આ ગામે તો જગતને ગોટે ચડાવ્યું, છોકરી 12 વર્ષની થાય એટલે તરત બની જાય છોકરો, બધા જ અંગમા ફેરફાર જોઈ વૈજ્ઞાનિકો પણ હેરાન

મોટાભાગના છોકરાઓ અને છોકરીઓ માટે તરુણાવસ્થા એ એક અજીબ અને મુશ્કેલ સમય છે. આ સમયે, અવાજ ભારે થવા લાગે છે, મૂડ સ્વિંગ થાય છે અને તે જગ્યાએ વાળ આવવાના શરૂ થઈ જાય છે જ્યાં તે પહેલાં ક્યારેય નહોતા. પરંતુ જો અમે તમને કહીએ કે વિશ્વના નકશા પર એક એવું ગામ (લા સેલિનાસ વિલેજ) છે, જ્યાં એક ચોક્કસ વય પછી, છોકરીઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે, તો તમને એ જાણીને આશ્ચર્ય થશે.

image soucre

શું થયું, ચોંકી ગયા ને તમે? પરંતુ તે બિલકુલ સાચું છે. ડોમિનિકન રિપબ્લિકમાં લા સેલિનાસ વિલેજ નામનું એક ગામ છે. અહીંની છોકરીઓમાં ચોક્કસ ઉંમર પછી લિંગ પરિવર્તન થાય છે. આ પછી અહીંની છોકરીઓ છોકરાઓ બની જાય છે. આ કારણથી અહીંના લોકો ગામને શાપિત ગામ માને છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય શોધી શક્યા નથી.

12 વર્ષની ઉંમરમાં બની જાય છે છોકરો

image soucre

લા સેલિનાસ ગામમાં ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં છોકરાઓમાં ફેરવાઈ જાય છે. ગામડાની છોકરીઓના છોકરા બનવાના રોગને કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાન રહે છે. આ કારણે ગામના ઘણા લોકો માને છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિનો પડછાયો છે. આ સિવાય કેટલાક વૃદ્ધ લોકો ગામને શ્રાપિત માને છે. આ પ્રકારના બાળકોને ‘ગવેદોચે કહેવામાં આવે છે.

image soucre

જ્યારે ગામમાં કોઈના ઘરે બાળકીનો જન્મ થાય છે તો તે પરિવારમાં શોકની લાગણી છવાઈ જાય છે. કારણ કે તેમને ડર હોય છે કે તેમની દીકરી મોટી થશે ત્યારે છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. આ રહસ્યમય રોગને કારણે આસપાસના ગામડાના લોકો આ ગામને ખરાબ નજરથી જુએ છે.

આનુવંશિક છે આ બીમારી

image socure

દરિયા કિનારે આવેલા આ ગામની વસ્તી 6 હજાર જેટલી છે. પોતાની અનોખી અજાયબીને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની રહે છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી ‘જિનેટિક ડિસઓર્ડર’ છે. સ્થાનિક ભાષામાં આ રોગથી પીડિત બાળકોને ‘સ્યુડોહર્માફ્રોડાઈટ્સ’ કહેવામાં આવે છે. જે પણ છોકરીઓને આ બીમારી હોય છે, એક ઉંમરમાં આવ્યા પછી તેમના શરીરમાં પુરુષોની જેમ અંગો બનવા લાગે છે. તેનો અવાજ ભારે થવા લાગે છે અને તે ફેરફારો શરીરમાં આવવા લાગે છે. જે ધીમે ધીમે એમને છોકરીમાંથી છોકરો બનાવી દે છે. ગામમાં 90માંથી એક બાળક આ બીમારીથી પીડાઈ રહ્યા છે