આ રીતે ફ્રીમાં મળશે તમને LPG રસોઈ ગેસ કનેકશન, જાણી લો યોજનાની પ્રોસેસ અને ફાયદા

દેશમાં આજે પણ ગરીબ લોકોને એલપીજી સિલિન્ડર ખૂબ મુશ્કેલીથી મળે છે. ઘણા લોકો ઉજ્જવલા યોજનો લાભ પહેલા ચરણમાં લઈ શક્યા નથી. તેવા લોકો માટે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરી છે. આ યોજના લોન્ચ થયા પહેલાની સ્થિતિની વાત કરીએ તો ગરીબી રેખા હેઠળ આવતા લોકોની સ્થિતિ ખરાબ હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકોની સ્થિતિ વધુ વિકટ હતી. અહીં ગેસના અભાવના લીધે સ્ત્રીઓને રસોઈ માટે ચુલા, સગડી, પ્રાઈમસનો ઉપયોગ કરવો પડતો. આવી વસ્તુઓની તેમના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થતી હોય છે. આવી સ્થિતિમાંથી મહિલાઓને મુક્ત કરવા માટે ઉજ્જવલા યોજનાની શરુઆત કરવામાં આવી હતી. આ યોજનાના પહેલા ચરણને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ યોજનાનું બીજી ચરણ આજે શરુ થયું છે

image source

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તર પ્રદેશના મહોબાથી એલપીજી કનેકશન આપતી ઉજ્જવલા યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને પહેલું રિફિલ અને હોટપ્લેટ પણ ફ્રીમાં આપવામાં આવશે. આ સાથે જ લાભાર્થી માટે નામાંકન પ્રક્રિયા પણ ન્યૂનતમ કાગઝી કાર્યવાહી દ્વારા કરવામાં આવશે. ઉજ્જલા 2.0માં પ્રવાસી રાશન કાર્ડ ધારકોને અથવા તો નિવાસ પ્રમાણ પત્ર જમા કરાવવાની જરૂર પડશે નહીં. ઉજ્જવલા 2.0 એલપીજી હેઠળ ઘણી રાહતો આપવામાં આવી છે જેના કારણે વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે.

image source

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને જીવનયાપન કરવા માટે ઘરેલુ રસોઈ ગેસ એટલે કે એલપીજી કનેકશન પુરા પાડે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૈસ મંત્રાલયના સહયોગથી આ યોજના ચલાવવામાં આવે છે.

image source

નાણાકીય ભારણ હળવું કરવા સરકાર ચુલા અને પહેલા ભરેલા સિલિન્ડરની કિંમત પર માસિક હપ્તા ભરવાની પણ છૂટ આપે છે. ખાસ કરીને ગ્રામીણ ભારતી મહિલાઓને આ યોજનાથી સશક્ત કરવામાં મદદ મળે છે.

image source

આ યોજના વર્ષ 2016થી ચાલે છે અને અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોને તેનો લાભ મળી ચુક્યો છે. આ યોજના હેઠળ બીપીએલ પરિવારોને એક એલપીજી કેનેકશન માટે 1600 રૂપિયાની આર્થિક સહાયતા મળે છે. 1600 રૂપિયા પ્રતિ કનેકશનની કિંમતમાં સિલિન્ડર, પ્રેશર રેગ્યુલેટર, સેફ્ટી હાઉસ સહિતનો સમાવેશ થાય છે જે ખર્ચ સરકાર ઉઠાવે છે. આ સિવાય ગ્રાહકે માત્ર ચુલો ખરીદવાનો હોય છે.

image source

આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ બીપીએલ પરિવારની મહિલા અરજી કરી શકે છે. તેના માટે નો યોર કસ્ટમર એટલે કે કેવાયસી ફોર્મ તે વ્યક્તિએ નજીકના એલપીજી કેન્દ્રમાં જમા કરાવવાનું હોય છે. આ સાથે જ જન ધન બેન્ક અકાઉન્ટના નંબર, આધાર નંબર, ઘરના બધાજ લોકોના અકાઉંટ નંબર, ઘરના એડ્રેસની જરૂર પડે છે. આ સાથે જ ગ્રાહકે જાણકારી આપવાની હોય છે કે તેને 14.2 કિલોનું સિલિન્ડર જોઈએ છે કે પછી 5 કિલોનું નાનું સિલિન્ડર જોઈએ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજાની વેબસાઈટ પરથી તેના ફોર્મ ડાઉનલોડ પણ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!