દિલ્હીની શિક્ષિકાની નિસ્વાર્થ સેવાભાવના, વિદ્યાર્થીઓનું જીવન બદલી નાંખ્યું

લગભગ દોઢ વર્ષ પહેલાની વાત છે. કોરોના રોગચાળાને કારણે દેશભરમાં લોકડાઉન લાગૂ હતું અને શિક્ષણકામ ઓનલાઇન ચાલી રહ્યું હતું.

દિલ્હીની સરકારી સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે કામ કરતી ભારતી કોલેરા ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓની વધુ પડતી ગેરહાજરીથી દુખી હતી. ભાગ્યે જ 25% વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ લેતા. બાકીના ગેરહાજર જ રહેતા.

image source

સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના મોટાભાગના વાલીઓની આર્થિક હાલત ખરાબ હોવાના કારણે તેમના બાળકોને સ્માર્ટફોન કે એવા કોઈ પણ ગેજેટ્સ ખરીદી આપી શકે તેમ નથી અને તેથી વિદ્યાર્થીઓ વર્ગોમાં પણ જઈ શકતા નથી.

12 મા ધોરણમાં ભણતો એક બુદ્ધિશાળી છોકરો અને 10 મા ધોરણમાં ભણતી એની બેન ક્યારેય ઓનલાઈન ક્લાસમાં આવતા નહોતા, એટલે ભારતી કોલેરાએ છોકરાને તેને ખાસ મળવા બોલાવ્યો અને ક્લાસમાં ન આવવાનું કારણ પૂછ્યું. છોકરાએ કહ્યું, ‘મેડમ, હું ભણ્યા વગર રહી શકતો નથી, પણ જો મારી પાસે સ્માર્ટફોન ન હોય તો હું ક્લાસમાં કેવી રીતે આવી શકું. મારા પિતાનું પણ થોડા દિવસો પહેલા અવસાન થયું હતું, તેથી હું હવે મોબાઈલ ખરીદી શકવાની સ્થિતિમાં નથી, તેથી હું ઈચ્છું તો પણ ક્લાસમાં આવી શકતો નથી. ”

image source

ભારતી કોલેરા તેના વિદ્યાર્થીની હાલત વિશે સાંભળીને તે રાત્રે ઉંઘી પણ શકતી નહોતી. ઘણા વિદ્યાર્થીઓ હશે જે પારિવારિક પરિસ્થિતિને કારણે મોબાઈલ લઈ શકતા નથી અને ક્લાસ લઈ શકતા નથી! જો આવા વિદ્યાર્થીઓને મોબાઇલ મળે તો તેમનો અભ્યાસ ખોરવાય નહીં. ભારતી કોલેરાએ નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને બને તેટલા મોબાઈલ આપીને તે તેનો અટવાયેલો અભ્યાસ ચાલુ રાખશે.

image source

બીજા દિવસે તેણે પોતાની અંગત બચતમાંથી 8,500 રૂપિયાનો સારો સ્માર્ટફોન ખરીદ્યો અને વિદ્યાર્થીને આપ્યો જેથી એ અને એની બેન ઓનલાઇન વર્ગો લઇ શકે. કેટલાક અન્ય વિદ્યાર્થીઓને પણ મોબાઈલ આપવામાં આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી મોટી હતી કે એકલા હાથે તમામ જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. તેમણે પોતાની શાળાના ગરીબ વિદ્યાર્થીઓને મોબાઈલ આપવા માટે સોશિયલ મીડિયા દ્વારા એક અભિયાન શરૂ કર્યું. લોકો રોકડ દાન કરતા નથી પણ આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થી માટે મોબાઇલ ખરીદે છે.

દિલ્હીની શિક્ષકા ભારતી કોલેરાનું આ અભિયાન ઘણું સફળ ગયું. ઘણા લોકો અને સંસ્થાઓ આ અભિયાનમાં જોડાયા અને કુલ મળીને, તેઓએ શાળાના વિદ્યાર્થીઓને રૂ. 27 લાખથી વધુ કિંમતના 320 થી વધુ મોબાઈલનું દાન કર્યું. આનાથી વધુ એકવાર સાબિત થાય છે કે અશક્ય લાગતા કાર્યો પણ શુદ્ધ હૃદય અને નિ સ્વાર્થતાથી પૂર્ણ કરી શકાય છે

 

શૈલેશ સગપરીયા