ટુંક સમયમાં આવી રહ્યો છે એવી નિયમ કે લોકોને થશે સૌથી વધુ અસર

આપણા દેશ અને રાજ્યમાં વધતાં પ્લાસ્ટિકના ઉપયોગના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેવામાં પ્રકૃતિ પ્રેમીઓ અને નિષ્ણાંતો પણ જણાવે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો ખૂબ જરૂરી છે નહીં તો આવનારા સમયમાં ભયંકર પરિણામો જોવા પડી શકે છે. આ પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે ટુંક સમયમાં અમલમાં મુકાઈ જશે.

image source

આ નિર્ણય છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાનો. આ વખતે માત્ર વાત નહીં પરંતુ પ્લાનિંગ છે કે આગામી સપ્ટેમ્બર માસથી જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવે. કેન્દ્ર સરકારની વિચારણા છે કે આ મહત્વના નિર્ણયને ઝડપથી અમલમાં મુકી દેવામાં આવે. જો આ અંગે સરકાર આક્રમક રહેશે તો સપ્ટેમ્બરથી જ આ પ્રતિબંધ અમલમાં આવી જશે.

image source

સપ્ટેમ્બરથી પ્લાસ્ટિક પર રોક લાગ્યા બાદ નવા નિયમો પણ આવી શકે છે. હાલ સરકારની વિચારાણા છે કે 75 માઈક્રોન્સથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે. આ સાથે જ પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પણ પ્રતિબંધિત મુકવામાં આવી શકે છે. આ સિવાય સરકાર વિચારી રહી છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતાં લોકો સામે પણ પગલા લેવામાં આવશે.

image source

જો કે આ નિયમથી સામાન્ય લોકોના જીવન પર સૌથી વધુ અસર થશે. પ્લાસ્ટિકની થેલીથી લઈ યુઝ એન્ડ થ્રો તરીકે વપરાતી પ્લાસ્ટિકની વસ્તુઓ લોકોના રોજીંદા જીવનનો પણ ભાગ બની ચુકી છે. તેવામાં સરકાર જો આ નિર્ણય લેશે તો લોકોને પણ તેમની આદતો બદલવી પડશે. હાલ તો સ્થિતિ એવી છે કે લોકો બજારમાં ખરીદી કરવા જાય ત્યારે એવી જ આશા રાખે છે કે તેમને થેલી મળી જ જવાની છે. તેવામાં આ નિયમથી લોકોને આ આદત સૌથી પહેલા બદલવી પડશે.

image source

પ્લાસ્ટિકની વસ્તુઓ લોકોના દૈનિક જીવનનો એક ભાગ બની ચુકી છે. તેવામાં દેશમાં આગામી 1 જુલાઈથી 2022થી તો સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનતા સામાન પર પણ સંપૂર્ણ રોક લાગી જશે. આવી વસ્તુઓનો સ્ટોક રાખવા અને વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મુકાશે. તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે તે જાણીને તમને પણ આંચકો લાગી શકે છે.

આ વસ્તુઓ પર મુકાશે પ્રતિબંધ

image source

એર બડ્સ અને પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક અને આઈસ્ક્રીમ સ્ટિક, થર્મોકોલ, ઘરમાં ઉપયોગમાં લેવાતા પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી, છરી જેવી પ્લાસ્ટિકની વસ્તુ, પ્લાસ્ટિકના મિઠાઈના ડબ્બા, કોઈપણ પેકેટ પર લગાવેલું પ્લાસ્ટિક

વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર 2022 સુધી દેશમાં દરેક પ્રકારના સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેશે.