કોઈનુ મૃત્યુ થાય તો તેમના નાક અને કાન માં રૂ કેમ લગાવવામાં આવે છે તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ શું છે તે ચાલો જાણીએ.

જો તમે કોઇની અંતિમક્રિયામાં જોડાયા હશો તો એ વાતનો ખ્યાલ હશે કે મૃતદેહને કાનમાં અને નાકમાં રૂ ના પુમડા મુકવામાં આવે છે.. મનમાં સવાલ અનેકવાર થતો હોય પરંતુ આવા સમયે કોને પુછીએ.. અને પુછીએ તો ક્યાંક લોકો આપણાં અંગે કેવુ વિચારે તેવા અનેક સવાલો મનમાં ઘેરાઇ આવતા હોય છે.. અને માટે જ આજે અમે તમને તે સવાલનો જવાબ આપવા જઇ રહ્યા છીએ.. જો તમારા મનમાં પણ સવાલ ઉપસ્થિત થતો હોય કે મૃતદેહને નાકમાં અને કાનમાં રૂના પુમડાં કેમ મુકવામાં આવે છે તો તેનો જવાબ અહીં મળશે.

image socure

સંસાર માં કોઈ પણ જીવ પોતાના પાછળ ના જન્મ માં કરેલા કાર્યો ના આધારે જન્મ લે છે અને તેની અનુસાર સુખ અને દુઃખ ભોગવે છે. પોતાના કર્મો ના ફળ ભોગવ્યા પછી તે પાછા પંચતત્વ માં વિલીન થઇ જાય છે. સંસાર માં રહેતા દરમ્યાન મનુષ્ય ને સાચું અને ખોટું બંને નો સામનો કરવો પડે છે અને આ એક ખુબ જ સામાન્ય વાત છે, પરંતુ જો કોઈ તમને સવાલ પૂછે કે સંસાર નું પરમ સત્ય શું છે? તો આ સવાલ નો જવાબ તમે શું આપશો?

જેમ આપણે જાણીએ છીએ કે સંસાર માં રહેતા જીવ ભલે કોઈ પણ વસ્તુ થી મોઢું ફેરવી લે પરંતુ, મૃત્યુ તે સત્ય છે જેનો સામનો દરેક ને કરવો જ પડે છે. દુનિયા માં આવ્યા છીએ તો અહિયાં થી એક ના એક દિવસે જવું જ પડશે. માણસ નું જયારે મૃત્યુ થઇ જાય છે તો તેની આત્મા ની શાંતિ માટે કેટલાક ક્રિયાકર્મ કરવા પડે છે, જેમાં થોડોક સમય લાગે છે. આ દરમ્યાન દુર દુરથી સંબંધીઓ નું આવવું જવું વગેરે કંઇક ને કંઇક થતું રહે છે.

image socure

બોલીવુડના દિગ્ગજ સ્ટારની અંતિમ વિધીમાં આપણે જોઇએ છીએ કે નિધન બાદ મૃત શરીરના નાક અને કાનમાં રૂના પુમડા મુકવામાં આવે છે.. બોલીવુડ ની સુપરસ્ટાર અદાકારા શ્રી દેમાં વી ના નિધન થી માત્ર બોલીવુડ માં જ નહિ પરંતુ તેના તમામ પ્રશંસકો ને ખુબ સદમો લાગ્યો છે. શ્રી દેવી ના નિધન થી આખા દેશ માં શોક ની લહેર હતી. દુબઈ માં શ્રીદેવી ના નિધન બાદ સૌએ તેમના પાર્થિવ શરીર ની તસ્વીર જરૂર જોઈ હશે, જેમાં તેમના મૃત શરીર ના નાક અને કાન માં રૂ લગાવવામાં આવ્યુ હતું. આપણે જોતા હોઈએ છીએ કે જયારે પણ કોઈની મૃત્યુ થાય છે તો તેમના નાક અને કાન માં રૂ લગાવવામાં આવે છે. આવું કેમ કરવામાં આવે છે તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ શું છે તે ચાલો જાણીએ.

image soucre

મૃત શરીર ને નવરાવીને તેના નાક અને કાન માં રૂ નાખી દેવામાં આવે છે. તેની પાછળ નું વૈજ્ઞાનિક માન્યતાઓ છે. જેની અનુસાર મૃતક શરીર ની અંદર કોઈ કીટાણું ન જઈ શકે. એટલા માટે નાક અને કાન ને રૂ થી બંધ કરી દેવામાં આવે છે. તેની સિવાય મૃત શરીર ના નાક માથી એક દ્રવ્ય નીકળે છે જેને રોકવા માટે રૂ નો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ બીજું કારણ ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલું છે. હિંદુ ગ્રંથ પુરાણ ની અનુસાર મૃત શરીર ના ખુલેલા ભાગ માં સોના ના ટુકડા ને રાખવામાં આવે છે જેને શરીર ના નવ અંગો માં રાખવામાં આવે છે.

સોના ના ટુકડા ખુબ જ પવિત્ર હોય છે. તેને મૃત શરીર પર રાખવાથી દેહ ની આત્મા ને શાંતિ મળે છે. નાક અને કાન ના છિદ્ર મોટા હોય છે તેમાં રાખેલા સોના ના ટુકડા પડી ના જાય તે માટે નાક અને કાન માં રૂ નાખવામાં આવે છે.

image soucre

બીજું એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે જો શરીરની અંદર શ્વસન કરવાના છીદ્રોને ખુલ્લા રાખવામાં આવે તો બની શકે કે તેમાં હવા ભરાઇ જાય અને મૃતદેહ ફુલી જાય.. અને માટે પણ રૂના પુમડા થકી હવાને રોકવાનો પ્રયાસ કરવામાં આવતો હોય.