સેક્સ વર્કર્સે સંભળાવી પોતાની આપવીતિ, સાંભળનારાઓના કાળજા કંપી ઉઠ્યા, થાય છે આવો આવો વર્તાત

વેનેઝુએલાની તાનાશાહી સરકાર અને આર્થિક મંદીથી ત્રસ્ત થઈ અને લોકો નવા જીવનની શરુઆત કરવા અન્ય દક્ષિણ અમેરિકી દેશોમાં જઈ રહ્યા છે. ઈક્વાડોર અને કોલંબિયા જેવા પાડોશી દેશોમાં વેનેઝુએલાથી ભાગીને આવેલા લોકોની સંખ્યા વધારે છે. પરંતુ તેના કારણે અહીં અન્ય એક સમસ્યા ઉદ્ભવી છે. વેનેઝુએલાની પ્રવાસી યુવતીઓ અહીં સેક્સ ટ્રાફિકિંગનો શિકાર થઈ રહી છે. આવું જ કંઈક થયું હતું 2 બાળકોની માતા અને 36 વર્ષીય પેટ્રિસિયા સાથે.

image socure

પેટ્રિસિયા માછલી વેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પરંતુ તે સારા કામની શોધમાં પોતાના બાળકોને છોડીને કોલંબિયા આવી. તેણે વિચાર્યું હતુ કે કામના પહેલા દિવસે કોલંબિયામાં તેને સાફ સફાઈનું કામ મળશે પરંતુ આ બધું જ એક ષડયંત્ર સાબિત થયું કારણ કે તેને કામ આપવાના બહાને એક વેશ્યાલયમાં સેક્સ વર્કર બનાવી દેવામાં આવી.

image socure

પેટ્રિસિયા હાલ કોલંબિયાના બ્રોથલમાંથી ભાગવામાં સફળ રહી અને તેણે જેમ તેમ કરીને ઈક્વાડોરની ફ્લાઈટ પકડી લીધી. આ દરમિયાન પેટ્રિસિયાએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે બે મહિનાના આ સમયમાં તેની સાથે શું થયું હતું. તેણે જણાવ્યું હતું કે તેને જે રુમમાં કેદ કરવામાં આવી હતી જેમાં એક નાનકડી બારી હતી જેમાંથી તેને જમવાનું આપવામાં આવતું. દિવસમાં એક જ વાર ભોજન અને પહેલવા માટે તેને નવા અધોવસ્ત્ર આપવામાં આવતાં. પેટ્રિસિયા એ જણાવ્યું કે રાત્રે પુરુષ તેના રુમમાં આવતા અને સેક્સની ડીમાંડ કરતાં.

image socure

જ્યારે પેટ્રિસિયાએ એક પુરુષને કહ્યું કે કોન્ડોમનો ઉપયોગ કરે તો તેણે પેટ્રિસિયાને હાથમાં ચાકૂ મારી દીધી હતી. તેણે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યુ ન હતું કે તેની સાથે આવું પણ કંઈ થઈ શકે.

image soucre

યૌન તસ્કરી એક વૈશ્વિક સમસ્યા છે. માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે વેનેઝુએલાની તાનાશાહી સરકાર અને ત્યાંની આર્થિક મંદીના કારણે લોકો ભાગે છે અને આવી સમસ્યાનો શિકાર થઈ જાય છે. ઈંડિયન ક્ષેત્રના સરકારી અધિકારીઓનું અને અધિકાર સમૂહનું કહેવું છે કે તસ્કર વેનેઝુએલાથી ભાગેલા લાખો લોકોને આ રીતે ફાયદો ઉઠાવે છે.

image soucre

સીરિયા પછી પલાયન કરનાર પ્રવાસીઓની સંખ્યામાં વેનેઝુએલા બીજા સ્થાન પર છે. આ પ્રવાસીઓને ઘણા દલાલો નોકરી આપવાની લાલચ આપી અને સેક્સ વર્કર બનાવી દે છે. આ સ્થિતિ પર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ નજર રાખી રહી છે તો હવે મહિલાઓની તસ્કરી ગુપ્ત રસ્તે થાય છે. આ અંગે કોલંબિયાના ગૃહમંત્રીનું કહેવું છે કે યૌન તસ્કરી અને તેના દ્વારા થતી વેશ્યાવૃતિનું કામ છુપાવીને થાય છે. વેનેઝુએલાના પ્રવાસી તેની ફરિયાદ પણ કરતા નથી.

image socure

કારણ કે તેમને ડર હોય છે કે જો તે ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ પર તસ્કર તેમને નુકસાન પહોંચાડશે અને કારણ કે તેઓ ગેરકાયદે દેશમાં આવ્યા હોય છે તેમને કોઈ કાયદાકીય અધિકાર મળતા નથી. વેનેઝુએલાની અર્થવ્યવસ્થા ખરાબ થવાથી શોષણની ઘટનાઓ પણ વધી છે.

image socure

પેટ્રિસિયાને પણ એવી જગ્યાએ કામ મળ્યું જ્યાં આ કાળો કારોબાર થતો. એક દિવસે બે શખ્સે તેને પણ પકડી લીધી અને દરવાજો બંધ કરી દીધો. પેટ્રિસિયાએ બુમો પાડી પણ કોઈ મદદે આવ્યું નહીં. કોલંબિયાના શહેર વેરેક્વિલામાં પણ એક ઓનલાઈન પોર્નોગ્રાફીનો વ્યવસ્યા ચલાવતા વ્યક્તિએ પુજારી બનીને વેનેઝુએલાના લોકોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો. જ્યારે પોલીસની રેડ પડી તો ત્યાંથી વેનેઝુએલાની 30 યુવતીઓ મળી જેમને પોર્નોગ્રાફીમાં ધકેલવામાં આવી હતી.