દારૂનુ સેવન કરતા લોકો થઇ જાવ સાવધાન ! આજે જ વાંચો આ લેખ અને જાણો કેન્સરની ભયજનક રીપોર્ટ…

ડોકટરોએ લોકોને આલ્કોહોલ અને કેન્સર વચ્ચેના જોડાણ દર્શાવતા અભ્યાસ વિશે ચેતવણી આપી છે. અભ્યાસ મુજબ વર્ષ ૨૦૨૦ માં આલ્કોહોલના સેવનને કારણે કેન્સરના સાડા સાત મિલિયન થી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન અમેરિકનો વધુ આલ્કોહોલ નું સેવન કરતા જોવા મળ્યા છે.

image source

અભ્યાસ પ્રમાણે ૨૦૨૦માં સામે આવેલા કેન્સરના ચાર ટકા કેસ એકલા આલ્કોહોલ ના સેવનના કારણે વધ્યા છે. દારૂના સેવન સાથે સંકળાયેલા કેન્સરના મોટા ભાગના કેસ એવા લોકોમાં જોવા મળ્યા જેમણે એક દિવસમાં બે થી વધારે ડ્રિંક લીધા હોય. સમગ્ર વિશ્વમાં એક લાખ કરતા વધારે લોકોમાં આ સરેરાશ આનાથી ઓછી હતી.

નોર્થ વેસ્ટર્ન મેડિસિનમાં થોરેસિક સર્જન ડૉક્ટર ડેવિડ ઓડેલના કહેવા પ્રમાણે આલ્કોહોલ એક ઉત્તેજક પદાર્થ છે. તે આપણા માઉથની લાઈનિંગ, ગળા, પેટ માટેની મુશ્કેલીઓ વધારે છે. આપણું શરીર આપણી ઈજાઓ મટાડવા પ્રયત્ન કરે છે. પરંતુ ઘણી વખત તે અસામાન્ય રીતે તેને મટાડવા પ્રયત્ન કરે છે, જેથી કેન્સરની શરૂઆત થઈ શકે છે.

image source

આલ્કોહોલ સાથે સંકળાયેલા કેન્સરના પંચોતેર ટકા કેસ માત્ર પુરૂષોમાં નોંધાયા છે. મોટા ભાગના કેસમાં આલ્કોહોલ થી થતું કેન્સર લિવર અને ગળાથી પેટ સુધી જતી નળી સાથે સંકળાયેલું જોવામાં આવ્યું છે. જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધારે કોમન હતું.

આ અભ્યાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મહામારીના કારણે આલ્કોહોલના વપરાશમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે પણ એક સર્વે દરમિયાન બે તૃતિયાંશ અમેરિકનોએ કબૂલ્યું હતું કે, મહામારી દરમિયાન તેમની દારૂ ની લત પહેલા કરતા વધી છે.

ન્યૂયોર્કમાં વ્યસનની સારવારનો કાર્યક્રમ ચલાવતી મનોવૈજ્ઞાનિક સારાહ ચર્ચ કહે છે, “ઘણા લોકો કે જેઓ એક યા બીજી રીતે દારૂ પીતા હતા તેઓએ રોગચાળાના જોખમ પછી દારૂ પીવાની ઇચ્છા પહેલા કરતા વધુ જોઈ છે.”

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મદદ માંગનારાઓ ની કતારમાં હવે એવા લોકો શામેલ છે જેમણે રોગચાળા પહેલા ક્યારેય વધુ દારૂ પીધો ન હતો. જો કે ડોકટરો તેને રોગચાળા સાથે જોડતા જોઈને સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે દારૂ પીવા અને સંબંધિત કેન્સર વચ્ચેના સંબંધો લગભગ દસ વર્ષ સુધી રેકોર્ડ કરવા જોઈએ.

image source

ફેફસાનું કેન્સર દર વર્ષે સૌથી વધુ મૃત્યુ નું કારણ બને છે. પરંતુ શું તમે જાણો છો કે સ્મોકિંગ કરતા ઈન્ડોર ટેનિંગ ને કારણે સ્કિન કેન્સર ના વધુ કેસ છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકામાં દર વર્ષે ત્વચાના કેન્સરના ચાર લાખ થી વધુ કેસ નોંધાય છે. કેન્સર નિષ્ણાતો કહે છે કે અડધાથી વધુ કેન્સર પીડિતો અથવા તેનાથી મૃત્યુ પામેલા લોકો સાધ્ય છે.

તમામ પ્રકારના કેન્સર થી દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. આમાંથી એંસી ટકા મૃત્યુ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. નિષ્ણાતો નું કહેવું છે કે આનુવંશિક રીતે કેન્સર થવાનું જોખમ માત્ર પાંચ થી દસ ટકા છે. આનુવંશિક કેન્સર ઉપરાંત ધૂમ્રપાન, આલ્કોહોલ, સ્થૂળતા, નબળી જીવનશૈલી અને આહાર કેન્સર ના સૌથી મોટા કારણો છે.