PHOTOS: આ ચાર ક્રિકેટરોની છે ખૂબ જ સુંદર દીકરીઓ, હોટનેસ મામલે બોલિવૂડની હિરોઈન પણ પાણી ભરે
ભારતમાં ક્રિકેટર્સ પણ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. રમત ઉપરાંત પોતાના નિજી જીવનને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ લોકપ્રિયતા મામલે મોટા મોટા એક્ટર્સને પણ ટક્કર આપે છે. એવી જ રીતે ક્રિકેટર્સની સુંદર દીકરીઓ પણ પોપ્યુલારિટી અને સુંદરતા મામલે કોઈ હિરોઈનથી કમ નથી, આઓ જાણીએ આ ચાર એવા ક્રિકેટર્સની દીકરીઓ સુંદરતામાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
સોહા અલી ખાન
સોહા અલી ખાન બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન અને ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને કેપ્ટન મન્સૂર અલી ખાનની પુત્રી છે. તે બોલીવુડ અભિનેત્રી પણ છે. સોહા પણ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સોહાની બહેન સબા અલી ખાન પણ ખૂબ જ સુંદર છે, પરંતુ સબા બોલિવૂડ અને લાઇમલાઇટથી દૂર રહે છે.
રાબિયા
ભારતના પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રાબિયા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તેણે પોતાનો અભ્યાસ સિંગાપોરથી કર્યો હતો. ફેશન ડિઝાઈનર હોવાના નાતે રાબિયા ફોટોશૂટ કરાવતી રહે છે અને સોશિયલ મીડિયા પર શેર પણ કરતી રહે છે.
સારા તેંડુલકર
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની પુત્રી સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણીનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ થયો હતો અને તે હવે લગભગ 24 વર્ષની છે. સારાએ હાલમાં જ મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી છે. સારા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ તેમાં જોઈ શકાય છે. સારાએ લંડન યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
સના ગાંગુલી
બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીનો જન્મ 3 નવેમ્બર, 2001ના રોજ થયો હતો. સના એક પ્રશિક્ષિત ઓડિસી ડાન્સર છે. તે તાજેતરમાં ઘણી ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી છે. સના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.