ડિવોર્સ પછી ઋષિકેશમાં સમય પસાર કરતી દેખાઈ એક્ટ્રેસ સામંથા પ્રભુ, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ કામમાંથી બ્રેક લઈને રજાઓ વિતાવવા માટે ઉત્તરાખંડમાં ઋષિકેશ પહોંચી છે. એ દરમિયાન એક્ટ્રેસે અમુક ફોટા શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

image soucre

હોટલના સ્વિમિંગ પુલથી લઈને વાંદરા, વૃક્ષ, કૂતરા, રસ્કિન બોન્ડ અને ઘણી એવી જાણકારીઓના ફોટા શેર કર્યા છે જે ફેન્સને એ આપવા માંગે છે. પહાડોની વચ્ચે એ થોડો મી ટાઈમ એન્જોય કરી રહી છે.એમની આ ટ્રીપ દરમિયાન સામંથા શ્રી સ્વામી પુરુષોત્તમ નંદ જી મહારાજ વશિષ્ઠ આશ્રમ પણ પહોંચી. અહીંયા એમને આશ્રમના ફોટાની સાથે લાગેલું બોર્ડ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું. આ બોર્ડ પર લખ્યું હતું કે જે ખુશીની આપણે શોધ કરી રહ્યા છે એ આપણી અંદર છે.

image soucre

તમને જણાવી દઈએ કે હાલમાં જ પતિ નાગા ચૈતન્ય સાથે સામંથાએ ડિવોર્સ લીધા છે. એની જાણકારી એમને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આપી હતી. એમને લખ્યું હતું કે ઘણો વિચાર કર્યા પછી મેં અને ચૈતન્યએ પતિ પત્ની તરીકે અમારા રસ્તા અલગ કરવાનો નિર્ણય કર્યો છે.
એમને આગળ લખ્યું હતું કે અમે સૌભાગ્યશાલી છે કે અમારી એક દાયકાથી વધુ જૂની મિત્રતા છે જે અમારા સંબંધનો પાયો હતી. અમને વિશ્વાસ છે કે આ દોસ્તી અમારા બન્ને વચ્ચે હંમેશાથી જ એક અલગ જોડાણ બનાવી રાખશે.”

અમે અમારા ફેન્સ, શુભચિંતકો અને મીડિયાને અપીલ કરીએ છીએ કે એ આ મુશ્કેલ સમયમાં અમને સપોર્ટ કરે અને અમને જિંદગીમાં આગળ વધવા માટે પ્રાઇવસી આપે. તમારા બધાના સપોર્ટ માટે આભાર.

તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં સામંથા અને નાગા ચૈતન્યના ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન પહેલા બન્નેએ થોડો સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બન્ને ઘણી ફિલ્મો અને એડ ફિલ્મમાં એકસાથે કામ કરી ચુક્યા છે.

image soucre

હવે ચાર વર્ષ પછી સાઉથની આ પોપ્યુલર જોડી અલગ થઈ ગઈ છે. સામંથા ડિવોર્સ પછી પબ્લિકમાં પણ દેખાઈ હતી. વાત જાણે એમ છે કે સામંથા જુનિયર NTRના ગેમ શો ‘Evaru Meelo Koteeswarulu’ માં ગેસ્ટ સેલિબ્રિટી તરીકે દેખાઈ હતી.