આ છે વિશ્વની સૌથી મોંઘામા મોંઘી દ્રાક્ષ, ભાવ જાણીને તમે પણ રહી જશો દંગ, વાંચો આ લેખ અને જાણો…

મિત્રો, ફળોમા દ્રાક્ષ એ એક એવી વસ્તુ છે કે, જે દરેક વ્યક્તિને ખાવી ગમે છે. અમુક લોકો તેને ફ્રૂટ ચાટમાં મિક્સ કરીને ખાવાનુ પસંદ કરે છે તો અમુક લોકોને તેનો રસ ખાવો ખૂબ જ પસંદ હોય છે. આખા વિશ્વમા અનેકવિધ પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે પરંતુ, કાળી અને લીલી રંગની દ્રાક્ષ મુખ્યત્વે ભારતમા વધુ પડતી જોવા મળે છે. બજારમા તે ખુબ જ નજીવી કિંમતે મળી રહે છે. પરંતુ, આજે આ લેખમા અમે તમને દ્રાક્ષની એક વિશેષ જાત “રૂબી રોમન” વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

image soucre

સુત્રો તરફથી મળતા સમાચાર અનુસાર આ વિશ્વ પ્રખ્યાત દ્રાક્ષનું મુલ્ય લાખોમા છે. તેના ભાવ સાંભળીને જ તમે આશ્ચર્યચકિત થઈ જશો. તેને દ્રાક્ષની પ્રજાતિમા “રોલ્સ રોયલ” માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં તેના માટે જાપાનમાં સૌથી ઉંચી બોલી લગાવવામાં આવી હતી. આ દ્રાક્ષ રસ અને સુગરથી સમૃદ્ધ હોય છે, જે તેને અન્ય જાતો કરતા વધુ સારી બનાવે છે.

image soucre

તમને જણાવી દઈએ કે, રૂબી રોમન દ્રાક્ષના દર વર્ષે ૨૪૦૦ ગુચ્છો ઉગાડવામા આવે છે. દરેક રૂબી રોમન દ્રાક્ષની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની ચકાસણી કરવામા આવે છે. દરેક દ્રાક્ષને ગુણવત્તાની ચકાસણી બાદ જ સર્ટીફીકેશન સીલ આપવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેનું કદ પિંગ પોંગ બોલ જેવડુ છે.

image soucre

હાલ પ્રવર્તમાન સમયમા જાપાની લક્ઝરી ફળોની બજારમા “રૂબી રોમન” દ્રાક્ષની માંગ ખુબ જ વધારે પડતી છે. આ દ્રાક્ષ બજારમા વહેંચવામા આવતી નથી પરંતુ, તેના માટે બોલી લગાવવામાં આવે છે. આ બિડમા જે કોઈપણ વ્યક્તિ સૌથી વધુ રકમ લગાવે તે તેને ઘરે લઈ જાય છે.

image soucre

આ દ્રાક્ષ વર્ષ ૨૦૦૮ મા જાપાન દ્વારા રજૂ કરવામાં આવી હતી. જાપાનના ઇશિકાવામા તે ઉગાડવામા આવ્યુ હતુ. તે જ સમયે ખેડૂતોએ દ્રાક્ષની આ પ્રજાતિ વિકસાવવા માટે પ્રિફેક્ચરલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટરને અપીલ કરી. સંશોધન કેન્દ્રએ લગભગ બે વર્ષ સુધી ૪૦૦ દ્રાક્ષનો વેલા પર પ્રયોગ કર્યો.

image soucre

૪૦૦ દ્રાક્ષના વેલામાંથી ફક્ત ચાર જ લાલ દ્રાક્ષનુ ઉત્પાદન થાય છે. આ ચાર દ્રાક્ષમાંથી એક જ જાત એવી હતી કે, જેણે ખેડૂતોના દિલ જીતી લીધા. આ દ્રાક્ષને ‘ઈશિકાવાના ખજાના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખેતી દરમિયાન દ્રાક્ષના કદ, સ્વાદ અને રંગની વિશેષ કાળજી રાખવામાં આવે છે.

image soucre

આ ચોક્કસ જાતિના એક દ્રાક્ષનુ વજન અંદાજે ૨૦ ગ્રામ જેટલું હોય છે. આ દ્રાક્ષના એક જુમખામા અંદાજે ૨૪ જેટલી દ્રાક્ષ આવેલી હોય છે. આ દ્રાક્ષના એક જુમખાનુ મુલ્ય વર્ષ ૨૦૧૯મા ૧૨ લાખ યેન એટલે કે લગભગ સાત લાખ પંચાવન હજાર રૂપિયા હતુ.

image soucre

આનો અર્થ એ થયો કે, આ એક દ્રાક્ષની કિંમત આશરે ૩૫,૦૦૦ રૂપિયા છે. આ દ્રાક્ષનો એક દાણો તમારો આખો પગાર ખર્ચી શકે છે. જાપાનમા એક જ આવો અવનવો કિસ્સો બન્યો એવું નથી પરંતુ, અહી મિયાઝા કેરીનો ભાવ પણ ૨.૭૦ લાખ રૂપિયા પ્રતિ કિલો છે.