જો જીવનમાં આવે છે આવા કોઈ પરિવર્તન તો સમજી લો કુંડળીમા રાહુની સ્થિતિ છે અશુભ, વાંચો આ લેખ અને જાણો…

જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર ગ્રહોમાં શનિ અને રાહુ નો સમાવેશ થાય છે. તેમની સારી અને ખરાબ દ્રષ્ટિ વ્યક્તિના જીવન પર મોટી અસર કરે છે. રાહુ અશુભ પ્રભાવ આપવાનું શરૂ કરે તો જીવનમાં અનેક સંકેતો પણ આવવા લાગે છે. કુંડળીમાં રાહુનું સ્થાન ઘણું મહત્વ ધરાવે છે કારણકે, જો તે શુભ હોય તો વ્યક્તિના મનમાં સારા વિચારો આવે છે, તે સકારાત્મક રહે છે અને જીવનમાં સફળ બને છે.

image source

બીજી બાજુ, રાહુ ની નકારાત્મક સ્થિતિ જાતકોને ઘણી સમસ્યાઓ આપે છે. જાતકોને શારીરિક-માનસિક સમસ્યાઓ થઈ શકે છે. કામમાં નિષ્ફળતા થાય છે. પરંતુ ઘણી વખત કુંડળીમાં રાહુ ની સ્થિતિ સારી હોવા છતાં પણ વ્યક્તિ ને તેની શુભ અસર મળતી નથી. આની પાછળ ઘણા બાહ્ય કારણો પણ છે.

રાહુની અશુભ અસરના બાહ્ય કારણો :

image source

જો ઘર ની ઉંચાઇ ને નુકસાન થાય છે, અથવા સીડી ખોટી રીતે બાંધવામાં આવી છે અથવા સીડીઓને નુકસાન થયું છે, તો કુંડળીમાં રાહુ સારી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ નકારાત્મક પરિણામો આપે છે. ઘરનું શૌચાલય-વોશરૂમ ક્યારેય ગંદું કે તૂટેલું ન રહેવા દો.

આ કારણે રાહુ અશુભ અસર આપે છે. ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ગંદકી હોય અને પેટ પર સૂતા હોય તો પણ રાહુના જીવનમાં નકારાત્મક અસર પડે છે. એવી જગ્યાએ રહેવું કે જે રાહુનું સ્થાન છે, જેમ કે ત્યાં દારૂ વેચવો અથવા મટન-ચિકન વેચાય તેવી જગ્યાની નજીક રહેવું.

રાહુ ની અશુભ અસરના સંકેતો :

image source

જો વ્યક્તિના જીવનમાં રાહુ ની અશુભ અસર પડવા લાગે છે, તો તેના સંકેત ઘણી રીતે નજરે પડે છે. જેમ કે વ્યક્તિ અતીતની વાતોને યાદ કરીને દુઃખી થતો રહે છે, અને ભવિષ્ય ની કલ્પનાઓમાં ખોવાયેલો રહે છે. અનાવશ્યક ડર અને આશંકાઓમાં જીવવા લાગે છે. કાળો જાદુ, તંત્ર-ટોટકામાં ભરોસો વ્યક્ત કરવા લાગે છે. પાણી, આગ અને ઉંચાઈ થી ડરવા લાગે છે.

રાત્રે ઉંઘ સારી ન આવવી. ખુબ વધારે સપના આવે છે. નિર્ણયોને લઈ અનિશ્ચિત રહે છે. ઘરમાં વારં-વાર ઝઘડા થવા. તેની સાથે દુર્ઘટનાઓ વધવી. ખરાબ આદતો પેદા થવી. અચાનક ખુબ દારૂ પીવા ની આદત પડવી વગેરે. આવી સ્થિતિમાં વ્યક્તિ ને વિશેષજ્ઞ પાસે થી સલાહ લઈને ઉપાય કરવા જોઈએ.

image source

જો કોઈ વ્યક્તિ ઉપર રાહુની ખરાબ અસર છે તો આવી સ્થિતિમાં માથા ઉપર શિખ રાખી શકો છે. તમારે હંમેશાં ભોજન ભોજન રૂમમાં જ કરવું જોઈએ. તમારે તમારા સાસરા પક્ષ સાથે સંબંધો સારા રાખવા પડશે. તમે રાતના સમયે ઓશિકા નીચે મુલી રાખીને સૂઈ શકો છો અને સવારે મૂલીને મંદિરમાં દાન કરો. આ બધા ઉપાયો દ્વારા તમારા પરથી રાહુની અશુભ અસર દૂર થઇ જશે.