આ લોકો યુરિનનો ઉપયોગ મોઢું ધોવામાં અને કપડાં ધોવામાં કરતાં, કારણ જાણીને તમારે પણ માનવું પડશે

પ્રાચીન રોમનો ઇતિહાસ ખૂબ જ સુવર્ણ હતો. જ્ઞાન, વિજ્ઞાનથી લઈને સાંસ્કૃતિક વિકાસ સુધી તેઓ ખૂબ ઉંચા લોકો હતા. આ સમયગાળા દરમિયાન માર્કસ ઓરેલિયસ, સેન્ટ અગસ્ટીન જેવા ઘણા મોટા ફિલસૂફોનો જન્મ થયો હતો. તેણે માણસ અને વિજ્ઞાનના સૌથી ઉંડા રહસ્યો ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો બીજી બાજુ તેઓએ આખો વિચાર જ બદલી નાંખ્યો અને માણસને એક નવું જીવન જીવતો કર્યો છે. તે જ સમયે તમે કદાચ રોમના ઇતિહાસના વિચિત્ર પાસાને અવગણી પણ નાખશો. તમને ભાગ્યે જ ખબર હશે કે પ્રાચીન રોમના લોકો તેમના પેશાબનો ઉપયોગ મોં ધોવામાં અને કપડાં ધોવોમાં ડિટરજન્ટ તરીકે કરતા હતા.

प्राचीन रोम के खंडहर
image source

તમને આ સાંભળીને આશ્ચર્ય થયું હશે. આ સિવાય પ્રાચીન રોમના અન્ય ઘણા સ્થળોએ પણ તેમના પેશાબનો ઉપયોગ કરતા હતા. રોમન સંસ્કૃતિમાં પેશાબનું ખૂબ મૂલ્ય હતું. પ્રાચીન રોમમાં, લોન્ડ્રી પુરુષો તેમની દુકાનની બહાર ખાલી મગ અથવા જગ રાખતા હતા. જે લોકો જ્યારે પેશાબ કરતા હતા ત્યારે તેમાં જ કરતા હતા. તે એકત્રિત કરીને, તેઓ તેનાથી કપડાં ધોવાનું કામ કરતા હતા. આ વાત વૈજ્ઞાનિક રૂપે પ્રમાણિત છે કે પેશાબમાં એમોનિયાની માત્રા જોવા મળે છે. એમોનિયા દાંતને પોલિશ કરવા માટેનું કુદરતી ઘટક છે. એમોનિયા દાંતમાં સડો થવા દેતું નથી. ઘણી તબીબી પદ્ધતિઓએ પણ પેશાબના ઘણા સકારાત્મક ગુણધર્મો દર્શાવ્યાં છે.

urine
image source

આ સિવાય તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે પ્રાચીન રોમમાં, પેશાબ એકત્રિત કરવામાં આવતો અને તેનો વેપાર થતો. એટલું જ નહીં આ ધંધા પર એક ટેક્સ પણ હતો. પેશાબ એકત્ર કરવામાં આવતો હતો અને વિશાળ ટાંકીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ટાંકીમાં કપડાં દાખલ કરવામાં આવતાં હતાં. ટાંકીઓમાં કપડાં મૂક્યા પછી એક વ્યક્તિ નીચે આવીને કપડાં ધોતો હતો. આ રીતે આખો વેપાર ચાલતો હતો.

पेशाब में खून आना
image source

આપણું શરીર કુદરતની અદભૂત રચના છે. એજ રીતે શરીરના પોતાના ઉત્પાદિત રસાયણો પણ અદભૂત છે. સામાન્ય રીતે પેશાબ અથવા મૂત્ર એ શરીરે ત્યાગેલો વધારાના પ્રવાહીનો જથ્થો છે. જેમાં શરીરનો કચરો બહાર કાઢવામાં આવે છે. વધુમાં પેશાબ શરીરના તાપમાનનું નિયંત્રણ કરવા સાથે એવા રસાયણો પણ ધરાવે છે જે ઉપચાર કરવામાં ઉપયોગી થાય છે.

प्रतीकात्मक तस्वीर
image source

પોતાના મૂત્રનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ઉપચાર પધ્ધતિને શીવામ્બુ ઉપચાર કહે છે. શિવામ્બુ પ્રયોગ કરનારે જાણે લેવાનું કે એના પોતાના રોગ માટે એના પોતાના શિવામ્બુથી સારું ઔષધ બીજું કોઈ નથી. આથી શિવામ્બુ ચિકિત્સા દરમ્યાન અન્ય કોઈ ઔષધ લેવાનું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!