રહસ્ય! આ વૃક્ષને સ્પર્શ કરવાથી જ શરીરમાં શરૂ થઈ જાય છે ગલીપચી, વૈજ્ઞાનિકો પણ હેરાન

તમે વિશ્વમાં ઘણા આશ્ચર્ય જોયા હશે, પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ઝાડને સ્પર્શ કરવાથી તમારા આખા શરીરમાં ગલીપચી શરૂ જાય. તમે સાંભળ્યું ન હોય. આજે અમે તમને આવા જ એક ઝાડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે મનુષ્યની જેમ ગલીપચી થાય છે.

ખાસ વાત એ છે કે આ વૃક્ષ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. આ વૃક્ષ ઉત્તરાખંડના કલાઢુંગીના જંગલોમાં જોવા મળે છે. આ ઝાડની સૌથી વિશેષ બાબત એ છે કે તેને સ્પર્શવામાં આવે ત્યારે ગલીપચી થાય છે અને આ રહસ્યમય ઝાડની ડાળીઓને ગલીપચી થવા લાગે છે અને તે ઉત્તેજિત થઈ જાય છે.

image source

તે મનુષ્યની જેમ ઉત્તેજીત થઈ જાય છે. આ ઝાડની વિચિત્ર ગતિવિધિને કોઈપણ જોઈ શકે છે. કલાઢૂંગીના જંગલમાં આવા બે વૃક્ષો છે, જેને આ રીતે ગલીપચી થાય છે. એક વૃક્ષ રામનગરના ક્યારી જંગલમાં છે. તે ધ્રુજતુ ઝાડ છે. છેલ્લા પાંચ વર્ષથી, કાલાઢુંગીના આ બંને વૃક્ષો કાર્બેટ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા પર્યટન સાથે સંકળાયેલા છે.

અહીં આવતા પ્રવાસીઓને ગીચ જંગલમાં ધ્રૂજતા અને ગલીપચી થતા વૃક્ષ જોવા સમિતિના ગાઈડ તેમની સાથે જાય છે. તેને હસવાનું વૃક્ષ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ઝાડનું વાનસ્પતિક નામ રેંડિયા ડુમિટોરમ છે. આ રૂબી જાતિનું એક વૃક્ષ છે, જે 300 થી 1300 મીટરની ઉંચાઇ પર જોવા મળે છે.

image source

સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ આ રહસ્યમય ઝાડ પર પોતાની આંગળીઓ ઘસે છે, તો તેને ગલીપચી થાય છે. જ્યારે આ ઝાડ ઉપર હાથ ઘસવામાં આવે ત્યારે એવુ લાગે છે કે ઝાડની ડાળીઓ ચાલવા માંડે છે.

આ વૃક્ષમાંથી જાતે બહાર આવે છે પાણી

તમને જણાવી દઈએ કે હરિયાણામાં પણ આવું એક રહસ્યમય વૃક્ષ જોવા મળે છે. હરિયાણાના નુહ જિલ્લાથી લગભગ 3 કિમી દૂર આવેલું છે. જેની અંદરથી પાણી ઓટોમેટિક બહાર આવતુ રહે છે પ્રથમ નજરમાં એવુ લગાશે કે અંદર કોઈએ પાઈપ ફીટ કરી હોય. જો કે આશ્ચર્યની વાત એ કે આ પાણી ક્યાંથી આવે છે અને કેમ તે સુકાતું કેમ નથી તેનો જવાબ કોઈની પાસે નથી. આ અંગે એવું માનવામાં આવે છે કે આ વૃક્ષમાંથી નીકળતું પાણી પીવાથી ત્વચાના રોગો સહિત અન્ય રોગો મટે છે તેવુ અહીના લોકો કહી રહ્યા છે.

image source

નોંધનિય છે કે, ઘણા વર્ષોથી આ વૃક્ષ લોકો માટે આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે. નોંધનિય છે કે મોટી સંખ્યામાં લોકો આ રહસ્યમય વૃક્ષને જોવા માટે આવે છે. તમને જણાવી દઈએ કે, આ ચમત્કારિક વૃક્ષ પ્રાચીન અરવલ્લી શ્રેણીઓના મૂળમાં આવેલા મંદિરમાં આવેલુ છે. નોંધનિય છે કે, આ ઝાડની વિશેષતા એ છે કે તેમાં સતત પાણી નીકળતું રહે છે. આ અંગે અહીંના લોકોનું માનવું છે કે આ ચમત્કારિક પાણીના સેવનથી તમામ રોગો મટે છે અને તે કદંબનું વૃક્ષ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!