દક્ષીણમુખી મકાન હોય છે તમારા માટે અશુભ, એકવાર વાંચો આ લેખ અને મેળવો માહિતી…

મંગળની વધારે પડતી અસર દક્ષિણ દિશા પર થાય છે. જે કોઈપણ વ્યક્તિ આવા પ્રકારના ઘરમાં રહેતા હોય તેમના વચ્ચે ઝઘડાઓ ખુબ જ થાય છે એટલે આવા ઘરમા ક્યારેય કોઈપણ શાંતિથી રહી શકતા નથી. આ પ્રકારના ઘરમા રહેતા લોકો શરીરમાં લોહી સંબંધિત વિકૃતિઓની સમસ્યાથી પણ પીડાય છે.

image soucre

આ ઉપરાંત જમીનને લઈને પણ અનેક પ્રકારના વિવાદો થાય છે. જો તમારુ ઘર પણ દક્ષિણામુખી હોય અને તમે તમારા ઘરમા સુખ-શાંતિ જાળવી રાખવા ઈચ્છતા હોવ તો તમારા ઘરના દરવાજા ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવો. આ ફોટો તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે અને તમારા ઘરમા આર્થિક સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

image soucre

જો દક્ષિણ દિશામાં તમારુ ઘર કે દુકાન હોય તો મુખ્ય દરવાજાથી બે ગણા અંતરે લીમડાનું વૃક્ષ રોપવુ. આમ, કરવાથી મંગળનો ખરાબ પ્રભાવ ખતમ થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે. આ સિવાય ઘરની સામે જો કોઈ મોટી ઇમારત હોય તો પણ મંગળનો પ્રભાવ ઘટી શકે છે.

image soucre

જો તમારા ઘરની પાસે દક્ષિણ દિશામા મકાન હોય તો દરવાજાની સામે અરીસો એવી રીતે મૂકો કે જે કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે તેનુ અરીસામાં સંપૂર્ણ પ્રતિબિંબિત દેખાય. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારા ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ઉપરાંત આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા ક્યારેય પણ ગરીબી નથી આવતી.

image socure

ગણેશજીની બે એવી મૂર્તિઓ લાવો કે, તેમની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય. મુખ્ય દરવાજાની મધ્યમાં દરવાજાની ફ્રેમ પર આવી મૂર્તિ રાખી મૂકો. આ મૂર્તિ રાખવાના કારણે તમારા ઘરના ઝઘડાઓ પણ સમાપ્ત થશે. આ સિવાય જો તમે નિયમિત સવારે વહેલા ઉઠીને સૂર્યનારાયણને ભૂખ્યા પેટે જળ અર્પણ કરો તો પણ તમારા ઘરના તમામ વાસ્તુદોષ દૂર થઇ જાય છે અને તમારા ઘરની આસપાસ સકારાત્મક વાતાવરણ ફેલાઈ જાય છે.