નહીં જાણતા હોવ રસોઈમાં રહેતી આ ચીજના સ્વાસ્થ્ય લાભ, જાણીને આજથી જ ખાવાનું કરો શરૂ

કહેવાય છે ને કે જરૂરિયાતથી વધારે ખાવાનું ખાવું હેલ્થ માટે નુકસાન કરે છે. આ વાત ટામેટા પર પણ લાગૂ પડે છે. શાક, સૂપ કે સલાડ હોય દરેક ચીજમાં ટામેટા મિક્સ કરી શકાય છે. તેના અનેક ફાયદા છે. તેનું થોડું પ્રમાણ વધી જાય તો નુકસાન પણ થઈ શકે છે.

પેટ ખરાબ થવું

image source

ટામેટા ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને સાથે વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેની નકારાત્મક અસર થાય છે. જે લોકોને ઈરિટેબલ બોએલ સિન્ડ્રોમની સમસ્યા છે તેઓ થોડા ટામેટાથી પણ પેટ ફૂલવાની સમસ્યાનો શિકાર બને છે.આ સિવાય ટામેટાના વધારે સેવનથી ડાયરિયા થઈ શકે છે.

એસિડ રિફ્લ્ક્સ

image source

ટામેટામાં વધારે એસિડ હોય છે. જો તમે એસિડ રિફ્લ્ક્સ કે છાતીમાં બળતરાની ફરિયાદ ધરાવો છો તો તમે ઓછા પ્રમાણમાં ટામેટાનું સેવન કરો. ટામેટા તમારા પેટમાં એસિડ બનાવે છે. જેના કારણે પાચનની તકલીફ આવી શકે છે.

કિડનીમાં સ્ટોનની સમસ્યા

image source

ટામેટામાં ભરપૂર પોટેશિયમ હોય છે. જે લોકોને કિડનીની તકલીફ છે તેઓને ડોક્ટર ટામેટા ન ખાવાની સલાહ આપે છે. ટામેટામાં ઓક્સલેટ હોય છે જે કિડની સ્ટોન બનાવવાનું કામ કરે છે. તમે પહેલાથી કિડની સ્ટોન ધરાવો છો તો ડોક્ટરની સલાહ અનુસાર ટામેટાનું સેવન કરો તે જરૂરી છે.

બ્લડ પ્રેશરની તકલીફ

image source

કાચા ટામેટામાં સોડિયમ વધારે હોય છે અને તે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે. જો તમે જબ્બામાં બંધ ટામેટા કે સૂપનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે નુકસાન કરનારા હોઈ શકે છે. તેમાં વધારે પ્રમાણમાં સોડિયમનો ઉપયોગ કરાય છે. સાથે તે તમારા બીપીને વધારવાનું કામ કરે છે.

એલર્જીની સમસ્યા

image source

જે લોકોને હિસ્ટામિન કમ્પાઉન્ડથી તકલીફ છે તેઓને ટામેટાની એલર્જી રિએક્શન થઈ શકે છે. તેના કારણે એક્ઝિમા, રેશિઝ, ખંજવાળ, ગળામાં ખરાશ, ચહેરા પર સોજાની સમસ્યા આવી શકે છે. જેઓને ટામેટાથી એલર્જી છે તેઓએ વધારે ટામેટા લીધા તો તેમને શ્વાસ લેવામાં તકલીફ રહી શકે છે.

યૂરિન ટ્રેક્ટ ઈન્ફેક્શન

ટામેટામાં વધારે એસિડ હોય છે અને વધારે પ્રમાણમાં તેને ખાવાથી બ્લેડરમાં બળતરા થાય છે. તમે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સમસ્યા છે તો ટામેટાની વધારે માત્રા તમારી સમસ્યાને વધારી શકે છે.

image source

માંસપેશીઓમાં દર્દ

ટામેટામાં મળનારા હિસ્ટામીન કમ્પાઉન્ડથી સાંધામાં દર્દ અને સોજાની સમસ્યા થઈ શકે છે. ટામેટામાં મળનારા સોલનિનના કારણે ઈન્ફેમેશનની તકલીફ થઈ શકે છે. ટામેટાનું વધારે પ્રમાણ ગઠિયા અને માંસપેશીના દર્દને પણ વધારે છે.

માઈગ્રેનનું દર્દ

image source

એક રિપોર્ટ અનુસાર ટામેટાનું વધારે સેવન માઈગ્રેનના દર્દને વધારે છે. ખાનપાનમાં ફેરફાર કરીને માઈગ્રેનને 40 ટકા સુધી નિયંત્રિત કરી શકાય છે જો તમે માઈગ્રેનના પેશન્ટ છો તો તમારે ટામેટાનો ઉપયોગ પ્રમાણસર જ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત