સામે આવ્યુ દીપ સિદ્ધુના રોડ અકસ્માતનું અસલી કારણ, હવે NRI મહિલા દોસ્તએ કર્યો મોટો ઘટસ્ફોટ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિ કાર લઈને ઘૂસ્યાના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અંદર જાય તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વ્યક્તિ કોણ છે અને તે શા માટે આ રીતે અજીત ડોભાલના ઘરે જવા માંગતો હતો. આ અંગે દિલ્હી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

દિલ્હી પોલીસે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોવાનું જણાવ્યું

આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ‘એક અજાણ્યા વ્યક્તિએ NSA અજીત ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ આ વ્યક્તિને અટકાવ્યો અને અટકાયતમાં લીધો. વધુ તપાસ ચાલી રહી છે.” આ કેસમાં, પોલીસે વધુમાં કહ્યું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તેથી જ તે વાહન લઈને અજીત ડોભાલના ઘરમાં ઘૂસ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ પણ હાથ ધરી છે.

આ વ્યક્તિ કર્ણાટકનો છે

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે જે વ્યક્તિને ઝડપી લીધો છે તે કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નોઈડાથી લાલ કલરની SUV કાર ભાડે લઈને વહેલી સવારે ડોભાલના ઘરે ગયો હતો. તેની ઓળખ શાંતનુ રેડ્ડી તરીકે જણાવવામાં આવી રહી છે. જોકે, NSA અજીત ડોભાલના ઘરમાં ઘૂસવા પાછળનું કારણ શું હતું, તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.