સુશાંત સિંહની આ બાળપણની તસવીરો જોઇને તમે બોલી ઉઠશો આખરે કેમ સુશાંતે સ્યુસાઇડ કર્યુ..

સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મ હત્યા, એમના બાન્દ્રાના ઘરમાં લટકતી અવસ્થામાં મળ્યા હતા

image source

બોલીવુડ માટે આ વર્ષ એટલું સારું રહ્યું નથી. એક તરફ કોરોનાનો કહેર અને ફિલ્મ જગતમાં સોપો પડી ગયો છે, તો બીજી તરફ અનેક અભિનેતાઓના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા ઇમરાન ખાન, રિશી કપૂર વગેરે. આવા સમયે બોલીવુડમાં ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફિલ્મ જગતમાં ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂતે આજે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે. જો કે હજુ પોલીસ તપાસ બાદ જ આ વિશે વધુ જાણકારી મળી શકશે.

image source

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે બોલીવુડને છીછોરે, એમ એસ ધોની અને કેદારનાથ જેવી સફળ ફિલ્મો આપી છે. જો કે ૩૪ વર્ષના અભિનેતા રહસ્યમય રીતે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એમણે ડીપ્રેશનના કારણે આ પગલું ઉઠાવ્યું છે. જો કે આ એમણે કેમ કર્યું એના પાછળની હજુ સુધી કોઈ ચોક્કસ વિગત સામે આવી શકી નથી.

બોલીવુડને અલવિદા કહી ચાલ્યા ગયેલા સુશાંત સિંહના જીવનના અમુક યાદગાર પ્રસંગો વિશે આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ.

ટીવી સીરીયલ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી

image source

ટીવી સીરીયલ ‘પવિત્ર રીસ્તા’ દ્વારા સુશાંત સિંહે પોતાના અભિનય જીવનની શરૂઆત કરી હતી. જો કે આ પછી વર્ષ ૨૦૧૩માં તેઓ ‘કાઈ પો છે’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ એમણે બોલીવુડને અનેક સફળ ફિલ્મો આપી છે. જેવી કે ‘શુદ્ધ દેશી રોમાંસ’, ‘એમએસ ધોની: અનટોલ્ડ સ્ટોરી’, ‘રાબતા’, ‘કેદારનાથ’ અને ‘સોનચિરીયા’. જો કે સુશાંત સિંહની છેલ્લી બીગ સ્ક્રીન રીલીઝ રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘છીછોરે’ હતી. જે ઘણી સફળ પણ રહી હતી.

સુશાંત સિંહે ફિલ્મ જગતમાં અલગ ઓળખ ઉભી કરી હતી

image source

સુશાંત સિંહ રાજપૂત બોલીવુડમાં પણ અનેક ફિલ્મો આપીને પોતાની એક અલગ ઓળખ ઉભી કરી શકયા હતા. એમણે સફળતા પૂર્વક પોતાને ટીવી સિરિયલમાંથી ફિલ્મ લાઈનમાં ઢાળવામાં સફળતા મેળવી છે. જો કે શરૂઆત ‘કાઈ પો છે દ્વારા થઈ હતી. પણ ત્યાર પછી આવેલી ધોનીની બયોપીકે એમને બોલીવુડમાં એક અલગ જ ઓળખ આપી દીધી હતી. ત્યારબાદ છીછોરે ફિલ્મમાં એમણે પોતાની આવડતને આખી દુનિયા સામે સાબિત કરી બતાવી હતી. હજુ તો આ વર્ષે જ એમણે પોતાનો ૩૪મો જન્મ દિવસ પણ ઉજવ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત એમના ઘરમાં પણ સૌથી નાનો છે

image source

બાળક તરીકે સુશાંતની તસ્વીર જોઇ તમે બસ એટલું જ કહી શકશો કે ક્યુટ છે. જો કે તેઓ પોતાના ઘરમાં પણ ચાર બહેનો પછી સૌથી નાના છે. એક ઇન્ટરવ્યુંમાં સુશાંતે કહ્યું હતું કે, ‘હું હંમેશા અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવું છું. મારી ચાર મોટી બહેનો પાસેથી ખુબ પ્રેમ મળ્યો છે કારણ કે હું સૌથી નાનો છું. જો કે હું હંમેશા ભણેશરી રહ્યો છું, જે પૂર્ણ પણે ભણવામાં જ ડૂબેલો રહે છે. મેં લાંબો સમય કોઈ સાથે વાતો જ નથી કરી, અને હું મારી જાતને જ સમજાવતો રહું છું કે મારે એની જરૂર નથી. જો કે હું મારા પોતાના જ વિચારો પકડી શકતો નથી, એ મારાથી જ દુર ભાગી જાય છે. મને બહુ પહેલા જ આ સમજાઈ ગયું હતું કે હું વિચારોને શબ્દોમાં વ્યક્ત કરું એ પહેલા જ મારા વિચારો બદલાઈ જાય છે. એવામાં મારા માટે વાત ન કરવી એ જ સૌથી સારો વિકલ્પ હોય છે.’

