જોઇ લો હિના ખાનના ઘરની આ લેટેસ્ટ તસવીરો, જેમાં ઘર કેટલુ મસ્ત ડેકોરેટ કર્ચુ છે

ઇફ્તાર સમયે હિના ખાનનું ઘર દસ્તરખાનની જેમ સજ્જ હતું, અભિનેત્રીએ પોતે જ ફોટો શેર કર્યો

image source

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રમઝાનના આ પાક મહિનામાં બહુ ચહલ-પહલ જોવા મળી રહી નથી. અહીં રમઝાનના પાક મહિનામાં, મુસ્લિમ સમુદાયના લોકો આખો દિવસ ઉપવાસ (રોજા) રાખે છે અને અલ્લાહની આરાધના (ઈબાદત) કરે છે. રોજા કરનારાઓ મકરિબની અજાન પછી પોતાનો રોજા ખોલે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાને ઇફ્તાર સાથે સંબંધિત ફોટોઝ શેર કર્યા હતા, જેમાં હિના ખાન દસ્તરખાન ઇફ્તારીના સામાન સાથે સજાવટ કરતી જોવા મળી રહી છે.

image source

ટેલિવિઝન થી બોલિવૂડ અભિનેત્રી બનનાર હિના ખાને શુક્રવારે આ વર્ષની રમઝાનનો પહેલો ઉપવાસ રાખ્યો હતો. શનિવારે સવારે તેણે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા પણ શેર કર્યા હતા અને તેના ચાહકોને અપીલ કરી છે કે તેઓ કોરોનાથી ચેપગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરે. હિના ખાનએ કેપ્શનમાં લખ્યું છે કે, “રમઝાન કરીમ. ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ. સંક્રમિત લોકો માટે પ્રાર્થના કરીએ. સંરક્ષણ અને ઉપચાર માટે પ્રાર્થના કરીએ.” આ સાથે તેણે પહેલા રોજાના ફોટો, પોઝિટિવિટીને હેશટેગ કરી શેર કર્યા.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાને જે ફોટા શેર કર્યા છે તેમાં તે માથા, ગળા અને શરીરના ઉપલા ભાગને પીળા દુપટ્ટાથી ઢાંકતી નજરે આવી રહી છે. તેની પોસ્ટ પર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેના ઘણા સાથીઓએ અભિનંદન પાઠવ્યા છે. હિના ખાનની મિત્ર રશ્મિ દેસાઈએ કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, ‘રમઝાન કરીમ’. આશ્કા ગોરડિયાએ લખ્યું છે કે, ‘રમઝાન મુબારક.’ અને અમ્ના શરીફે લખ્યું કે, ‘રમઝાન કરીમ.’

આ ફોટો અભિનેત્રીએ મંગળવારે શેર કરી હતી, જેમાં જ્યુસ, ફળ, ખજૂર અને ઘણી વસ્તીઓ દસ્તરખાન પર રાખેલી જોવા મળે છે. માં ઘેરાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

હિના ખાને આ ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘ઇફતાર રેડી, 11 મો રોજા મુબારક.

અર્જુન બિજલાનીએ કરી કમેન્ટ

હિના ખાનના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યા છે. ફક્ત તેટલું જ નહીં, લોકો તેના પર ઘણા પ્રતિભાવો પણ આપી રહ્યા છે. હિના ખાન દ્વારા સજાવેલી દસ્તરખાન ઇફતારી જોઈને, એક્ટર અર્જુન બિજલાની પણ પોતાને કમેન્ટ કરતા રોકી શક્યો નહિ અને તેમને હિના ખાનને કહી દીધું કે થોડું મોકલાવી પણ દે.

image source

તમને જણાવી દઈએ કે લૉકડાઉન બાદથી જ હિના ખાન સતત હેડલાઇન્સ પર છવાયેલી છે અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તેમજ થોડા સમય પહેલા પણ, તેણે તેના ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જેમાં હિના ખાન પરંપરાગત અંદાજમાં જોવા મળી રહી હતી. ગમે તે કહો પણ, આ પીળા રંગના પોશાકમાં હિના ખાનની અદા ખરેખર કોઈને પણ પોતાના દિવાના બનવા મજબૂર કરી દે.

બૉલીવુડમાં પણ બનાવ્યું નામ

image source

હિના ખાનનું નામ હવે ટીવી ઇન્ડસ્ટ્રી સુધી જ મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેણે બોલીવુડમાં પણ તેનો સિક્કો જમાવ્યો છે. જાણીતી ટીવી સીરીયલ ‘યે રિસ્તા ક્યા કહેલાતા હે’ માં અક્ષરાના પાત્રથી ફેમસ બનેલી હિના ખાન ફિલ્મ અને સીરિયલ સિવાય જાણીતો રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 11’ માં પણ જોવા મળી હતી. કસોટી જિંદગી કિ 2 માં કોમોલિકા નું પાત્ર પણ ભજવી ચુકી છે. આ રોલમાં પણ તેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.

image source

ત્યારબાદ તેણે દિગ્દર્શક વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘હેકડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ 7 ફેબ્રુઆરી 2020 ના રોજ રીલિઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. અંગત જીવનની વાત કરીએ તો, 2014 થી તે રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે, જે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સુપરવાઇઝિંગ પ્રોડ્યુસર હતા. હિના ખાનના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ લાઇનમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત