SBIએ ગ્રાહકોને આપી મોટી જાણકારી, જો આ મેસેજ આવે તો ભૂલથી પણ ન કરશો રિપ્લાય

દેશની સૌથી મોટા સરકારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને નામે એક મટી જાણકારી આપી છે. SBIએ પોતાના ગ્રાહકોને કેવાઈસી ફ્રોડને લઈને ચેતવણી આપી છે. બેંકે કહ્યું છે કે આ ફ્રોડ સાચે થઈ રહ્યું છે અને તેને લઈને દેશભરમાંથી ફરિયાદ આવી રહી છે. આ ફ્રોડને લઈને બેંકે દરેક ગ્રાહકોને સાવધાન કર્યા છે. અને કહ્યું કે આ રીતના ખોટા કેવાઈસીથી બચવાની જરૂર છે. પોતાના ગ્રાહકોને સચેત રહેવાનું SBIએ પોતાની ટ્વિટમાં કહ્યું છે. કેવાયસી ફ્રોડ વાસ્તવિક છે. આ દેશમાં ફેલાઈ ચૂક્યું છે. ફ્કોડ કરનારાના ઝાંસામાં ગ્રાહકોને ટેકસ્ટ મેસેજ મોકલે છે. આ માટે તમે પોતાને બેંક કે કંપનીના કર્મચારીઓ બતાવે છે અને લોકોની પર્સનલ જાણકારી મેળવી શકે છે.

SBIએ શા માટે કર્યું સચેત

image source

SBIએ ગ્રાહકોને કહ્યું કે આ રીતની કોઈપણ ઘટના સામે આવે તો તત્કાલ તેની ફરિયાદ કરવી જોઈએ, ગ્રાહક પોતાની ફરિયાદ નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. આ પોર્ટલ પર ગૃહમંત્રાલયના અંતર્ગત કામ કરે છે. ફ્રોડ કરનારા લોકો ટેક્સ્ટ્ કે સ્પેમના કોલની મદદથી બેંકના પ્રતિનિધિ બનતાવે છે અને પર્સનલ ડેટા ચોરે છે. ભારત સરકારે આ પોર્ટલને શરૂ કર્યું છે જેથી સાઈબર ક્રાઈમથી જોડાયેલી ફરિયાદનો જલ્દી ઉકેલ આવી શકે, આ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાય છે અને તેનો ઉકેલ પણ ઓનલાઈન કરી દેવાય છે.

સેફ્ટી ટિપ્સ પણ બતાવી છે

image source

SBIએ ગ્રાહકોને સચેત કરતા ફ્રી સેફ્ટી ટિપ્સ પણ આપી છે. ગ્રાહકોની સાથે કેવાઈસી ફ્રોડ હોય, તેનાથી બચવા માટે એસબીઆઈએ સેફ્ટી ટિપ્સ આપી છે. સેફ્ટી ટિપ્સમાં કહેવાયું છે કે કોઈ પણ અજાણ્યા સોર્સથી આવેલા મેલ કે મેસજનો રિપ્લાય કરવામાં કે તેમાં આપવામાં આવેલી લિંક પરથી પહેલા ઠંડા મગજથી વિચારો. SBI પોતાના કોઈ ગ્રાહકને કેવાયસી અપડેટ માટે પણ કોઈ પણ મેસેજ મોકલતા નથી. એવી સ્થિતિમાં જો કોઈ મેસેજ કે ફોન કોલ આવે છે તો કોઈ પણ મોબાઈલ નંબર કે અન્ય કન્ફર્મ ન કરાવો.

કેવાયસીના નામ પર દગાખોરી

image source

કેવાયસી બેંકિંગને માટે સૌથી સશક્ત અને ભરોસેમંદ જાહેર કર્યા છે. તેનાથી બેંક પોતાના ગ્રાહકોની વિશ્વસનીયતાને માટે જાણીતી છે. કેવાઈસી દ્વારા જ બેંક પોતાના ગ્રાહકને જાણી શકે છે કેમકે કેવાયસીના માટે બેંકની તરફથી જરૂરી દસ્તાવેજ જમા કરાવવામા આવે છે. જેટલા દસ્તાવેજ જમા કરાવવાના રહેશે તેટલા કેવાયસી ખાસ અને મજબૂત રહેશે. બુકિંગ સુવિધાઓ પણ એટલી મળશે. જો ઓછા દસ્તાવેજની સાથે કેવાયસી કરાવશો તો ટ્રાન્ઝેક્શનમાં પણ વધારે સુવિધાઓ મળતી નથી.

કોરોનામાં વધી રહ્યા છે કેસ

image source

અનેક ખાતા એવા હોય છે જે વર્ષ 2 બર્ષ સાથે નિષ્ક્રિય રહે છે. ખાસ કરીને કોરોનામાં આ ખાતામાં લેનદેનનું કામ થઈ રહ્યુ નથી. તેને જોતાં બેંકે આ ખાતાને પેંડિંગ ખાતામાં નાંખી દીધા છે. ફ્રોડ કરનારા દગાખોરીનો ફાયદો લેવાની સાથે ગ્રાહકોને ઠગવા માટે કેવાયસી અપડેટના નામે મેસેજ કે મેલ મોકલે છે. પછી તેના સાથે વાત વાતમાં પિન, પાસવર્ડ, સીવીવી અને ઓટીપી જાણી લે છે. આ રીતે જોત જોતામાં ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જાય છ.

એસબીઆઈએ ગ્રાહકોને તેનાથી બચવાનો સરળ ઉપાય જણાવ્યો છે. બેંકે કહ્યું છે કે દરેક ગ્રાહકે પોતાના બેંક સ્ટેટમેન્ટને જરૂર જોવું જોઈએ. જો કોઈ સંદિગ્ધ ટ્રાન્ઝેક્શન દેખાય તો તેની સૂચના તરત જ આપી દેવી જોઈએ. બેંકના ટોલ ફ્રી કસ્ટમર કેર નંબર કે નેશનલ સાઈબર ક્રાઈમ પોર્ટલ પર તેની ફરિયાદ નોંધી લેવી જોઈએ.