વર્ષ 2021માં થશે કુલ ચાર ગ્રહણ, 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ અંગે જાણી લો વિગતો…

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ માનવામાં આવે છે. એમની દેશ, દુનિયા અને લોકો પર ખાસ અસર પડે છે. આ ગ્રહણ જ્યાં એકબાજુ લોકોની જિંદગીમાં ઘણા પ્રકારની ઘટનાઓનું કારણ બને છે તો દેશ દુનિયામાં ઘણી વિપત્તિઓનું કારણ પણ બને છે. વર્ષ 2021ની વાત કરીએ તો આ વર્ષ કુલ 4 ગ્રહણ થવાના છે. એમાંથી 2 ચંદ્રગ્રહણ છે અને 2 સૂર્યગ્રહણ છે.

જુનમાં થશે પહેલું સૂર્યગ્રહણ.

image source

ગ્રહણ થવાની શરૂઆત મે મહિનામાં થઈ ચૂકી છે. હાલમાં જ ગઈ 26 મેના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થયું હતું. તો હગે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ થવા જઈ રહ્યું છે. એ પછી વર્ષ 2021માં બીજું સૂર્યગ્રહણ વર્ષના અંતમાં 4 ડિસેમ્બરે થશે. તો બીજું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે.

વલયાકાર હશે આ સૂર્યગ્રહણ.

10 જૂનના રોજ થવા જઈ રહેલા સૂર્યગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ હશે અને ભારતમાં આંશિક રૂપથી દેખાશે. એ કેનેડા, રુસ, રશિયા, ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ સહિત ઘણા દેશોમાં પણ દેખાશે. વર્ષના પહેલા સૂર્યગ્રહણની અવધિ લગભગ 5 કલાકની હશે. એ 10 જૂનના રોજ બપોરે લગભગ 1 વાગ્યાને 42 મિનિટે શરૂ થશે અને સાંજે 6 વાગ્યાને 41 મિનિટ સુધી ચાલશે.

image source

ગ્રહણ સમયે રાખો આટલી વાતોનું ધ્યાન

આંખો પર કોઈ સુરક્ષા વગર સૂર્યગ્રહણ જોવાથી તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે.ગ્રહણ દરમિયાન, તમારી આંખો પર વિશેષ ચશ્મા લગાવવા જરૂરી છે.આ સિવાય તમે ગ્લાસમાં સૂર્યગ્રહણ જોઈ શકો છો.ગ્રહણ દરમિયાન છરી કે તેના જેવી તૂક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ.આ દરમિયા ભોજન લેવાનું અને પાણી પીવાનું ટાળવું જોઈએ.ગ્રહણ કાળ દરમિયાન સ્નાન ના કરવું જોઈએ અને પૂજા પણ ના કરવી જોઈએ.આ સમય દરમિયાન આ દરેક ક્રિયાને શુંભ માનવામાં આવતી નથી.આ સમય દરમિયાન તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો.

સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા બાદ કરો આ ઉપાય

image source

ગ્રહણની ખરાબ અસરોથી બચવા માટે મહા મૃતુંજય મંત્રનો જાપ કરો.ગ્રહણ પછી ગંગાજળનો છંટકાવ કરી ઘરને શુદ્ધ કરો.સૂર્યગ્રહણના બીજા દિવસે ધનુ સંક્રાંતિ છે તો તમે સૂર્ય સંબંધિત કંઈ પણ વસ્તુનું દાન કરી શકો છો.તમે બીજા દિવસે ઘઉં, ગોળ, લાલ કાપડ અને કોઈપણ તાંબાની વસ્તુનું દાન કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *