જો તમને બેંકથી 330 અને 12 રૂપિયા કપાવવાનો નથી મળ્યો મેસેજ તો રહો એલર્ટ, થઈ શકે છે મોટું નુકસાન

શું તમે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો તમારે એલર્ટ રહેવાની જરૂર છે. આ વર્ષે તેનું પ્રિમિયમ કપાયું છે કે નહીં તે ચેક કરી લેવાની જરૂર છે. જો તમારી પાસે 330 રૂપિયા અને 12 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો નથી તો તમે તરત જ બેંક બ્રાન્ચમાં જઈને તેની માહિતિ મેળવી શકો છો. કેમકે તમારી બંને પોલિસી શક્ય છે કે ડિએક્ટિવેટ થઈ હોય. તમે આ માટે 4લાખ રૂપિયાનું વીમા કવરનું નુકસાન ભોગવી શકો છો. એટલું જ નહીં તમે આ સમયે તેમાં 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવર પણ મેળવી શકો છો.

કેવી રીતે ખોલાશે વીમા ખાતુ

image source

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દરેક ભારતીયો માટે છે. તેમાં 18-50 વર્ષ સુધીના વ્યક્તિઓ સામેલ થઈ શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અન્ય લાઈફ ઈન્શ્યોરન્સની જેમ જ લઈ શકાય છે. તેમાં રજિસ્ટ્રેશનને માટે બેંક અને લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની સાથે ટાઈઅપ હોય છે. તેમાં ફક્ત 3330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ આપીને એનરોલ થઈ શકાય છે. તમને 2 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર મળે છે. આ સાથે તેની સીમા એક વર્ષની રહે છે. તેને દર વર્ષે રિન્યૂ કરાવવાની રહે છે.

બેંકમાં ખાતું હોવું જરૂરી છે

image source

ધ્યાન રાખો કે પોલિસી લેવા માટે બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આ પોલિસીને લીધા બાદ તમે દર વર્ષે તેને રીન્યૂ કરાવો તે જરૂરી છે. આ માટે તમને બેંકથી રિમાઈન્ડર પણ આપવામાં આવે છે. આ સ્કીમ એલઆઈસી અને પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની તરફથી ઓફર કરાય છે. વીમાની સીમા 1 જૂનથી 31મેની વચ્ચેની હોય છે.

વીમાનું પ્રીમિયમ ન ભરી શકો તો શું થાય

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના કોઈ પોલિસી હોલ્ડર પ્રીમિયમ ભરી શકતા નથી તો ફરીથી વાર્ષિક પ્રિમિયમ આપીને તેને ફરીથી શરૂ કરી શકે છે. તેના માટે તેણે પોતાની હેલ્થનું સેલ્ફ ડેક્લરેશન આપવાનું રહે છે.

ધ્યાન રાખો આ વાતો

image source

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં લાઈફ કવર 55 વર્ષની ઉંમર સુધી મળે છે. યોજનામાં અનહોનિ થાય તો ઈન્શ્યોરન્સ કવર પણ મળે છે. અહીં ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ગ્રાહક ફક્ત બેંક એકાઉન્ટ અને એક ઈન્શ્યોરન્સ કંપનીની સાથે જ આ સ્કીમમાં સામેલ થઈ શકે છે.

કેવી રીતે કરી શકાશે ક્લેમ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં વીમા ધારક અનહોનિ થાય તો નોમિની ક્લેમ ફોર્મ મૃત્યુ પ્રમાણ પત્રની સાથે ભરીને તેને બેંકથી ક્લેમ કરી શકે છે. જ્યાં બેંક ખાતું હોય છે. તેની પર નોમિનીને 2 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.

જાણો શું છે સ્કીમના ફાયદા

કોઈ પણ મેડિકલ ટેસ્ટની જરૂર રહેતી નથી.v
18-50 વર્ષની ઉંમરની વચ્ચેની વ્યક્તિ લઈ શકે છે આ યોજનામાં ભાગ

પ્લાનને દર વર્ષે રિન્યૂ કરાવવો પડે છે. આ રકમ બેંક એકાઉન્ટથી ઈસીએસ ની મદદથી લેવામા આવે છે.

330 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમના આઘારે આ પોલિસી લેવાય છે.

image source

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના આધારે જે રકમ લેવાય છે તેમાં બેકના એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ પણ લાગે છે. આ સિવાય આ રકમમાં જીએસટી પણ લાગૂ કરાય છે

વીમા પોલિસી એક વર્ષ કે તેનાથી વધારે સમય માટે પણ પસંદ કરી શકાય છે.

ઈસીએસ હોવાથી બેંક પોતે એકાઉન્ટથી રૂપિયા કાપી લેશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

image source

આ યોજનામાં 2 લાખ રૂપિયાનો એક્સીડેન્ટલ ડેથ મળે છે. આ પોલિસી 1 વર્ષ માટે છે. ફરી રીન્યુ કરાવવા માટે પ્રીમિયમ આપવાનું રહે છે. આ સાથે વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે, આ પોલિસી કલર 1 જૂનથી 31 મે સુધીનું રહે છે. આ સિવાય અન્ય શરતો એક સરખી રહે છે.