જાણો શ્રાદ્ધ પક્ષની ક્યારથી થવાની છે શરૂઆત અને કેવી રહેશે ભાદરવામાં વરસાદની સ્થિતિ

શ્રાવણ માસની અમાસ સાથે જ ભાદરવા મહિનાનો પ્રારંભ મંગળવારથી થઈ રહ્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં અતિ મહત્વ ધરાવતો શ્રાદ્ધ પક્ષ પણ ભાદરવા મહિનામાં જ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનો પિતૃતર્પણ માટે અને શ્રાધ્ધ કરવા માટે ઉત્તમ સમય છે.

image source

આ વર્ષે ભાદરવા મહિનામાં ૫ મંગળવાર અને બુધવાર આવે છે એટલે કે આ મહિના દરમિયાન મંગળ ગ્રહ અને બુધ ગ્રહનું પ્રભુત્વ વધારે રહેશે. મંગળ આગ, અકસ્માત, વાદ વિવાદ, ઝગડાનો કારક ગણાય છે. તેથી આવી ઘટનાઓ આ મહિનામાં બની શકે છે. વળી સાથે બુધ નું પ્રભુત્વ પણ વધારે હોવાથી વેપાર-વ્યવસાય, લેખન, બેન્કિંગ ક્ષેત્રમાં શુભ પરિણામ મળી શકે છે. આ સમય દરમિયાન ૧૨મા સ્થાનમાં રાહુ ના કારણે છેતરપિંડી, દગાબાજી જેવી ઘટનાઓ પણ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન જમીન, મકાન સહિતની મિલકતના સોદા અને રોકાણ ધાર્યા હોય તેવા થઈ શકતા નથી.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આગામી મહિનો આર્થિક બાબતો માટે શુભ ન કહી શકાય. જોકે સરકારી નોકરીમાં પ્રમોશન કે લાભ મળી શકે છે આ સમય દરમ્યાન વાયરલ રોગો વધુ વ્યાપક બની શકે છે. જોકે આ સમયે ગ્રહોની સ્થિતિ એવી હશે કે જે વરસાદ સારો લાવશે.

image source

શ્રાદ્ધ પક્ષની વાત કરીએ તો આ વર્ષે 20 તારીખે ભાદરવી પૂનમ હશે ત્યારે 21 તારીખ થી એકમ નું શ્રાદ્ધ શરૂ થશે. 6 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ ઉજવાશે. જોકે ભાદરવી પૂનમ પછી જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઇ જતી હોવાથી લોકો આ દિવસો દરમ્યાન પિતૃઓની સદ્ગતિ માટે શ્રાધ્ધ કરતા હોય છે. આ દિવસો દરમ્યાન ગાયને લીલું ઘાસ ખવડાવવું, કૂતરાને દૂધ પીવડાવવું, કાગડાને કાગવાસ નાખો તેમજ ભિક્ષુકને ભોજન કરાવવા જેવા કાર્યો કરવામાં આવે છે.

20 સપ્ટેમ્બર – ભાદરવી પૂનમ

21 સપ્ટેમ્બર – એકમનું શ્રાદ્ધ

22 સપ્ટેમ્બર – બીજનું શ્રાદ્ધ

23 સપ્ટેમ્બર – ત્રીજનું શ્રાદ્ધ

24 સપ્ટેમ્બર – ચોથ નું શ્રાદ્ધ

25 સપ્ટેમ્બર – પાંચમનું શ્રાદ્ધ

26 સપ્ટેમ્બર – છઠ નું શ્રાદ્ધ

28 સપ્ટેમ્બર – સાતમ નું શ્રાદ્ધ

29 સપ્ટેમ્બર – આઠમનું શ્રાદ્ધ

30 સપ્ટેમ્બર – નોમનું શ્રાદ્ધ

1 ઓક્ટોબર – દશ્મનું શ્રાદ્ધ

2 ઓક્ટોબર – અગિયારસનું શ્રાદ્ધ

image source

3 ઓક્ટોબર – બારસ નું શ્રાદ્ધ

4 ઓક્ટોબર – તેરસનું શ્રાદ્ધ

5 ઓક્ટોબર – ચૌદશનું શ્રાદ્ધ

6 ઓક્ટોબર – સર્વ પિતૃ અમાસ