સમુદ્રમાં તરી રહેલા વ્યક્તિને જીવતો ગળી ગઈ શાર્ક, લોકોએ જોયો આ ખોફનાખ મંઝર

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો ઓસ્ટ્રેલિયાના સિડનીના લિટલ બે બીચનો છે, જ્યાં 13 ફૂટની સફેદ શાર્કે દરિયામાં સ્વિમિંગ કરી રહેલા એક વ્યક્તિ પર હુમલો કર્યો અને તેને આખો ગળી ગયો. દરિયા કિનારે ઉભેલા લોકોએ આ આખી ઘટના પોતાની આંખોથી જોઈ અને તેમાંથી એકે આ આખું દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરી લીધું. દરિયા કિનારે ઉભેલા લાચાર લોકો જોર જોરથી બૂમો પાડતા રહ્યા. વીડિયોમાં એક વ્યક્તિ સ્પષ્ટપણે બૂમો પાડી રહ્યો છે કે ‘હમણાં જ શાર્ક કોઈને ખાઈ ગઈ છે.’

દરિયા કિનારે ઉભેલા લોકો આ ભયાનક દ્રશ્યના સાક્ષી બન્યા હતા

આ સિવાય વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વિશાળ શાર્ક સમુદ્રમાં સ્વિમિંગ કરી રહેલા માનવ પર હુમલો કરી રહી છે. તે શાર્કથી છુટકારો મેળવવા માટે સખત પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે અને આખરે શાર્ક તેને સંપૂર્ણ ગળી જાય છે. વ્યક્તિની હાલ ઓળખ થઈ નથી. આ સીન એટલો ખતરનાક હતો કે વચ્ચે ઉભેલા એક માણસને ઉલ્ટી થવા લાગી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બધુ ખતમ થઈ ગયું હતું.

image source

ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું, ‘મેં એક ચીસ સાંભળી, એક શાર્ક એક વ્યક્તિ પર હુમલો કરી રહી હતી અને તે વ્યક્તિ કિનારાથી થોડા ફૂટ દૂર હતી. એકવાર તે શાર્ક જતી રહી અને પછી ફરી પાછી આવી અને તે વ્યક્તિને ખાઈ ગઈ.

1963 પછી શાર્કના હુમલાની આ પ્રથમ ઘટના છે.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે 1963 પછી સિડનીમાં શાર્કનો આ પ્રથમ જીવલેણ હુમલો હતો. તરવૈયાઓને ઘટનાની થોડી મિનિટો પછી, તેના સ્વિમસ્યુટ સહિત માણસના કેટલાક અવશેષો મળ્યા. હેલિકોપ્ટર અને બોટની મદદથી બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી કે કદાચ તે વ્યક્તિને જીવતો બચાવી શકાય, પરંતુ આ બધું નિરર્થક સાબિત થયું.