નિરોગી શરીર માટે રોજ આ રીતે પીઓ ગરમ પાણી, 1 નહીં થશે 14 મોટા ફાયદા

જો તમે તમારી હેલ્થ માટે સજાગ છો તો તમારે ખાસ કરીને અત્યારે કોરોના મહામારીમાં ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. ગરમ પાણી અનેક રોગને દૂર કરે છે સાથે તમારું મેટાબોલિઝમ પણ સારું રાખે છે. આજે જાણો ક્યારે અને કેવી રીતે આ ગરમ પાણી પીશો તો તમને કઈ તકલીફોમાં રાહત મળશે.

image source

ગરમ પાણી પીવાથી ઉધરસ અને શરદી સંબંધી રોગ દૂર થાય છે.

અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.

image source

ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.

ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.

ત્વચાની બીમારીથી પરેશાન હોવ તો ગરમ પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર ચમક આવી જશે.

image source

શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી છે.

સવારે ખાલી પેટ અને રાતે જમ્યા બાદ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે જના કારણે કબજિયાત અને એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે.

ખાલી પેટ ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.

image source

ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે.

તાવ આવ્યો હોય ત્યારે પણ તરસ લાગી હોય ત્યારે ગરમ પાણી પીવું ફાયદાકારક છે.

પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે.

નાજુક કાયા માંગતા હોય તો રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવી પીવાથી બોડી સ્લીમ થઈ જશે.

સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.

image source

જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.