તુલસી પાનના મળશે એવા અદ્દભુત લાભ કે જાણીને રહી જશો દંગ, વાંચો આ લેખ અને જાણો…

હિન્દુ ધાર્મિક ગ્રંથો માં તુલસીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે તુલસી ના છોડની વિશેષતાનો પણ આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર તુલસીના છોડમાં ઘણા ઔષધીય ગુણો છુપાયેલા છે. જે શરીરના અનેક રોગોનો નાશ કરે છે. ચાલો તમને જણાવીએ કે તુલસીના પાનનું રોજ સેવન કરવાની એક યોગ્ય રીત છે. જે અમે જણાવવા જઈ રહ્યા છીએ.

તુલસીના પાનની વિશેષતા અને તેનું સેવન કરવાની યોગ્ય રીત શું છે ?

image source

આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા મુજબ, તુલસીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે, મેંગેનીઝ, એન્ટીઓકિસડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબીયલ ગુણધર્મો છે. તે જ સમયે, તુલસી ના પાંદડા સવારે ખાલી પેટે ખાવા જોઈએ. તમે તુલસીના ચાર થી પાંચ તાજા પાંદડા તોડીને સવારે ધોઈને ખાઈ શકો છો. સાથે જ તેને ચા અને ખોરાકમાં મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકાય છે.

બાળકો માટે એકદમ લાભકારી

image source

તુલસીમાં હાજર એન્ટી માઇક્રોબીયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો તુલસી નો છોડ રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર ઘણા ઇન્ફેક્શન થી દૂર રહે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા નબળી હોય છે. તેથી, તમે બાળકોને દરરોજ કેટલાક તુલસીના પાનનું સેવન કરાવી શકો છો.

તુલસીના પાનના અન્ય ફાયદા

તુલસીના પાનના નિયમિત સેવનથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તુલસીના પાન પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ એસીડિટી અને પેટમાં બળતરાની સમસ્યા ને પણ દૂર રાખે છે. શરીરના પીએચ લેવલને યોગ્ય રાખવામાં પણ તુલસી મદદરૂપ સાબિત થાય છે.

image source

અભ્યાસ અનુસાર તુલસીના પાનમાં રહેલા એડેપ્ટોજેન તણાવ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને બ્લડ ફ્લોને સુધારે છે. તુલસીના પાન થી માથાના દુખાવામાં પણ રાહત મળે છે. સ્ટ્રેસ તેમજ માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે રોજ ખાલી પેટે બે થી ત્રણ તુલસીના પાનનું સેવન કરવું જોઇએ.

image source

તુલસી ના પાનથી શ્વાસની દુર્ગંધવી સમસ્યા પણ દૂર થાય છે. જો તમે રોજ સવારે તુલસીના પાન નું સેવન કરો તો મોં ના બેક્ટેરિયા ખતમ થઇ જાય છે. જેનાથી દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. તુલસીના પાનમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક પ્રોપર્ટીજ શરીરની રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવવામાં મદદ કરે છે. તુલસી શરદી અને તાવમાં પણ ફાયદાકારક છે. કાળા મરી અને તુલસી ને પાણીમાં ઉકાળીને એક ઉકાળો બનાવો, તેમાં ખાંડ ઉમેરો. આ પીવાથી તાવમાં રાહત મળે છે.