ભગવાન શંકરની પૂજામાં આ વસ્તુને ક્યારેય ન કરવી સામેલ, જાણો એ પાછળનું કારણ

ભગવાન ભોલેનાથની મૂર્તિ કે શિવલિંગ પર શૃંગાર માટે તુલસી, કેતકી, કેવડાનું ફૂલ, મહેંદી, હળદર, કંકુ, સિંદૂર, ખંડિત ચોખા, તલ, નારિયેળ અને નારિયેળનું પાણીથી અભિષેક નથી કરવામાં આવતો. માન્યતા છે કે આ બધું બીજા દેવતાઓના શૃંગારનો સામાન છે જ્યારે શિવજીનો શૃંગાર ફક્ત ભસ્મથી જ કરવામાં આવે છે. પણ શિવજીને તુલસીપત્ર ન ચડાવવા પાછળ અનોખી કહાની છે.

image source

પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશમાંથી તુલસીજી ઉતપન્ન થયા હતા. પછી એમને શ્રી હરિ ભગવાન વિષ્ણુએ પત્ની તરીકે સ્વીકાર કર્યો. એ કારણે લોકકથા છે કે જલંધર રાક્ષસનો આતંક દરેક જગ્યાએ છવાયેલો હતો પણ એની પતિવ્રતા પત્ની વૃંદાના તપન કારણે એને કોઈપણ મારી નહોતું શકતું.

image source

ત્રાહિમામ ત્રાહિમામ કરી રહેલા લોકોને બચાવવા માટે વિષ્ણુજીએ એક કપટ કર્યું અને વૃંદાના પતિનો વેશ ધારણ કરીને એનો ધર્મ ભ્રષ્ટ કરી દીધો. એ પછી ભગવાન શિવે જલંધરનો વધ કરી નાખ્યો. ત્યારે પવિત્ર તુલસીએ ખુદને ભોલેનાથનો પોતાના સ્વરૂપથી વંચિત કરતા શ્રાપ આપી દીધો કે એ ક્યારેય પણ એમની પૂજન સામગ્રીમાં સામેલ નહિ થાય.

image source

માન્યતા છે કે ત્યારથી શિવજીને ક્યારેય પણ તુલસી પત્ર અર્પિત નથી કરવામાં આવતું. આ સિવાય પણ ઘણી વસ્તુ છે જેનો શિવ પૂજનમાં પ્રયોગ નથી કરવામાં આવતો. તો ચાલો જાણી લઈએ કઈ કઈ છે એ વસ્તુઓ.

શંખનો પ્રયોગ વર્જિત છે

image source

શંખ શિવ પૂજા માટે વર્જિત ગણવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. જે ભગવાન વિષ્ણુનો પ્રિય હતો. શંખને એ અસૂરનું જ પ્રતીક મનાય છે. આ કારણે શિવ પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે.

તૂટેલા અક્ષત ન કરો અર્પણ

અક્ષત પૂજા માટે ઉપયોગમાં લેવાનું વિધાન છે પરંતુ પૂજા માટે ક્યારેય તૂટેલા અક્ષત અર્પણ ન કરવા જોઇએ. પૂજાનું સંપૂર્ણ ફળ જોઇતું હોય તો આખા અક્ષત જ પૂજામાં ભગવાનને અર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે

નારિયેળ પાણીથી અભિષેક ન કરો

image source

નારિયેળને માતા લક્ષ્મીનું પ્રતીક ગણવામાં આવે છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. શિવપૂજામાં નારિયેલ અને નારિયેળના પાણીનો પ્રયોગ પણ વર્જિત માનવામાં આવે છે.

કુમકુમ અને સિંદૂરનો પ્રયોગ ન કરો

image source

શિવ પૂજામાં કુમકુમ અને સિંદૂરનો પ્રયોગ પણ ન કરવાનું વિધાન છે. ભગવાન શિવને વૈરાગી માનવામાં આવે છે.જ્યારે કુમ કુમ સૌભાગ્યનું પ્રતીક છે. આ કારણે જ કુમકુમ અને સિંદૂર શિવને ન અર્પણ નથી કરવામાં આવતું.