જાણો ભારતના આ પ્રખ્યાત બ્રીજ વિશે તમે પણ જેનુ ઉદ્ઘાટન જ નહોતું થયું…

દુનિયાભરમાં અનેક બ્રિજ આવેલા છે જે પૈકી અમુક બ્રિજો પોતાની ખાસ બનાવટ અને વિશેષતાને કારણે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આવો જ એક બ્રિજ ભારતમાં પણ છે જેનું ઉદ્ઘાટન આજદિન સુધી નથી થયું.

image source

આ બ્રિજ છે કોલકાત્તામાં આવેલો પ્રખ્યાત હાવડા બ્રિજ. હાવડા બ્રિજ કોલકાત્તાની ખાસ ઓળખ છે. સાથે સાથે 76 વર્ષ પહેલા નિર્માણ કરાયેલા આ બ્રિજની એક વિશેષતા એ હતી કે જયારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે ડિસેંબર 1942 માં જાપાનનો એક બૉમ્બ આ બ્રીજથી થોડા અંતરે જ પડ્યો હતો સદનસીબે બ્રિજમાં કોઈ નુકશાન નહોતું થયું.

image source

બીબીસીના અહેવાલ મુજબ ઓગણીસમી સદીના છેલ્લા દશકમાં બ્રિટિશ ઇન્ડિયાની સરકારે કોલકાત્તા અને હાવડા વચ્ચે વહેતી હુગલી નદી ઉપર એક તરતો પુલ બનાવવાની યોજના બનાવી હતી. અને તે એટલા માટે કે એ સમયે હુગલીમાં રોજ અનેક જહાજો આવતા હતા. થાંભલા વાળા બ્રિજને કારણે ક્યાંય જહાજોની અવર-જવરમાં તકલીફ ન પડે તે માટે 1871 માં હાવડા બ્રિજ એક્ટ પાસ કરવામાં આવ્યો હતો.

image source

વર્ષ 1936 માં હાવડા બ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરાયું અને વર્ષ 1942 માં તે પૂર્ણ થયું. ત્યારબાદ 3 ફેબ્રુઆરી 1943 માં તેને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. તે સમયે આ બ્રિજને દુનિયાના સૌથી લાંબા બ્રિજ તરીકે ત્રીજું સ્થાન મળ્યું હતું.

વર્ષ 1965 માં કવિગુરુ રબીન્દ્રનાથના નામ પરથી આ બ્રીજનું નામ રવિન્દ્ર સેતુ રાખવામાં આવ્યું. બીબીસીના અહેવાલ મુજબ આ બ્રિજ બનાવવા 26500 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં 23500 ટન સ્ટીલની સપ્લાઈ ટાટા સ્ટીલ તરફથી કરવામાં આવી હતી.

image source

આ બ્રિજની ખાસિયત એ છે કે આ બ્રિજ નદીના કિનારે બનાવવામાં આવેલા 280 ફૂટ ઊંચા ફક્ત બે પાયા પર જ બનાવવામાં આવ્યો. આ બન્ને પાયાઓ વચ્ચે દોઢ હજાર ફૂટનું અંતર છે અને આ બે પાયા સિવાય નદીમાં વચ્ચે કોઈ પાયો નથી મુકવામાં આવ્યો જેનાથી બ્રિજને ટેકો મળી શકે.

વળી આ બ્રિજની બીજી એક વિશેષતા એ પણ છે કે તેના નિર્માણમાં સ્ટીલની પેલ્ટોને જોડવા માટે નટ બોલ્ટનો ઉપયોગ કરવાના બદલે ધાતુના ખીલ્લાંઓ વાપરવામાં આવ્યા છે.

image source

વર્ષ 2011 માં બહાર આવેલી એક રિપોર્ટ અનુસાર તંબાકુ થૂંકવાને કારણે બ્રિજના પાયાની જાડાઈ ઓછી થઇ રહી હતી. ત્યારબાદ તેને બચાવવા માટે સ્ટીલના પાયાને નીચેની બાજુએ ફાઈબર ગ્લાસથી ઢાંકી દેવામાં આવ્યા હતા જેમાં લગભગ 20 લાખનો ખર્ચ થયો હતો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત