૌથી બુદ્ધિશાળી છે. કહેવાનો અર્થ એ છે કે જો તમારે જીવનની ઉંચાઈઓ પ્રાપ્ત કરવી હોય તો તમારે બુદ્ધિશાળી બનવું જોઈએ.

ગણપતિના મોટા કાનનો અર્થ

image source

તમે બધાએ જોયું હશે કે હાથીના કાન સૂપ જેવા હોય છે અને સૂપની ગુણવત્તા કચરાને ફેંકીને ખોરાક તમારી સાથે રાખવાનો છે. કહેવાનો અર્થ એ છે કે આપણે દરેકને સાંભળીએ છીએ, પરંતુ તેમાંથી સારી બાબતોનો સાર લઈએ અને બાકીનું છોડી દઈએ.

ગણપતિની નાની આંખ

શ્રી ગણેશજીની નાની આંખો વ્યક્તિને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવા પ્રેરણા આપે છે. જો કે, ગણપતિની નાની આંખો પણ લાંબી દૃષ્ટિનું સૂચક છે.

ગણપતિની લાંબી સૂંઠ

image source

ગણપતિની લાંબી સૂંઠ દુર્ગંધ દૂર કરવા સક્ષમ છે, જે આપણને દૂરંદેશી બનવાનું શીખવે છે. કહેવાનો અર્થ એ છે કે આપણે દૂરના વિચાર સાથે ચાલવું જોઈએ અને કોઈ પણ ભયને અગાઉથી અનુભવવા અથવા તેનો અંદાજ લગાવવાની ગુણવત્તા હોવી જોઈએ.

ગણપતિનું લાંબુ પેટ

ગણપતિને લંબોદર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણપતિના પેટનું મોટું કદ એટલે દરેકની સાંભળેલી વસ્તુઓ તેના પેટમાં રાખવી જોઈએ. તેથી તેમના લાંબા પેટનો અર્થ એ થાય છે કે તમારે કોઈપણ એક વ્યક્તિની વાત બીજીને વ્યક્તિને ન કહેવી જોઈએ. દરેક વ્યક્તિની વાત માત્ર સાંભળવી જોઈએ.

image source

ગણપતિજીને મોદક ખુબ જ પસંદ હોય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે દરેક મહિલા ગણેશજીને મોદક અથવા લાડવાનો પ્રસાદ ચડાવે છે અને ગણપતિજીને પ્રાર્થના કરીને તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે.