આમિર ખાન વિરુદ્ધ FIR દાખલ, સીએમ યોગી અને માયાવતી પર કરી હતી અપમાનજનક પોસ્ટ

ઉત્તર પ્રદેશની જેવર પોલીસે મંગળવારે આમિર ખાન નામના વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. રિપોર્ટ અનુસાર, યુવક પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીની મોર્ફ કરેલી તસવીર ફેસબુક પર પોસ્ટ કરવાનો આરોપ છે. આમિર ખાન વિરુદ્ધ આઈપીસી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2008ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાને ફેસબુક પર પોસ્ટ કરેલી મોર્ફ કરેલી તસવીર વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો છે. ફરિયાદીએ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા યુપી પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી હતી. આ પછી તરત જ આમિર ખાન વિરુદ્ધ આ FIR નોંધવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, જેવરના દયાનતપુર ગામના રહેવાસી આમિર ખાને તેના ફેસબુક એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં સીએમ યોગી અને બસપા સુપ્રીમો માયાવતીને દુલ્હા અને દુલ્હન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. મોર્ફ કરેલી તસવીરમાં વાંધાજનક કેપ્શન પણ લખવામાં આવ્યું હતું.

image source

ફરિયાદીએ ટ્વિટર પર આ પોસ્ટ વિશે માહિતી આપી અને યુપી પોલીસને આરોપીઓ સામે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી. ટ્વીટના આધારે, તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે માહિતીની ચકાસણી કર્યા પછી IT એક્ટ હેઠળ આમિર ખાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.