આ હસીનાઓને પતિ પાસેથી મળ્યા કરોડોના ગિફ્ટસ, પ્રિયંકાને તો નિકે આપ્યું હતું આટલું મોંઘું ગિફ્ટ

બોલિવૂડમાં લગ્નની વાત કરીએ તો ભાગ્યે જ કોઈ એવો સેલેબ હશે જેણે એકદમ સાદા લગ્ન કર્યા હોય. બોલિવૂડથી લઈને ટીવી કલાકારો તેમના લગ્નમાં ઘણા બધા પૈસા ખર્ચે છે. કેટલાક સ્ટાર્સે તો તાજેતરમાં જ લગ્ન કર્યા છે, જ્યારે ઘણા સેલેબ્સ લાંબા સમય પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ આ બધા જ લગ્ન તેમની લક્ઝરી અને ગ્લેમર માટે જાણીતા છે. પ્રી-વેડિંગ ફંક્શનથી લઈને હનીમૂન ડેસ્ટિનેશન સુધી, સેલેબ્સના લગ્નમાં બધું જ ખૂબ જ ખાસ હોય છે.

આ સેલેબ્સના માત્ર લગ્ન જ રોયલ નથી હોતા, પરંતુ લગ્ન પછી પણ તેઓ એકબીજાને મોંઘી અને લક્ઝુરિયસ ગિફ્ટ આપવામાં સહેજ પણ પાછળ નથી રહેતા. પ્રિયંકા ચોપરાથી લઈને અંકિતા લોખંડે સુધી ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને તેમના પતિઓએ તેમના મુહ દિખાઈ પર કરોડોની ભેટ આપી છે.

અંકિતા લોખંડે- વિકી જૈન

image source

તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ અંકિત લોખંડેએ તેના લોંગ ટર્મ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. વિકી જૈન એક બિઝનેસમેન છે. અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન પણ ખૂબ જ ભવ્ય હતા અને તેમના લગ્નમાં ઘણા પ્રખ્યાત ટીવી સેલેબ્સ આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, લગ્ન પછી વિકી જૈનએ અંકિતા લોખંડેને માલદીવમાં 50 કરોડનો બંગલો આપ્યો છે, જ્યારે અંકિતા લોખંડેએ તેના પતિને લગભગ 8 કરોડ રૂપિયાની યોટ પણ ગિફ્ટ કરી છે.

શ્રદ્ધા આર્ય- રાહુલ શર્મા

image source

કુમકુમ ભાગ્યની લીડ એક્ટ્રેસ પ્રીતા અરોરા એટલે કે શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં નેવલ ઓફિસર રાહુલ શર્મા નાગલ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ રાહુલ શર્માએ તેને હીરાનો નેકલેસ અને હીરાની વીંટી ભેટમાં આપી છે. જેની કિંમત લાખોમાં છે.

પ્રિયંકા ચોપરા- નિક જોનાસ

image source

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન પણ ચર્ચામાં હતા. જો રિપોર્ટ્સનું માનીએ તો લગ્ન બાદ નિક જોનાસે પ્રિયંકા ચોપરાને 144 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતું. આ સિવાય નિક જોનાસે પ્રિયંકા ચોપરાને મર્સિડીઝ કાર પણ ગિફ્ટ કરી હતી.

સના – મુફ્તી અનસ સૈયદ

image source

જય હો ફિલ્મની અભિનેત્રી સનાએ સુરતના રહેવાસી મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા છે. ધાર્મિક નેતા (ઇસ્લામિક વિદ્વાન) હોવા ઉપરાંત, તે વ્યવસાય પણ કરે છે. સનાના પતિએ લગ્ન પછી તેને આઈફોન ગિફ્ટ કર્યો હતો.