આ પદ્ધતિઓ અપનાવાથી ક્યારેય પણ નહિ જામે કોફી પાવડર, વાંચો આ લેખ અને જાણો…

કોફી એવી વસ્તુ છે જે દરેક ઘરમાં જોવા મળે છે. પરંતુ સામાન્ય ભેજ વાળા વાતાવરણમાં તે ખુબ ઝડપથી જામી જાય છે. અને ગઠ્ઠા બની જાય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કોફી પાવડર કેવી રીતે સ્ટોર કરવો જેથી તે જામી ન જાય. કૉફી બનાવવા જાવ અને બોટલ ખોલીને જુઓ ત્યારે ખબર પડે કે પાવડરના ગઠ્ઠા જામી ગયા છે અથવા તો પાવડર ચીકણો થઈ ગયો છે તો કેવો ગુસ્સો આવે છે ? આવું ન થાય તે માટે તમે કેટલીક સામાન્ય ટિપ્સ અપનાવી શકો છો.

image soucre

કૉફી પાવડર ખુલ્લો રાખવાની ભૂલ ન કરો. કોફી પાવડરમાં હવા લાગતા જ તેમાં ગઠ્ઠા જામવા માંડે છે. એટલે જ કામ પતે કે તરત જ બોટલ નું ઢાંકણું બંધ કરી દો. કૉફી પાવડર ભરવા માટે એર ટાઈટ બૉટલ નો જ ઉપયોગ કરો. આ ઉપરાંત આ બૉટલનું ઢાંકણું હંમેશા ફિટ બંધ કરો. આમ કરવાથી તેમાં કયારેય ગઠ્ઠા નહિ જામે.

image soucre

કોફી પાવડર ની શીશી ફ્રિજ અથવા ફ્રીઝરમાં રાખો. આ કોફી પાવડર ને જામી જતા અટકાવશે. વિશ્વાસ કરો, આમ કરવાથી તમારો કોફી પાવડર ઘણા મહિનાઓ સુધી એક સરખો છૂટો છૂટો રહેશે. માત્ર ધ્યાન રાખો કે તમે જે શીશીમાં કોફી પાવડર રાખો છો, તે શીશી એર ટાઈટ હોય. જો તમે કૉફી પાવડરમાં ચોખા ના થોડા દાણા નાંખી રહેશો તો પાવડર લાંબો સમય સુધી એવો ને એવો જ રહેશે. તેમાં ન તો ચીકાશ આવશે ન તો તેના ગઠ્ઠા વળશે.

image soucre

ઘણા લોકો ઉતાવળે કૉફી પાવડર કાઢવા માટે ભીની ચમચી નો ઉપયોગ કરે છે. ખાસ ધ્યાન રાખો કે તમે કોરી ચમચી થી જ આ પાવડર કાઢો. આમ કરવાથી તમને કૉફી પાવડર સાચવવામાં મુશ્કેલી નહિ પડે. વરસાદી ઋતુમાં ઘણી વખત કોફીમાં ગઠ્ઠો પડી જતા હોય છે. આવી સ્થિતિમાં કાચ ની શીશી માંથી કોફી બહાર કાઢો પછી તમે કોફી રાખો છો તે શીશી ને યોગ્ય રીતે સાફ કર્યા બાદ તેમાં ટીશ્યુ પેપર ફેલાવો.

image soucre

તે પછી, આ શીશીમાં એક નાની ચમચી ભરી ચાના પાન મૂકો, પછી તેના પર કોફી પાવડર નાખો. આમ કરવાથી, કોફીમાં કોઈ ગઠ્ઠો રહેશે નહીં. આ પદ્ધતિ અપનાવાથી તમારો કોફી પાવડર ક્યારેય જામશે નહિ અને હમેશા પાવડર છુટો છુટો જ રહે છે.