જો 30 સપ્ટેમ્બર પહેલા કાર ચાલકો એ નહીં કર્યું હોય આ કામ, તો ભરવો પડશે દંડ

જો તમે કાર કે કોઈ પણ વાહન ચલાવો છો, તો આ ખબર તમારા માટે ખૂબ મહત્વની છે. હવે 30 સપ્ટેમ્બર પહેલા તમારા વાહનો પર હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવી અનિવાર્ય છે. જે વાહનોમાં HSRP નહીં હોય, તેમનું ભારે ચલણ પણ થઈ શકે છે. જો કે અત્યારે આ સખ્તાઈ નોઈડા, ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં રહેશે.

image source

મળેલી માહિતી અનુસાર, સરકારે પહેલાથી જ HSRP લગાવવાના આદેશ આપી દીધા હતા, આ માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ હવે પ્રસાશન એક્શન મોડમાં આવી ગયુ છે. લોકોને વાહનો પર HSRP લગાવવા અથવા 30 સપ્ટેમ્બર પહેલા તેના માટે નોંધણી કરાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ગાઝિયાબાદના આરટીઓ પ્રશાસન વિશ્વજીત પ્રતાપ સિંહે કહ્યું છે કે જે વાહનોના માલિકો હજુ સુધી એચએસઆરપી લગાવ્યા નથી. તેઓએ 30 મી સપ્ટેમ્બર સુધીમાં તેને ચોક્કસ લગાવી લેવું. જો તેઓ આમ નહીં કરે તો તેમને દંડ થઈ શકે છે.

image source

સરકારની સૂચનાઓ પર બધા વાહનો પર HSRP લગાવવા માટે આ બધી કવાયત કરવામાં આવી રહી છે. આંકડાઓ અનુસાર, 1 એપ્રિલ, 2019 સુધી ગાઝિયાબાદમાં 62,605 વાહન રજિસ્ટર છે, જેમાંથી અત્યાર સુધીમાં 19,000 થી વધુ વાહનોમાં HSRP લાગી ચુકી છે. જ્યારે એપ્રિલ 2019 પહેલા 7,77,091 રજિસ્ટર છે, તેમાંથી 2,20,473 વાહનોમાં HSRP લાગી ચુકી છે.

image source

આ એચએસઆરપી એલ્યુમિનિયમથી બનેલી નંબર પ્લેટ છે, જે બે નોન રિયુઝેબલ તાળાઓ દ્વારા જ લગાવવામાં આવે છે. જો આ તાળાઓ તૂટે છે, તો તે સ્પષ્ટ થાય છે કે નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ સાથે, તેમાં ક્રોમિયમ મેટલમાં વાદળી રંગનું અશોક ચક્ર હોલોગ્રામ છે જેનું કદ 20 × 20 મીમી છે. પ્લેટની નીચે ડાબી બાજુએ 10 અંકની પિન છે જે લેસર જનરેટેડ છે, જે વાહનની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. આ સિવાય નંબર પ્લેટ પર લખેલા વાહનનો નંબર પણ થોડો એમ્બોસ્ડ છે અને તેના પર ઇન્ડિયા લખેલું છે.

image source

તમને જણાવી દઈએ કે, ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એપ્રિલ 2019 પહેલા ખરીદેલા તમામ વાહનો પર HSRP ફરજિયાત કરી હતી. મંત્રાલયે આ યોજનાની શરૂઆત 31 માર્ચ, 2005 થી શરૂ કરી હતી અને વાહનોને આ પ્લેટ મેળવવા માટે બે વર્ષનો સમય આપ્યો હતો, પરંતુ આજે પણ દેશમાં એચએસઆરપી વગર વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે.