દસ હજાર કરોડનો મહેલ છે ભારતનું ગૌરવ, એક રાતનું ભાડું છે 48 લાખ રૂપિયા

તમે ઘણી મોંઘી અને ભવ્ય હોટલ વિશે સાંભળ્યું હશે. આજે તમને રાજસ્થાનની રાજધાની જયપુરની રાજ પેલેસ હોટલ વિશે જણાવી દઈએ. રાજ પેલેસ હોટેલ એન્જ ભવ્યતા માટે આખી દુનિયામાં ચર્ચામાં છે. હવે એ હોટલમાં એક એવી સ્યુટ બનાવવામાં આવ્યો છે જેમાં એક દિવસ રોકવા માટે 48 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

હોટલમાં લગાવેલા છે સોનાના નળ.

image source

હોટલમાં સૌથી મોંઘા સ્યુટમાં ચાર એપાર્ટમેન્ટ છે. એના બેડરૂમમાં ચાંદીના બેડ છે. એટલુ જ નહીં એના બાથરૂમમાં ફરારી કંપની તરફથી બનાવવામાં આવેલ સોનાના ખાસ નળ લગાવવામાં આવ્યા છે. તો દીવાલો પર કરવામાં આવેલ ગોલ્ડ વર્ક એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. ખાસ વાત એ પણ છે આ હોટલનો એક પણ રૂમ એક જેવો નથી.

image source

એમાં ડાઇનિંગ એરિયાથી લઈને કિચન સુધી બધું પર્સનલાઈઝડ છે. પેલેસમાં પહોંચતા જ મહેમાનની શનમાં શાહી રુક્કેનું વંચાવવું, હાથી ઘોડા અને રેડ કાર્પેટ ટ્રીટમેન્ટથી મહેમાનને ખાસ હોવાનો અહેસાસ કરાવે છે. ખાસ મહેમાનગતિ માટે 25 મેમ્બરની ટીમ હાજર રહે છે. મેહમનોના સ્વાગત માટે સ્પેશિયલ શેમપેન બાથ આપવામાં આવે છે. આ હોટલનો એક પણ રૂમ એક જેવો નથી.

મળી ચુક્યો છે લિડિંગ હોટલનો ખિતાબ.

image source

આ હોટલને વર્ષ 2012માં દુનિયાના લિડિંગ બેસ્ટ હેરિટેજ હોટલનો એવોર્ડ મળી ચુક્યો છે. વર્ષ 2007માં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કારમાં પણ રાજ પેલેસ હોટલને સર્વશ્રેષ્ઠ વિરાસત હોટલનો પુરસ્કાર મળી ચુક્યો છે.

અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર કરી ચુક્યા છે શૂટિંગ.

image source

300 વર્ષ જુના આ હોટલમાં ભૂલભુલૈયા, બોલ બચ્ચન, ડર્ટી પોલિટિક્સ, લોફર, ગુલાલ અને કવિન્સ ધ ડેસ્ટિની ઓફ ડાન્સ જેવી ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા થયું છે. એટલું જ નહીં અહીંયા ટીવી સિરિયલ રતન કા સ્વયંવર અને ઝાંસી કી રાનીનું શૂટિંગ પણ થયું છે.

શુ છે અંદર.

image source

એની બનાવટ એવી છે કે એના દરેક રૂમમાં સૂર્યનો પ્રકાશ આવે છે. એમાં 200 વર્ષ જૂની ક્રિસ્ટલ ગેલેરી છે જેમાં જયપુરના મહારાજા અને મહારાણીઓના પ્રયોગમાં આવનારી વસ્તુઓનું કલેક્શન છે.જયપુરમાં જ્યારે રાજાઓનું શાસન હતું ત્યારે રાજ પરિવારના લોકો અહીંયા રોકાતા હતા. મહારાજા માન સિંહના દીકરા મોહન સિંહે ચોમુમાં જયપુરની પહેલી હવેલીનું નિર્માણ વર્ષ 1727માં કરાવ્યું હતું. જે આજે રાજ પેલેસમાં બદલાઈ ચુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!