સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ, 9 કલાક ચાલી સર્જરી, કોણ છે દાનવીરને દાન આપનારા..?

અંગદાનને સૌથી મહાનદાન ગણવામાં આવે છે.. કારણ કે અંગદાન થકી વ્યક્તિ મૃત્યુ બાદ પણ કોઇના શરીરના અંગ રૂપે જીવંત રહી શકે છે.. અને આ અંગદાનમાં ગુજરાતમાં સુરત સૌથી મોખરાનુ સ્થાન ધરાવે છે.. આપણે અનેકવાર સમાચાર માધ્યમો દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા જાણ્યુ હશે કે સુરતથી અમદાવાદ કે દિલ્હી કે દેશના અન્ય કોઇ શહેરમાં ગ્રીન કોરીડોર કરીને અંગો પહોંચાડવામાં આવ્યા હોય.. અને માટે જ સુરત શહેર અંગદાનમાં મોખરે આવે છે.. ત્યારે આ જ સુરતના જાણીતા ઉદ્યોગપતિને પણ અંગદાનની જરૂર પડી.. અને તેમની વર્ષો જૂની પીડા દૂર થઇ ગઇ..

image socure

રાજ્યમાં ભાગ્યે જ કોઇ એવુ હશે કે જે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાને ન ઓળખતુ હોય.. દાનકર્મમાં હંમેશા મોખરે રહેનારા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાને છેલ્લા 3 વર્ષથી લીવરની બિમારી હતી.. તેમનુ લીવર બદલવુ પડે તેવુ હતું.. અને તેમની વ્હારે આવ્યા વલસાડના યોગ ટીચર.. અકસ્માતે યોગ ટીચર બ્રેઇનડેડ જાહેર થયા.. અને તેમના અંગોનુ દાન કરવાનો નિર્ણય તેમના પરિવારે કર્યો.. અને તે અંગો પૈકી લીવર સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાને મળ્યું..

ગોવિંદભાઇ ધોળકિયાને મળ્યું નવજીવન

image soucre

સુરતના કતારગામ વિસ્તારની કિરણ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનુ ઓપરેશન 9 કલાક સુધી ચાલ્યું.. ડૉક્ટરની ટીમે આકરી મહેનત કરીને આ ઓપરેશન હાથ ધર્યું.. જો કે સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.. ગોવિંદભાઇ ધોળકિયાની શસ્ત્રક્રિયામાં ડૉ. રવિ મોહન્કાએ કરી.. ડૉ રવિ મોહન્કા લીવર ટ્રાન્સપ્લાન્ટના સર્જન છે.. જેમણે અત્યાર સુધી 2000થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે..

દાનવીર ગોવિંદભાઇ ધોળકિયા

image socure

ગોવિંદભાઇ ધોળકિયાનો આમ તો કોઇ પરિચય આપવાની જરૂર નથી… કારણકે તે તેમની દાનવૃત્તિના કારણે અનેકવાર ચર્ચામાં રહ્યા છે.. તાજેતરમાં જ તેમણે રામ મંદિર માટે રૂપિયા 11 કરોડનુ દાન કર્યું હતું.. અને ગોવિંદભાઇ ધોળકિયા ગુજરાતમાં રામમંદિર નિર્માણ નિધિના અધ્યક્ષ પણ છે.. ગોવિંદભાઇની આ દાનવૃત્તિના કારણે જ કુદરતે તેમને અંગદાનની આ બક્ષિસ આપી હોવાનુ અને તેના થકી તેમને નવજીવન મળ્યું હોવાનુ માનવામાં આવી રહ્યું છે..

દાનવીરને દાન આપનારા કોણ..?

image socure

ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા કે જે પોતે મોટા દાનવીર છે.. તેમને પણ દાનની જરૂર પડી.. તેમના સ્વાસ્થ્ય માટે.. ગોવિંદભાઇને લીવરનુ દાન કરનારા વલસાડના યોગ ટીચર રંજનબેન ચાવડા છે.. 30મી સપ્ટેમ્બરે ધરમપુર ચાર રસ્તા પાસે ભયંકર અકસ્માત થયો હતો.. જેમા રંજનબેન ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.. સારવાર અર્થે ખસેડાયા તો ખ્યાલ આવ્યો કે તેમને મગજમાં લોહીનો ગઠ્ઠો થઇ ગયો છે.. તથા સોજો અને ફ્રેક્ચર પણ છે.. અને તાજેતરમાં જ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.. જેથી પરિવારજનોએ તેમના અંગોના દાન થકી રંજનબેનને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો નિર્ણય કર્યો.. પરિવારે રંજનબેનની કિડની, ચક્ષુ અને લીવર સહિતના અંગોનુ દાન કર્યું.. અને તેમનુ લીવર ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાને મળતા તેમને એક નવુ જીવન મળ્યું..