જાણો આ ભારતીય વ્યક્તિએ એવુ તો શું કામ કર્યુ કે જેના કારણે જાપાનના લોકો આજે પણ તેમને આપે છે જોરદાર સન્માન અને પૂજે છે ભગવાનની જેમ

રાધાબીનોદ પાલ કદાચ આ નામ તમે પહેલીવાર સાંભળ્યું હશે. અને તમે એક જ નહિ પણ એવા અનેક ભારતીયો હશે જેઓ આ વ્યક્તિને ઓળખતા નથી કે તેના વિષે જાણતા નથી.

image source

પરંતુ આ એવા ભારતીય વ્યક્તિ છે જેને જાપાનના લોકો ઓળખે છે અને ફક્ત ઓળખતા જ નથી પરંતુ તેમને સમ્માન પણ આપે છે.

27 જાન્યુઆરી 1886 માં તત્કાલીન બંગાળ પ્રાંતમાં જન્મેલા રાધાબીનોદ પાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રથમ ભારતીય કાયદાશાસ્ત્રી અને ન્યાયાધીશ હતા. તેઓએ કોલકાત્તાની પ્રેસિડેન્સી કોલેજ અને કોલકાત્તા યુનિવર્સીટી ખાતે કાયદાનો અભ્યાસ કર્યો હતો.

image source

ત્યારબાદ 1923 થી 1936 આ જ યુનિવર્સીટીમાં પ્રોફેસર પણ રહ્યા હતા.વર્ષ 1941 માં તેમને કોલકાત્તા હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેઓ અંગ્રેજોના સલાહકાર પણ રહ્યા હતા.

રાધાબીનોદ પાલ બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધો સામે કરાયેલા આંતરરાષ્ટ્રીય કેસ ” ટોક્યો ટ્રાયલ્સ ” માં ભારતીય જજ બન્યા હતા. તેમને બ્રિટિશ સરકારે ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા.

image source

કુલ 11 જજોમાં તેઓ એકમાત્ર જજ હતા જેમણે એવો નિર્ણય આપ્યો હતો કે તમામ યુદ્ધ અપરાધીઓ નિર્દોષ છે. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ અપરાધીઓમાં આરોપી તરીકે જાપાનના તે સમયના પ્રધામંત્રી હિદેકી તોજો સહીત 20 અન્ય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ શામેલ હતા.

image source

ન્યાયાધીશ રાધાબીનોદ પાલે પોતાના ફેંસલામાં લખ્યું કે કોઈપણ ઘટના ઘટ્યા બાદ તેના વિષે કાયદો બનાવવો વ્યાજબી નથી. આ માટે તેઓએ યુદ્ધબંદીઓ પર કેસ ચલાવવાની યુદ્ધમાં વિજેતા થયેલા દેશોની જીદને જબરદસ્તી ગણાવી હતી અને તમામ યુદ્ધબંદીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

image source

જયારે અન્ય જજોએ આ કેસમાં યુદ્ધબંદીઓને મૃત્યુદંડની સજાનો નિર્ણય કર્યો હતો. આ જ કારણ છે કે જાપાનના લોકો આજે પણ તેઓને મરણપર્યંત એટલું જ સન્માન આપે છે અને આદર સાથે યાદ કરે છે.

નોંધનીય છે કે વર્ષ 2007 માં જાપાનના પ્રધાનમંત્રી શિંજો આંબે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે રાધાબીનોદ પાલના પુત્ર સાથે કોલકાત્તામાં મુલાકાત કરી હતી અને તસ્વીરોની આપ-લે પણ કરી હતી.

image source

અસલમાં તે સમયના યુદ્ધબંદીઓમાં શિંજો આંબેના નાના નોબુસુકે કીશી પણ શામેલ હતા જેઓ બાદમાં જાપાનના પ્રધાનમંત્રી પણ બન્યા હતા.