૨૦૦૨માં એમની માતાનું મૃત્યુ થયું : સુશાંત માત્ર ૧૬ વર્ષના હતા

image source

અહી જે તસ્વીર છે એમાં નાના સુશાંત સિહને એમના માતા-પિતાએ તેડ્યા છે. એમની માતાનું અવસાન વર્ષ ૨૦૦૨માં થયું હતું, ત્યારે એમની ઉમર માત્ર ૧૬ વર્ષની જ હતી. કદાચ તમે જાણતા હોવ કે થોડા દિવસ પહેલા સુશાંતે સોશિયલ મીડિયામાં એક ભાવનાત્મક પત્ર પોસ્ટ કર્યો હતો, અને આ તેમણે પોતાની માતાને અર્પણ કર્યો હતો. આ સાથે જ એમણે પોતાના અક્ષરોમાં સુંદર કવિતા લખી હતી ‘તમે મને વચન આપેલું કે તમે હંમેશા મારી સાથે જ રહેશો, અને મેં તમને વચન આપ્યું હતું કે હું ગમે તે સ્થિતિમાં હસતો રહીશ. મા, કદાચ આપણે બંને એકબીજા સામે ખોટા પડયા છીએ.”

જ્યારે પ્રથમ પ્રેમનો અનુભવ થયો, તે ચોથા ધોરણમાં હતા

image source

આ ફોટો સ્કુલના વાર્ષિક ઉત્સવ પર પડાવેલ છે. સુશાંત આ વાર્ષિકોત્સવ વાળા ફોટોમાં પણ શિસ્તબદ્ધ અને સ્માર્ટ લાગી રહ્યા છે. જો કે એમને જ્યારે ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું ચોથા ધોરણમાં હતી ત્યારે ગર્લફ્રેન્ડની વ્યાખ્યા મારા માટે વ્યક્તિલક્ષી હતી. જો કે ઉમર સાથે તે બદલાઈ પણ ખરી. એ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના દિવસો હતા. હું ત્યારે બાળક હતો પણ હું સમજતો હતો કે વ્યક્તિ કેવો હોવો જોઈએ. ત્યારે લોકો ભણતા નથી, બીયર નથી પિતા પણ સંસ્કારી મુલ્યો ધરાવતા હોય છે. જો કે આઠમાં ધોરણમાં આવ્યા પછી મારે ગર્લફ્રેન્ડ હતી. એ મારી સીનીયર હતી. એ સમય હતો કુછ કુછ હોતા હે. આ ફિલ્મે જાણે મારા જીવનમાં ઘણું બધું બદલી નાખ્યું હતું અને આ જ ફિલ્મના કારણે મને ઓછા માર્ક્સ મળ્યા હતા.

સુશાંત એક ડાન્સ ગ્રુપ માટે બેકગ્રાઉન્ડ ડાન્સર હતા

image source

સુશાંતના સિંહના પોતાના મિત્રો સાથે ક્લિક થયેલા આ ફોટાને જોઇને એમની લોકપ્રિયતા સાબિત થાય છે. જ્યારે સ્કૂલમાંથી પાસ થઈ કોલેજમાં આવ્યા ત્યારે સુશાંતે ડાન્સ કલાસીસ જોઈન કરી લીધા. જો કે પછીથી આ જ માર્ગે એમને અભિનય સુધી જવાનો માર્ગ ચીંધ્યો. એમણે એક ઈન્ટરવ્યુંમાં જણાવેલ કે ‘કોલેજ કાળ દરમિયાન હું શીઆમક દાવરમાં જોડાયો હતો. જો કે પરફોર્મન્સ સમયે મેં જોયું કે પ્રેક્ષકો મારા મુવમેન્ટ પર પ્રતિભાવ આપે છે. જાણે કે હું કઈ પણ બોલ્યા વગર ઘણું કહી રહ્યો હોઉં છું. હા, હું હતો. જેમ હું કહું છું, મારા આ આશ્ચર્ય વચ્ચે મેં શીઆમક વર્ગમાં સારો દેખાવ કર્યો હતો અને એમણે મને કંપની ડાન્સર તરીકે પણ લીધો હતો. ત્યાં મેં મારી જાતને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોયો હતો.’

source : timesofindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત