આયુર્વેદના અનુસાર સવારના નાસ્તામાં ન કરવી આ ભૂલો, હેલ્થને થાય છે મોટા નુકસાન

આયુર્વેદ નિષ્ણાંતના આધારે સવારના નાશતામાં ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ. સવાર સવારમાં ખાલી પેટે ખાટી વસ્તુઓ ખાવાથી એસિડ ઉતપન્ન થાય છે અને હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે. એ સિવાય બ્રેડ પણ ન ખાવી જોઈએ કારણ કે ખમીર યુક્ત બ્રેડ પેટની સપાટીને પ્રભાવિત કરી શકે છે અને આગળ જતાં ગેસની સમસ્યા પણ ઉદભવી શકે છે.

NBT ના અહેવાલ અનુસાર આયુર્વેદ નિષ્ણાંત ડોકટર શરદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે સવારના નાશતામાં ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ. સવાર સવારમાં ખાલી પેટે ખાટી વસ્તુઓ ખાવાથી એસિડ ઉતપન્ન થાય છે અને હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે. એ સિવાય બ્રેડ પણ ન ખાવી જોઈએ કારણ કે ખમીર યુક્ત બ્રેડ પેટની સપાટીને પ્રભાવિત કરી શકે છે અને આગળ જતાં ગેસની સમસ્યા પણ ઉદભવી શકે છે.

image source

ટમેટાં પણ બની શકે છે અલ્સરનું કારણ

ટમેટાંમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે પરંતુ સવારના નાશતામાં ખાલી પેટે તેને ખાવાથી નુકશાન થઈ શકે છે. ટમેટાંમાં રહેલ ટેનિક એસિડ પેટમાં અમ્લતાને વધારે છે અને ગેસ્ટ્રીક અલ્સરનું કારણ બની શકે છે. ટમેટાંને તમે લંચ કે ડિનરમાં સલાડ સ્વરૂપે ખાઈ શકો છો.

ભૂલથી પણ ખાલી પેટે ન ખાવા કેળા

નિષ્ણાંતો કેળાને સુપર ફૂડ માને છે અને તેને ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. સાથે જ કેલા કબજિયાતમાં પણ રાહત આપે છે. પરંતુ સવારના નાશતામાં કેળા ખાવા નુકશાનકારક સાબિત થઈ શકે છે. કેળામાં પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે પણ જો કેળાને ખાલી પેટે ખાવામાં આવે તો બ્લડમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ અસંતુલિત થઈ જાય છે.

image source

સવારમાં ન ખાવું દહીં

દરરોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે સારું મનાય છે પરંતુ સવારે ખાલી પેટે દહીં ખાવાથી ફાયદો ઓછો ને નુકશાન વધુ થાય છે દહીંમાં રહેક લેક્ટિક એસિડના ફાયદા એસિડની વધુ અમ્લતાને કારણે પ્રભાવિત થઈ જાય છે અને ફાયદો નથી આપતા.

નાશતામાં શું ખાય તો મળે ફાયદો

બીમારીઓથી દુર રહેવા માટે સવારનો નાશતો હેલ્ધી હોવો જરૂરી છે. તો હેલ્ધી નાશતા માટે શું શું ખાવાથી શરીરમાં ફાયદો મળે તે જોઈએ.

image source

નાશતામાં પપૈયું ખાવું ફાયદાકારક

સવારના નાશતામાં પપૈયું એક સારો વિકલ્પ છે. કારણ કે પપૈયું ફક્ત શરીરનો ખરાબ કચરો જ બહાર નથી કાઢતું પણ બેડ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે જેથી હદય રોગનું જોખમ પણ ઘટે છે. એ સિવાય પપૈયાને કારણે પેટ પણ સાફ રહે છે.

નાશતામાં ઈંડાને જરૂરથી કરો શામેલ

સવારના નાશતા માટે ઈંડા એકદમ પરફેક્ટ છે.કારણ કે ઈંડા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. અનેક સંશોધનોમાં એ જાણવા મળ્યું છે કે ઈંડા ખાવાથી દિવસભર ઉપયોગમાં લેવામાં આવતી કેલેરીનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને ઈંડા ફેટને ઓછું કરવામાં પણ સહાયક છે. તો જો તમે પણ વજન ઓછું કરવાની સાથે સાથે હેલ્ધી રહેવા માંગતા હોય તો નાશતામાં ઇંડાને અવશ્ય શામેલ કરો.

image source

હેલ્ધી રહેવા માટે જરૂર ખાવ બદામ

બદામમાં મેંગેનીઝ, વિટામિન ઈ, ફાઇબર, ઓમેગા – 3 અને ઓમેગા – 6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે દરરોજ સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવી જોઈએ. ઉલ્લેખનીય છે કે બદામની છાલમાં પણ ટેનિન તત્વ હોય છે ને શરીરમાં પોષક તત્વોનું અવશેષણ રોકે છે. એટલા માટે બદામને હંમેશા તેની છાલ કાઢીને જ ખાવી જોઈએ. બદામ શરીરમાં પોષણ આપવાની સાથે સાથે મગજને પણ તેજ કરે છે.

સૂકો મેવો ખાવાથી પાચનમાં થાય છે સુધારો

નાશતામાં નટ્સ એટલે કે સૂકો મેવો ખાવાથી ઘણો ફાયદો મળે છે અને પાચનશક્તિ પણ મજબુત બને છે. તમે સવારમાં ઉઠીને ખાલી પેટે કિશમિશ, બદામ અને પિસ્તા ખાઈ શકો છો. જો કે તેની માત્રા મર્યાદિત રાખવી કારણ કે વધારે સૂકો મેવો ખાવાથી વજન અને પીમ્પલ વધી શકે છે.

image source

દલિયા એક શ્રેષ્ઠ નાશતો

સવારના નાશતામાં દલિયા એક સારો વિકલ્પ છે. દલિયામાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય ક્ષહે અને તેમાં હાઈ ન્યુટ્રીએન્ટ પણ ઉપલબ્ધ હોય છે. દલિયા તમારા શરીરમાં ખરાબ પદાર્થને બહાર કાઢવામાં સહાયક છે જેના કારણે આંતરડાં સ્વસ્થ રહે છે.

વજન ઓછું કરવા માટે તરબૂચ ખાવ

આયુર્વેદ અનુસાર નાશતામાં તરબૂચ ખાવું સારું છે કારણ કે તેમાં 90 ટકા પાણી હોય છે અને તે શરીરમાં સારી રિતે ડીહાઇડ્રેશનનો ડોઝ આપે છે. ખાલી પેટે તરબૂચ ખાવાથી તમે સુગર ક્રેવિંગથી પણ સુરક્ષિત રહો છો અને તેમાં કેલેરીની માત્રા પણ ઓછી હોય છે જેનાથી વજન ઓછૂ કરવામાં પણ મદદ મળે છે. તરબૂચમાં હાઈ લેવલનું લાઇકોપિન હોય છે જે હદય અને આંખોના સારા સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.