અહીં છે બેલેન્સ ચેક કરવાની ડાયરેક્ટ લિંક, ખેડૂતો ચેક કરી લો આજે તમારું કિસાન યોજનાનું બેલેન્સ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો વધુ એક હપ્તો આજે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે. વડાપ્રધાન મોદી આજે 9.75 કરોડ ખેડૂત પરિવારોને આ ભેટ આપવા જઈ રહ્યા છે. આજે કુલ મળીને 19500 કરોડ રૂપિયાની રકમ દેશના ખેડૂતોના ખાતામાં જમા થશે. આ સાથે જ પીએમ ખેડૂતોની સાથે વાતચીત પણ કરશે. આ તકે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ વીડિયો કોન્ફરન્સમાં જોડાશે.

image soucre

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ભારત સરકારની યોજના છે. જે અંતર્ગત ધન રાશિ ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારની શ્રેણી બનાવવામાં આવી છે. ખેડૂતોએ પોતાનું સ્ટેટસ પીએમ કિસાન ઓનલાઈન પોર્ટલ www.pmkisan.gov.in પર કે પછી મોબાઈલ એપ વડે ચેક કરવાનું રહેશે. આ પહેલા પીએમ મોદીએ ગત 14 મેના રોજ વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ યોજનાનો 8મો હપ્તો ખેડૂતોને આપ્યો હતો. હવે આજે નવમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે.

કેવી રીતે કરવું બેલેન્સ ચેક ?

image soucre

સૌથી પહેલા આધિકારિક વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું. ત્યાં હોમપેજ પર કિસાન કોર્નર સેક્શન જોવા મળશે. તેમાં લાભાર્થીની સ્થિતિ તેવો વિકલ્પ હશે તેને પસંદ કરો. અહીંથી લાભાર્થી પોતાના આવેદનની સ્થિતિ જાણી શકે છે. યાદીમાં ખેડૂતનું નામ અને તેના બેંક ખાતામાં જમા કરેલી હશે.

હવે તમારો આધાર નંબર અથવા તો અકાઉંટ નંબર કે મોબાઈલ નંબર તેમાં ઉમેરો. ત્યારબાદ ડેટા પ્રાપ્ત કરવાના વિકલ્પને પસંદ કરો.

image soucre

પીએમ કિસાન લાભાર્થીની યાદી આ રીતે ચેક કરો

  • કિસાન મંચ પર જવું
  • લાભાર્થીની યાદી પર ક્લિક કરો
  • પોતાનું રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો
  • રિપોર્ટ મેળવવા પર ક્લિક કરો.
image soucre

આ અંગે મળતી જાણકારી અનુસાર પીએમ મોદી સોમવારે 9.75 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાંસફર કરશે. પીએમ યોજના હેઠળ ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ 6000 રૂપિયા આપવામાં આવે છે. આ ધનરાશિ દર 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

image soucre

સામાન્ય રીતે તેનો પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે ટ્રાંસફર થઈ જાય છે. પીએમ કિસાન યોજના વડે અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. ખેડૂત પરિવાર આ યાદીમાં તેમનું નામ ઉમેરાવી પણ શકે છે.