આગામી ૧૪ સપ્ટેમ્બરે લોન્ચ કરી શકે છે એપલ કંપનીનો બહુપ્રતિક્ષિત iphone 13

વિશ્વ આખામાં સ્માર્ટફોન અને મોબાઈલ ફોન બનાવતી ઘણી બધી કંપનીઓ છે. પરંતુ આ બધી કંપનીઓમાં એપ્પલ કંપનીનું નામ બહુ વિશ્વસનીય અને લોકપ્રિય ગણવામાં આવે છે. આ કંપનીના ફોન અન્ય કંપનીના ફોન કરતા વધારે કિંમતના હોય છે પરંતુ તેની સામે કંપની પોતાના ઉત્પાદન સ્ટાન્ડર્ડ ક્વોલિટીના આપે છે. એટલું જ નહીં અન્ય સ્માર્ટફોન કંપની પોતાના યુઝરના પર્સનલ ડેટા વિશે જેટલી હોવી જોઈએ એટલી જવાબદાર નથી રહેતી અને પરિણામે યુઝરનો અંગત ડેટા નાની અમથી ભૂલને કારણે તેનો પર્સનલ ડેટા લીક થવાનું જોખમ ઉભું થાય છે જ્યારે તેની સરખામણીએ એપ્પલ કંપની તેના યુઝરના ડેટા વિશે બહુ ગંભીર છે.

image soucre

વિશ્વ સ્તરની પ્રખ્યાત કંપની એપલે આખરે પોતાના iphone 13 ની સીરીઝને લૉન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. આગામી 14 સપ્ટેમ્બરના રોજ એપલના આઇફોન 13 ને સૌની સામે લાવવામાં આવશે. ત્યારે આજના આ આર્ટીકલમાં આપણે એપલના આઇફોન વિશે જાણીશું.

image soucre

સપ્તાહો સુધી વિવિધ પ્રકારની અટકળો આવ્યા બાદ અંતે વિશ્વ સ્તરની પ્રખ્યાત ફોન બનાવતી કંપની એપલે પોતાના બહુપ્રતિક્ષિત iphone ને લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. ક્યુપટીર્નો સ્થિત એપલ કંપનીએ ઇવેન્ટ માટે નિમંત્રણ પણ મોકલી આપ્યા છે. જો કે આ ઇવેન્ટ વર્ચ્યુઅલ હશે. ઓનલાઇન સામે આવેલા આ આમંત્રણથી એવું જાણવા મળે છે કે નવા iphone 13 સિરીઝની જાહેરાત આગામી 14 સપ્ટેમ્બર મંગળવારના રોજ કરવામાં આવશે. જો એપલ મંગળવારના રોજ પોતાના ઉત્પાદનને લોન્ચ કરવા પર પાકુ નથી. તો 13 સપ્ટેમ્બર એક સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે એપલ iphone 13 લોન્ચ કરી રહ્યું છે.

iPhone 13 Launch Time And Live Streaming

image source

એપલ કંપનીની વર્ચ્યુઅલ ઈવેન્ટને ગયા વર્ષની જેમ live stream કરવામાં આવશે. આ ઈવેન્ટને ભારતીય સમય અનુસાર આગામી 14 સપ્ટેમ્બર મંગળવારના રોજ રાત્રે 10:30 કલાકે એપલ કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પર જોઈ શકાશે.

એપલ કરી શકે છે 4 મોડલને લોન્ચ

image soucre

માહિતી અનુસાર એપલ iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro और iPhone 13 Pro Max એમ iphnone ના 4 મોડલ લોન્ચ કરી શકે છે. આ બધા ફોનમાં એપલ apple A15 ચીપ આવશે. જેનું અનાવરણ ઇવેન્ટમાં કરવામાં આવશે. ફોન માં મોટી બેટરી ક્ષમતા, ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ પણ હોવાની આશા સેવાઈ રહી છે.

નવા રંગમાં આવી શકે છે iphone 13

image source

એવું પણ જાણવા મળ્યું છે કે નવા iphones માં એ મામલામાં સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે સમર્થન હશે જ્યાં સેલ્યુલર કનેક્ટિવિટી ઉપલબ્ધ ના હોય. જો કે આ સુવિધા બધા ક્ષેત્રોમાં ઉપલબ્ધ નથી થઈ શકે તેમ. નવા iphone નવા રંગ માં લોન્ચ થઇ શકે તેવી શક્યતા છે.