કંસે મારેલી દેવકીની 6 સંતાન કોણ હતી જાણો છો તમે?

કંસએ મારેલી દેવકીની 6 સંતાન કોણ હતી, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ કથા

ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથોમાં અનેક એવી કથા મળે છે જેના દ્વારા કૃષ્ણ ભગવાનની લીલા વિશે જાણી શકાય છે. શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન અનેક અદ્ભુત પ્રસંગોથી ભરેલું છે. શ્રીકૃષ્ણના જન્મ બાદ તેમણે કરેલી લીલાઓ વિશે તો સૌ કોઈએ જાણ્યું હશે પરંતુ આજે તમને શ્રીકૃષ્ણના જન્મ પહેલા થયેલી રોચક કથા વિશે જાણવા મળશે.

શ્રીકૃષ્ણનો જન્મ થયો તે પહેલા તેમના ભાઈઓનો જન્મ થયો હતો. જી હાં શ્રીકૃષ્ણ દેવકી અને વાસુદેવના ઘરે આઠમા સંતાન તરીકે જન્મ્યા હતા. તેમની પહેલા માતા દેવકીએ અન્ય 6 સંતાનોને જન્મ આપ્યો હતો. આ સંતાનોને જન્મ સાથે જ કંસએ મારી નાખ્યા હતા. તો ચાલો આજે તમને જણાવીએ કે દેવકી માતાએ જે 6 સંતાનને જન્મ આપ્યો હતો તે કોણ હતા.

image source

કંસ દેવકીજીનો ભાઈ હતો અને તેણે મૃત્યુના ભયના કારણે પોતાની સગી બહેન અને જીજાજીને જેલમાં કેદ કર્યા હતા અને તેમના આઠ સંતાન અને તેમને પણ મારી નાખવાનું પ્રણ કર્યું હતું. પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી હોતા કે કંશએ જે 6 સંતાનોને મારી હતી તે કોણ હતી.

દ્વાપર યુગમાં જ્યારે કંસ મથુરાનો રાજા હતો ત્યારે કહેવાય છે કે કંસ નિરંકુશ તેમજ પાષાણ હૃદય નરેશ કહેવાતો. ધાર્મિક કથાઓ અનુસાર કંસને તેની બહેન દેવકી ખૂબ પ્રિય હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે દેવકીની આઠમી સંતાન તેનો વધ કરશે તો તુરંત તેણે તેની બહેનને બંદી બનાવી લીધી અને એક પછી એક દેવકીના સંતાનોને મારતો રહ્યો.

કોણ હતી દેવકીની 6 સંતાન

image source

શાસ્ત્રો અનુસાર બ્રહ્મલોકમાં સ્મર, ઉદ્રીથ, પરિશ્વંગ, પતંગ, ક્ષુદ્રમૃત તેમજ ધૃણી નામના 6 દેવતા હતા. જે બ્રહ્માજીના કૃપા પાત્ર હતા. કથાઓ અનુસાર તેના પર સદૈવ બ્રહ્માજીની કૃપા અને સ્નેહ દ્રષ્ટિ રહેતી. તેમણે કરેલી ભુલ પણ બ્રહ્માજી માફ કરી દેતા. જેના કારણે તેમને અભિમાન થઈ ગયું. તેમને લાગવા લાગ્યું કે તેમની સામે કોઈ કંઈ છે જ નહીં. આ દરમિયાન તેમણે એક દિવસ બ્રહ્માજીનો પણ અનાદર કરી દીધો.

image source

તેના કારણે બ્રહ્માજીને તેમના પર ક્રોધ આવ્યો અને આવેશમાં તેમણે તેમને પૃથ્વી પર દૈત્ય વંશમાં જન્મનો શ્રાપ આપ્યો. પરંતુ શ્રાપ મળ્યા પછી તેમને પોતાની ભુલનું ભાન થયું અને તેમણે બ્રહ્માજીની ક્ષમા માંગી. બ્રહ્માજીને તેના પર દયા આવી અને તેમણે પોતાના શ્રાપમાં ફેરફાર કર્યો. બ્રહ્માજીએ કહ્યું કે તેઓ દૈત્ય વંશમાં જન્મ તો લેવો જ પડશે પરંતુ તેમનું જ્ઞાન યથાવત રહેશે.

image source

આ શ્રાપના કારણે 6 દેવતાઓએ રાક્ષસવંશ હિરણ્યકશ્યપના ઘરએ જન્મ લીધો. પરંતુ પૂર્વ જન્મના જ્ઞાનના કારણે તેમણે કોઈ ખરાબ કામ કર્યું નહીં. બ્રહ્માજીનું તપ કરતાં રહ્યા તેના કારણે બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યું. આ 6 દેવતાઓએ દૈત્ય યોનિના પ્રભાવથી તેમણે વરદાન માંગ્યું કે તેમનું મોત ન દેવોના હાથે થાય ન રાક્ષસના હાથે..

બ્રહ્માજીએ તેમનું વરદાન માન્ય રાખ્યું. આ જન્મ બાદ તેમનો જન્મ દેવકીના ગર્ભથી થયો અને કંસના હાથે મૃત્યુ થયા બાદ તેઓ પરલોકમાં સ્થાયી થયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,