માસિક ધર્મની સાથે સ્ત્રીઓને મળ્યું છે આ અનોખુ વરદાન, 90 ટકા લોકો અજાણ છે આ વાતથી

બધી જ મહિલાઓને દર મહિને માસિક ધર્મ થતો હોય છે. જ્યાં ડોક્ટર્સ તેને શરીરની એક સામાન્ય પ્રક્રિયા માને છે. ત્યાં ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તેને સ્ત્રીઓની નબળાઈ માનવામાં આવે છે. ઘણી વાર દરેક મહિલાઓના મનમાં એ પ્રશ્ન ઉભો થતો હશે કે મહિલાઓને જ શા માટે માસિક ધર્મની પીડા આપી છે, તેની પાછળ એક કારણ છે. માસિક ધર્મ શા માટે થાય છે, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તેની પાછળનું કારણ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલા શ્રાપને માનવામાં આવે છે. ઇન્દ્રએ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો હતો તે વિષે જાણીએ.

image source

ભાગવતપુરાણ પ્રમાણે, આ કથા ત્યારની છે જ્યારે દેવતાઓના ગુરુ દેવરાજ ઇન્દ્ર ક્રોધિથ થયા હતા. તેનો જ લાભ ઉઠાવીને અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કરી દીધું અને ઇન્દ્રએ પોતાનું આસન છોડીને ભાગવું પડ્યું. ત્યારે આ સમસ્યાનું નિવારણ કરતા બ્રહ્માએ તેમને કહ્યું કે કોઈ બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી જોઈએ, તેનાથી તેમનું આસન તેમને પાછુ મળી જશે.

image source

આ વાતને માનીને ઇન્દ્રદેવે બ્રહ્મજ્ઞાનીની સેવા કરી. બ્રહ્મજ્ઞાનીના માતા એક અસુર હતા, પણ આ વાત ઇન્દ્ર નહોતા જાણતા. તે જ કારણથી તે બ્રહ્મજ્ઞાનીના મનમા અસૂરો માટે એક અલગ સ્થાન હતું અને માટે તેઓ ઇન્દ્ર દેવની બધી જ હવન સામગ્રીઓ દેવતાઓની જગ્યાએ અસુરોને ચડાવતા હતા. આ વાતની જાણ થતાં ઇદ્રદેવને ભારે ગુસ્સો આવ્યો અને તેમણે તે બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી દીધી. જેનાથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. જે એક રાક્ષસના રૂપમાં તેમની પાછળ પડી ગયું.

તેનાથી બચવા માટે ઇન્દ્ર દેવ એક ફૂલમાં છુપાઈ ગયા અને એક લાખ વર્ષ સુધી તેમણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ત્યારે ભગવાને આ પાપથી છૂટકારો આપવા માટે ઇન્દ્રને એક ઉપાય જણાવ્યો.

ભગવાને ઇન્દ્રદેવને કહ્યું કે તેઓ આ પાપના કેટલાક અંશને ઝાડ, પૃથ્વી, જળ અને સ્ત્રીને આપી દે. આ ચારેએ ઇન્દ્રના આ આગ્રહને સ્વીકારી લીધો અને તેના બદલામાં પોતાના માટે એક વરદાન માંગ્યું. આ પાપના અંશના બદલામાં વૃક્ષને વરદાન મળ્યું કે તેઓ પોતાને ક્યારેય પણ જીવીત કરી શકે છે.

image source

પાણીને વરદાન મળ્યું કે તે કોઈ પણ વસ્તુને સ્વચ્છ કરી દેશે. પૃથ્વીને વરદાન મળ્યું કે તેની બધા જ ઘા તેની જાતે જ ભરાઈ જશે. અંતમાં સ્ત્રીને ઇન્દ્રના શ્રાપના ભાગ તરીકે માસિક ધર્મની યાતના મળી, જેના માટે ઇન્દ્રએ સ્ત્રીઓને વરદાન આપ્યું કે તેઓ પુરુષોની સરખામણીએ કામ એટલે કે શારીરિક સંબંધનો આનંદ બેગણો પામશે. ત્યારથી સ્ત્રીઓ માસિક ધર્મ રૂપે બ્રહ્મ હત્યાનુ પાપ ઉઠાવી રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