OMG: એક દિવસમાં આપણે બોલીએ છીએ આટલાં બધા શબ્દો, જે જાણીને તમને પણ નહિં થાય વિશ્વાસ

આપણો અવાજ ગળામાં રહેલી સ્વરપેટીમાં ઉત્પન્ન થાય છે. સ્વરપેટીમાં ઝીણા તાંતણા સમાંતર ગોઠવાયેલા હોય છે. તેમાંથી હવા પસાર થાય ત્યારે તે ઝણઝણે છે, અને અવાજ પેદા કરે છે. આ અવાજ ને જુદા જુદા સ્વરૂપોનું રૂપ આપવામાં જીભ, દાંત અને તાળવું ઉપયોગી થાય છે.

આપણી માતૃભાષા ગુજરાતી એટલે આપણે શબ્દો બોલવા માટે કક્કો અને બારાખડી નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું આપણને ખબર છે કે આપણે આખો દિવસ દરમિયાન કેટલા શબ્દો બોલીએ છીએ. જયારે શબ્દો અને વાણી ની વાત આવે ત્યારે પહેલો પ્રક્ષ એ થાય કે તેની આવશ્કતા કેટલી છે? એટલે કે આપણે શા માટે બોલીએ છીએ. બોલવાનો ઉદેશ શું છે,

image source

જો આપણે બોલવાનું બંધ કરી દઈએ તો શું ના ચાલે ? આપણે આપણા દૈનિક જીવનમાં જો બે શબ્દોથી કામ ચાલતું હોય તો ચાર શબ્દો બોલવાની જરૂર નથી રહેતી. પરંતુ આપણે જ્યાં ચાર શબ્દો બોલવા પડતા હોય ત્યાં આપણે ચાલીસ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ.

ઘણા લોકોને વધુ બોલવાનો શોખ હોય છે, તે આખો દિવસ માં કેટલું બોલી જતા હોય છે. તે સવારે આંખો ખોલવા થી રાત્રે ઉંઘીએ ત્યાં સુધી આપણે કંઇક નું કંઇક બોલતા રહેતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે, કે આખા દિવસમાં આપણે કેટલા શબ્દો બોલીએ છીએ ? તો ચાલો આપણે આ લેખ દ્વારા જાણીએ કે આપણે આખા દિવસ દરમિયાન કેટલા શબ્દો બોલીએ છીએ.

image source

રોજ કેટલા શબ્દો બોલીએ છીએ ?

દરેક વ્યક્તિ પોતાના વ્યવહાર ના હિસાબ થી વાત કરે છે. કોઇ ઓછુ બોલે છે, તો કોઇક વધારે બોલે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછા સાત હજાર શબ્દો બોલે છે. તેવુ પણ હોઇ શકે કે ઘણા લોકો આના થી વધારે શબ્દો પણ બોલી લે છે.

જો એવરેજ અંદાજો લગાવવામાં આવે તો એક વ્યક્તિ પોતા ની આખી લાઇફમાં છ્યાસી કરોડ ત્રણ લાખ એકતાલીસ હજાર પાનસો શબ્દ બોલે છે, એટલે કે 86 કરોડ શબ્દ. વિચારી લો કે એક વ્યક્તિ પોતાની આટલી એનર્જી બોલવામાં ખર્ચી નાંખે છે.

image source

ડિક્શનરી સાથે કરો તુલના

જો તમે આ શબ્દો ની તુલના અન્ય વસ્તુ સાથે કરો તો તમે ઓક્સફર્ડ ની ડિક્શનરીના વીસ વોલ્યુમને 14.5 વાર વાંચી લો તેટલુ બોલો છો. જો શબ્દો ની તુલના ઈનસાકલોપેડીયા ના બત્રીસ વોલ્યુમ થી કરવામાં આવે તો 19.5 પુસ્તક લખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!