પ્રિયંકા અને નિક જોનસે જ્યાં કર્યા હતા લગ્ન તે મહેલમાં થશે રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્ન

રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં ફરીએકવાર લગ્નની શરણાય ગુંજવા જઈ રહી છે. આ પહેલા આ મહેલમાં પ્રિંયકા ચોપડા અને નિક જોનસે શાહી ઠાઠમાઠથી લગ્ન કર્યા હતા અને હવે આ પેલેસમાં ફરીથી લગ્ન થવા જઈ રહ્યા છે. આ લગ્ન કોઈ બોલિવૂડના સ્ટાર કે કોઈ મોટી હસ્તીના નથી પરંતુ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિના દીકરાના હશે. જી હાં ફિલ્મી સ્ટાર જે અંદાજમાં લગ્ન કરતા હોય છે તેવા ઠાઠમાઠ સાથેના લગ્નનું આયોજન રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ તેમના દીકરા માટે કર્યું છે.

image soucre

આ લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના દીકરાના લગ્ન મોરબીના ઉદ્યોગપતિની દીકરી સાથે થવાના છે. આ માટે બંને પરિવારે જોધપુરના ઉમેદભવન પેલેસને પસંદ કર્યો છે. 14, 15 અને 16 નવેમ્બરના રોજ આ પેલેસને રાજકોટના ઉદ્યોગપતિએ બુક કરાવ્યો છે. હવે જે લગ્ન થવાના હોય ઉમેદભવનમાં જ્યારે એક રુમનું ભાડુ 6થી 7 લાખ રૂપિયા છે તો પછી જાન પણ એવા જ ઠાઠથી જવાની હોય તે સ્વાભાવિક છે. તો જણાવી દઈએ કે રાજકોટથી જાન જોધપુર કાર કે બસમાં નહીં પણ ચાર્ટડ પ્લેનમાં જવાની છે.

રાજકોટના ઉદ્યોગપતિએ દીકરાના લગ્નમાં કોઈ કસર છોડી ન હોય તેમ ઉમેદભવન પેલેસ ખાતે 3 દિવસમાં વિવિધ વિધિ અને ખાસ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં પહેલા દિવસે ભગવાન દ્વારકાધીશની આરતી સહિત મહેંદીની વિધિ થશે. આ દિવસે રાત્રે જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પર્ફોમન્સ આપશે. આ સિવાય 15મીના રાત્રે બોલિવૂડ નાઈટમાં સચિન-જીગર ધૂમ મચાવશે અને 16મી તારીખે લગ્ન સમારંભનું આયોજન થશે.

image soucre

જાણવા મળતી માહિતી અનુસાર આ લગ્ન માટે ઉમેદભવન પેલેસને આખો બુક કરવામાં આવ્યો છે. અહીં 300 જેટલા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. લગ્ન દરમિયાન જે થાળી મહેમાનોને પીરસવામાં આવશે તેની કીંમત 18,000 રૂપિયા હોવાનું જાણવા મળેલ છે.

image soucre

ઉમેદભવન પેલેસ ભારતની સૌથી મોંઘી હોટેલમાંથી એક પણ ગણાય છે. અહીં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન થયા હતા. આ પેલેસમાં કેટલીક ખાસ કેટેગરીમાં રુમનું ભાડુ લાખો રુપિયા છે. ઉમેદભવન પેલેસમાં 300થી વધુ રુમ છે. અહીં જોધપુરનો રાજ પરિવાર રહે પણ છે. આ પેલેસમાં 15 બગીચા છે મહેલ 3.5 એકરના વિસ્તારમાં બંધાયેલો છે.