કોરોના સાથે રહસ્યમયી તાવના કારણે ઉત્તર પ્રદેશમાં 90 લોકોના થયા મોત, જાણો શું છે સ્થિતિ અને તંત્રની ચિંતા

કોરોનાવાયરસ બાદ દેશમાં કેટલાંક રાજ્યોમાં રહસ્યમય તવે ચિંતા વધારી છે. આ બીમારી પણ કોરોના ની જેમ એક રાજ્ય થી બીજા રાજ્યમાં ફેલાઈ રહી છે. આ તાવની શરૂઆત યુપી થી થઈ હતી અને હવે તે બિહાર, મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયો છે.

image soucre

યુપીમાં થી અત્યાર સુધીમાં 90 લોકોના મોત થઇ ચુક્યા છે. ચિંતાની વાત એ છે કે આ ચેપી તાવની લપેટમાં સૌથી વધુ બાળકો આવી રહ્યા છે. યુપીમાં માત્ર ફિરોઝાબાદ માંથી જ આ તાવના કારણે 55 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ચેપી તાવના કારણે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.

image soucre

યુપીમાં હાહાકાર મચાવનારા તાવ હવે મધ્ય પ્રદેશ અને બિહાર સુધી પહોંચી ચૂક્યો છે. આ રાજ્યોની સ્થિતિ એવી છે કે અહીં હોસ્પીટલો ફરી એકવાર દર્દીથી ઉભરાવા લાગી છે. બિહારમાં તો પૂરું આની બીજી લહેર દરમિયાન છે દ્રશ્યો જોવા મળ્યા હતા તેવા દ્રશ્યો આ તાવે પણ લોકોને દેખાડયા છે. સ્થિતિ એવી છે કે બાળકોની સારવાર માટે બેડ પણ ખૂટી પડ્યા છે. અહીં એક પલંગ ઉપર બે બાળકો ને સુવડાવી સારવાર કરવી પડે છે. અત્યાર સુધીમાં આ બીમારીના કારણે જેટલા દર્દી એ જીવ ગુમાવ્યો છે તેમાં મોટાભાગના બાળકો હતા. યુપીના ફિરોઝાબાદ સહિતના આઠ જિલ્લામાં આ તાવ ફેલાયો છે અને લોકોની સ્થિતિ કફોડી થઇ છે.

image soucre

ઉત્તરપ્રદેશ બાદ બિહારમાં આ તાવની ચપેટમાં લોકો આવી રહ્યા છે. અહીં પણ મોટા પ્રમાણમાં બાળકો તાવથી સંક્રમિત થઈ રહ્યા છે. બિહારમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ આરામાં જોવા મળી છે. આ ઝેરી તાવ માં બાળકોને ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી ફરિયાદો રહે છે. બિહારના સરનમાં પણ આ તાવના કારણે ત્રણ બાળકોના મોત થયા છે. બિહારમાં સ્થિતિ એવી છે કે અહીં દરરોજ લગભગ 10 થી 15 બાળકો બીમાર પડી રહ્યા છે.

image soucre

બિહારની સૌથી મોટી બીજા ક્રમની નાલંદા હોસ્પિટલમાં દર્દીઓને મોટા પ્રમાણમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અહીં 84 બેડની ક્ષમતા છે પરંતુ હાલ સારવારમાં તેનાથી વધારે બાળકો દાખલ છે. અહીં ડોક્ટરોનું કહેવું છે કે સ્થિતિ હાલ તો નિયંત્રણમાં છે. પરંતુ જો વધુ પ્રમાણમાં બાળકો સંક્રમિત થશે તો પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે.

આ સિવાય મધ્યપ્રદેશના ગ્વાલિયર માં પણ ઝેરી તાવ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીંની એક સ્થાનિક હોસ્પિટલમાં 30 બાળકોની સારવાર આ રોગને કારણે ચાલી રહી છે. અહીં પણ ધીરે ધીરે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાવા લાગે છે.

image soucre

અન્ય એક ચિંતાજનક વાત એ પણ છે કે બાળકોથી લઈને પુખ્ત વયના લોકોને બીમાર કરતાં આ તાવનો ઇલાજ હજુ સુધી મળી શક્યો નથી. આ તાવને કોઈ ઝેરી તાવ કહે છે તો કોઈ ડેન્ગ્યુ કહે છે. જોકે હાલ આ તાવથી મૃત્યુઆંક વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે.