હિના ખાનથી લઈને ભવ્ય ગાંધી સુધી આ કલાકારોએ ગુમાવી કોરોનાકાળમાં પિતાની છત્રછાયા…

દરેક વ્યક્તિના જીવનમાં તેમના પિતાનો મહત્ત્વનો રોલ હોય છે. આજે એટલે કે વીસ જૂન ના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. એક પિતા દરેક મુશ્કેલી થી પરિવાર તથા બાળક ની રક્ષા કરે છે. જોકે, જ્યારે પિતાની છત્રછાયા જતી રહે ત્યારે દુનિયા વેરાન બની જતી હોય છે. આ કોરોનાકાળમાં ઘણાં ટીવી સેલેબ્સે તેના પિતા ને ગુમાવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે ક્યાં સેલેબ્સે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે.

ભવ્ય ગાંધી :

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ટપુ નો રોલ પ્લે કરી ને લોકપ્રિય થનાર ભવ્ય ગાંધી ના પિતા વિનોદ ગાંધીનું અગિયાર મે ના રોજ કોરોના ને કારણે નિધન થયું હતું. તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વિનોદ ગાંધી દસ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. ફાધર્સ ડે પર ભવ્ય ગાંધી એ પિતા સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ રોજ ફાધર્સ ડે છે.’

સંભાવના સેઠ :

image source

આ વર્ષે મે મહિનામાં એક્ટ્રેસ સંભાવના સેઠ ના પિતાનું કોરોના ને કારણે અવસાન થયું હતું. તેઓ દિલ્હી ની એક હોસ્પિટલમાં એડમિટ હતા. પિતાના નિધન થી સંભાવના એકદમ તૂટી ગઈ છે. તેણે હોસ્પિટલ પર બેદરકારી નો આક્ષેપ મૂકીને કેસ કર્યો છે. તેણે કહ્યું હતું કે તેના પિતાનું ‘મેડકલ મર્ડર’ કરવામાં આવ્યું છે.

સ્નેહા વાઘ :

image source

‘જ્યોતિ’ ટીવી સિરિયલ થી હિટ થયેલી એક્ટ્રેસ સ્નેહા વાઘ ના પિતાનું મે મહિનામાં ન્યૂમોનિયા તથા કોરોના ના રોગને કારણે અવસાન થયું હતું.

હિના ખાન :

image source

હિના ખાનના પિતાનું આ વર્ષે એપ્રિલમાં કાર્ડિયક અરેસ્ટ ને કારણે અવસાન થયું હતું. જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે હિના ખાન કાશ્મીરમાં મ્યૂઝિક વીડિયોના શૂટિંગમાં વ્યસ્ત હતી. કાશ્મીર થી આવ્યા બાદ હિના ખાન ને કોરોના થયો હતો. ફાધર્સ ડે પર હિના એ પિતાની તસવીરો શૅર કરી હતી. તસવીરો શૅર કરીને હિનાએ કહ્યું હતું, ‘સાચે જ ફાધર્સ ડે. આજે બે મહિના પૂરા થઈ ગયા ડેડ.

image source

આપણે આ તસવીર સાત મહિના પહેલાં ક્લિક કરી હતી. મેં તમને હજી સુધી આ તસવીરો બતાવી નહોતી, કારણ કે હું ખાસ દિવસે આ તસવીરો શૅર કરવા માગતી હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તસવીરો આજે પોસ્ટ કરીશ. તમારે આ તસવીરો જોવી હતી. આપણે આ તો નક્કી કર્યું હતું. કેમ? તમને બહુ જ મિસ કરું છું. હેપી ફાધર્સ ડે ડેડી. આઈ લવ યુ.’ હિના પિતા ની ઘણી જ નિકટ હતી.

આશીષ મેહરોત્રા :

એપ્રિલમાં ‘ અનુપમા ‘ ફૅમ એક્ટર આશીષ મેહરોત્રા ના પિતા કેદારનાથનું નિધન થયું હતું.

ગૌહર ખાન :

image source

ગૌહર ખાનના પિતાનું માર્ચ માં લાંબી બીમારી ને કારણે અવસાન થયું હતું. ગૌહર ખાનના પિતાએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

પારસ કલનાવત :

માર્ચ મહિનામાં જ ‘અનુપમા’ ફૅમ પારસ કલનાવતના પિતાનું કાર્ડિયક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. જ્યારે પારસના પિતાને કાર્ડિયક અરેસ્ટ આવ્યો ત્યારે પારસ સિરિયલના શૂટિંગમાં વ્યસ્ત હતો. તેની મમ્મીનો ફોન આવ્યો પછી પારસ હોસ્પિટલ ગયો હતો. જોકે, સારવાર બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા.

વૈષ્ણવી ધનરાજ :

image source

ક્રાઈમ ટીવી શો ‘ સિઆઈડી ‘માં જોવા મળેલી વૈષ્ણવી ધનરાજ ના પિતાનું અવસાન આ માર્ચ મહિનામાં થયું હતું. પિતાના નિધન બાદ વૈષ્ણવી એકદમ ભાંગી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!