વડોદરના 12 વર્ષના છોકરાએ બનાવ્યો નુડલ્સ બનાવે તેવો રોબોર્ટ, જાણો ક્યાંથી આવ્યો આ આઇડિયા

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હોવાથી બધાને ઘરમાં રહેવા મજબુર બની ગયા ત્યારે ઘરમાં રહેલ ઘણા બધા લોકો કેટલીક નવી નવી વાનગીઓ બનાવવાના પ્રયોગો કરવા લાગ્યા છે.

image source

નવી વાનગીઓ બનાવવામાં કેટલાક ઘરના પુરુષોએ પણ મહિલાઓને સાથ આપી રહ્યા છે. આવામાં બાળકો કેવી રીતે પાછા રહી જાય? આજે અમે આપને એવા જ એક બાળક વિષે જણાવીશું જેણે આ લોકડાઉનના સમયનો યોગ્ય ઉપયોગ કરીને એક બાર વર્ષનો છોકરાએ ટેકનિકલ ફૂડ ઇનોવેટર બની ગયો છે.

આ બાર વર્ષના છોકરાનું નામ છે. રૂદ્ર વાઘેલા. રૂદ્ર વાઘેલાએ લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને પોતાની માટે નાસ્તો બનાવી શકે તેવા રોબોટને બનાવવા માટે પોતાની રોબોટિક સ્કીલ્સનો ઉપયોગ કરીને પોતાની ઉમરના અન્ય બાળકોથી અલગ કરી દે છે. સાતમા ધોરણમાં ભણી રહેલ રૂદ્ર વાઘેલાએ લેગો પાર્ટ્સના ઉપયોગ કરીને એક એવો રોબોટ બનાવે છે જે નુડલ્સ બનાવી શકે છે.

image source

રૂદ્ર વાઘેલા આ વિષે વાત કરતા જણાવે છે કે, ‘લોકડાઉનના દરમીયા મારા ઓનલાઈન ક્લાસ ચાલુ જ હતા અને જયારે આ ઓનલાઈન ક્લાસ પુરા થાય ત્યાં સુધી મારાથી રાહ જોઈ શકાઈ નહી અને હું તરત જ રોબોટ બનાવવા માટે લાગી જતો.’ રૂદ્ર વાઘેલા વધુ જણાવતા કહે છે કે, તે નેટ પર ક્રિએટીવ આઈડીયાઝ વિષે સર્ચ કરતો હતો. ત્યારે તેને આવો આઈડિયા દિમાગમાં આવ્યો હતો.

રૂદ્રએ પોતાના કોમ્પ્યુટર પર લેગો પાર્ટ્સની મદદથી આ પ્રોગ્રામ તૈયાર કરી રહેલ રૂદ્ર કહે છે કે, ‘મને નેટ પર રોબોટ મેકિંગ નુડલ્સ વિષે જાણકારી મળી આવી. પણ નેટ પર બતાવવામાં આવેલ રોબોટનું મોડલ ખુબ જ એડવાન્સ હતું. એટલા માટે મેં એક બેઝીક મોડલ જે ફક્ત ઈન્સ્ટન્ટ નુડલ્સ બનાવી શકે એવું મોડલ બનાવવાનો નક્કી કર્યું.’

image source

રૂદ્ર કહે છે કે, ‘આ પ્રોગ્રામએ વધારે સમય સુધી કામ કર્યું નહી, તેમ છતાં મને સફળતા મળી જ ગઈ.’ રૂદ્ર વાઘેલાની મમ્મી જણાવે છે કે, ‘રૂદ્ર ખુબ નાનો હતો ત્યારથી જ જુદા જુદા મોડલ્સ પર કામ કરી રહ્યો છે ઉપરાંત રૂદ્રને અલગ અલગ ગેજેટ્સ અને વાયરો સાથે કામ કરવાનું ખુબ પસંદ કરે છે.’ રૂદ્ર લેગો પાર્ટ્સનો પ્રયોગ કરીને રોબોટ્સ બનાવવાની સાથે જ રૂદ્રએ રીમોટ કંટ્રોલ વાળુ એક એરોપ્લેન પણ બનાવ્યું છે, આ એરોપ્લેનને રૂદ્ર મોટાભાગે નવલખી ગ્રાઉન્ડ પર પરિક્ષણ કરે છે. ઉપરાંત રૂદ્ર ટુ- વ્હીલ સેલ્ફ બેલેન્સિંગ પર્સનલ ટ્રાન્સપોટર પણ બનાવ્યું છે.’

image source

રૂદ્ર વાઘેલાને રોબોટીક્સ અંગે છેલ્લા પાંચ વર્ષથી ટ્રેનીંગ આપી રહેલ મુકેશ બિંદ જણાવે છે કે, ‘રૂદ્ર જયારે પણ કોડીંગ અને પ્રોગ્રામિંગમાં ગૂંચવાઈ જાય છે ત્યારે જ મારે રૂદ્રને કોઈ સલાહ આપવાની રહે છે. આટલી નાની ઉમરમાં કોઇપણ વિદ્યાર્થી દ્વારા આવી રીતનું રોબોટ મોડલ બનાવવું એ ખુબ જ ક્રિએટીવ છે અને ઘણું અઘરું પણ છે. ખુબ જ ઓછા બાળકો આટલી નાની ઉમરમાં આટલી વધુ બુદ્ધિમત્તા જોવા મળે છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત