ફોન ચાર્જ કરવા બાબતે ન કરતા આ 10 ભૂલો, નહીંતર ફાટી શકે તમારો ફોન

અમેરિકામાં એક ફ્લાઈટમાં સ્માર્ટફોનમાં આગ લાગવાને કારણે ખાલી કરવી પડી હતી. આમ તો સ્માર્ટફોન ફાટવાના સમાચારો તો આવ્યા જ કરતા હોય છે. આ વર્ષે આવા બનાવોમાં વધારો થયો છે. અમુક મહિનાઓ પહેલા વન પ્લસ નોર્ડ 2 ફાટવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. ફોન ફાટવાનું સૌથી મુખ્ય કારણ છે તેની બેટરી. વધુ ઉપયોગ કરવાથી બેટરી ગરમ થઇ જાય છે અને અંતે ફાટી જાય છે. કંપનીઓ મોટાભાગે આવા બનાવોમાં યુઝરની જ ભૂલ કાઢે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એવી 10 ભૂલો વિશે જણાવીશું જેના વિશે ઘણાખરા લોકો નથી જાણતા અને અંતે તેઓએ ખતરનાક પરિણામ ભોગવવું પડે છે.

1. ડેમેજ થાય બાદ પણ ફોનનો ઉપયોગ ચાલુ રાખવો

image source

જો તમારો ફોન પડી જાય કે ડેમેજ થઈ જાય તો તેને તરત ઉપયોગમાં ન લેવો. સૌથી પહેલા તેને સર્વિસ સેન્ટરમાં લઈ જવો. માની લો કે તમારા ફોનમાં સ્ક્રીન તૂટી ગઈ છે તો પાણી કે પરસેવો ડિવાઇસમાં પ્રવેશી શકે છે અને બેટરીને કામ કરવા યોગ્ય નથી રહેવા દેતો. ક્ષતિગ્રસ્ત ફોનનો ઉપયોગ કરવો જોખમભર્યું છે.

2. ડુપ્લીકેટ કે નકલી ચાર્જરનો.ઉપયોગ કરવો

ફાસ્ટ ચાર્જીંગ એડપટરનો ઉપયોગ કરવાથી બચવું. મોટાભાગે જલ્દી.ચાર્જ કરવા માટે લોકો ફાસ્ટ ચાર્જીંગ એડપટર ખરીદી લે છે. પરંતુ તેના કારણે બેટરી પણ દબાણ પડે છે. ફોન ચાર્જ કરવા એ જ એડપટરનો ઉપયોગ કરવો જે ફોન સાથે આવે. એ સિવાય નકલી કે ડુપ્લીકેટ ચાર્જર દ્વારા ફોનને ચાર્જ ન કરવો.

3. ફોનમાં થર્ડ પાર્ટા કે ફેક બેટરી લગાવવી

image source

થર્ડ પાર્ટા કે ફેક બેટરીનો ઉપયોગ બિલકુલ ન કરવો. ખરાબ લીથીયમ આયન બેટરી વધુ ગરમ કરી શકે છે જેના કારણે ફોનમાં આગ લાગવા તથા ફોન ફાટી જવાની ઘટના પણ બની શકે.

4. ગરમ થાય બાદ ઓન સ્માર્ટફોનનો ઉપયોગ કરવો

જો તમારો સ્માર્ટફોન ગરમ થઇ રહ્યો હોય તેને તરત જ ચાર્જર પરથી હટાવી લેવો અને તેને એક બાજુ ઠંડો થવા મૂકી દો. ગરમ ફોનનો ઉપયોગ કરવો જોખમકારક છે.

5. ફોનને ચાર્જ કરવા માટે કારના ચાર્જરનો ઉપયોગ કરવો

image source

પાવર બેંકના સ્થાને ઘણા ખરા લોકો યાત્રા દરમિયાન કારના ચાર્જરનો ઉપયોગ કરે છે. આ જોખમભર્યું પણ બની શકે છે. મોટાભાગની કંપનીઓ ચાર્જીંગ પોઇન્ટ માટે થર્ડ પાર્ટી વેંડર્સને હાયર કરે છે. તેનાથી તમારા ફોનને નુકશાન થાય છે અને તેમાં આગ પણ લાગી શકે.

6. ફોનને વધારે સમય ચાર્જ કરવો

ઘણા ખરા લોકો તેમના ફોનને લાંબા સમય સુધી ચાર્જરમાં લગાવીને ચાર્જ કરતા હોય છે. એ જરૂરી નથી કે બેટરી 100 ટકા ચાર્જ થાય ત્યારે જ તેને ચાર્જીંગ પોઇન્ટ પરથી હટાવવો. જો તમે તમારા ફોનની બેટરી લાઈફ સારી ઇચ્છતા હોય યો સમજદારી વાપરીને તેને 90 ટકા ચાર્જ થવા પર જ કાઢી લો.

7. ડાયરેકટ સનલાઈટમાં ફોનનો ઉપયોગ

યાદ રહે કે જ્યારે તમે ફોનને ચાર્જ કરો ત્યારે તેના પર સૂર્યપ્રકાશ ન પડતો હોય. તમારા ફોનને ઓવર હિટની જરૂર નથી હોતી. એ પણ યાદ રાખવું કે ફોન ચાર્જ કરતા સમયે તેને તડકા કે અન્ય ગરમી આપતી ચીજવસ્તુઓથી દુર રાખવો.

8. ફોન પર વધારાનું દબાણ રાખવું

image source

જ્યારે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેના પર વધુ દબાણ ન મૂકવું. લોકો ચાર્જ થતા સમયે પણ ફોનનો ઉપયોગ કરતા હોય છે તે એક ખતરનાક આદત છે.

9. ફોનને પાવર સ્ટ્રીપ કે એક્સટેંશન કોડ પર પ્લગ કરીને ચાર્જ કરવો

તમારા ફોનને પાવર સ્ટ્રીપ કે એક્સટેંશન કોડ પર પ્લગ કરીને ક્યારેય ચાર્જ ન કરવી. આમ કરવાથી શોર્ટ સર્કિટ થવાનું જોખમ વધી જાય છે.

10. લોકલ રીપેર શોપમાં ફોન રીપેર કરાવવો

તમારા ફોનને સર્વિસ સેન્ટરમાં જ રીપેર કરાવવો ત્યાં તમારો ફોન નિષ્ણાંત કારીગરો પાસે હોય છે. લોકલ રીપેર શોપમાં ટુલ્સ નથી હોતા જેના કારણે ફોન પરફેક્ટ રીપેર થઈ શકે. રીપેરીંગમાં ભૂલને કારણે ફોનની અંદરની સર્કિટ સળગી શકે છે.