30 વર્ષ સુધી મહિલાને કેમ ના ખબર પડી કે તે પુરુષ છે, સ્ત્રી નહિં…

30 વર્ષની મહિલાને સારવાર દરમિયાન ખબર પડી કે તે સ્ત્રી નહીં પણ પુરુષ છે.

image source

30 વર્ષીય એક મહિલા પોતાનું સામાન્ય જીવન જીવી રહી હતી. 9 વર્ષનું લગ્નજીવન પણ ભોગવી રહી હતી. પણ અચાનક એક દિવસ તેણી સ્તબ્ધ રહી ગઈ જ્યારે તેણીને ખબર પડી કે તેણી વાસ્તવમાં સ્ત્રી નહીં પણ પુરુષ હતી. આ માહિતી તેણીને ત્યારે મળી જ્યારે તેણીને પેટમાં પીડા ઉભી થઈ અને તેણી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરોએ જ્યારે તેણીની તપાસ કરી ત્યારે તેણીને જાણવા મળ્યું કે તેણીને પુરુષોમાં થતું કેન્સર છે.

આનાથી પણ વધારે આશ્ચર્ય ત્યારે ઉત્પન્ન થયું જ્યારે તેની 28 વર્ષીય બહેન પણ પુરુષ જ નીકળી. તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે બન્ને બહેનોને એંડ્રોજેન એંસેસટિવિટી સિન્ડ્રોમથી (AIS) પીડીત છે.

image source

AIS એક વિશિષ્ટ દુર્લભ પ્રકારની બીમારી છે જેમાં વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે તેના જીન્સ પુરુષના હોય છે પણ તેનું શરીરે મહિલાની જેમ વિકસે છે. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં રહેનારી 30 વર્ષીય મહિલા 9 વર્ષથી પરિણિત છે. તેને પેટમાં ખૂબ પીડા ઉભી થઈ ત્યારે તેણી અહીંની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કેન્સર હોસ્પિટલમાં તેની સારવાર કરાવવા ગઈ. હોસ્પિટલના ડોક્ટર અનુપમ દત્તા અને ડો. સૌમેન દાસે તપાસ કરી તો ખબર પડી કે તેણી મહિલા નહીં પણ પુરુષ છે.

ડોક્ટરે જણાવ્યું કે બહારથી તેણી સંપૂર્ણ રીતે એક મહિલા જ દેખાય છે. પણ તેનો અવાજ, તેના શરીરની બનાવટ, બાહ્ય અંગ બધું જ મહિલાઓનું છે. પણ તેના શરીરમાં યુટ્રેસ એટલે કે બાળક માટેની કુખ અને ઓવરીઝ એટલે કે અંડકોશ નથી. એટલે સુધી કે આ મહિલાને ક્યારેય પિરિયડ પણ નથી થયા.

image source

બન્ને ડોક્ટરોએ જણાવ્યુ કે આ મહિલાને ટેસ્ટીક્યૂલ કેન્સર છે. જે પુરુષોમાં થતું હોય છે. આ મહિલા જે દુર્લભ સ્થિતિમાં છે તેવું 22 હજાર લોકોમાંથી એક જ વ્યક્તિને થતું હોય છે. આ મહિલામાં પુરુષના અંડકોશ છે. જે તેના શરીરની અંદર છે. તેનામાં કેન્સર થયું છે. ટેસ્ટીક્યૂલ કેંસરને સેમિનોમા પણ કહે છે. આ મહિલા પાસે સામાન્ય મહિલાની જેમ બધા જ જનનાંગ છે, પણ તેણી ગર્ભવતી નથી થઈ શકતી.

image source

ડોક્ટરે મહિલાના પુરુષ હોવાની પુષ્ટી કરવા માટે કેરિયોટાઇપિંગ ટેસ્ટ કરાવ્યા. જેમાં વ્યક્તિના ક્રોમોઝોમ્સનો અભ્યાસ કરવામાં આવે છે. તેના ક્રોમોઝોમ XY જે પુરુષોના હોય છે તે છે. જ્યારે મહિલાઓમાં XX ક્રોમોઝોમ્સ હોય છે. હાલ, આ મહિલાની કીમોથેરાપી ચાલી રહી છે. ડોક્ટર અનુપમ દત્તાએ જણાવ્યું કે તેના બધા જ હોર્મોન મહિલાઓના છે. હાલ તેઓ પિડિત મહિલાઓ અને તેના પતિને સમજાવી રહ્યા છે કે તેનાથી કોઈ મુશ્કેલી નથી. અત્યાર સુધી જેવું જીવન જીવતા આવ્યા છો તેવું જ જીવન રહેશે.

image source

ડોક્ટર દત્તાએ જણાવ્યું કે મહિલાની બહેન અને તેની બે માસીઓને પણ AISની મુશ્કેલી રહી છે. આ એક જીંસ પર નિર્ભર કરે છે, માટે તે પેઢીઓથી તેમના કુટુંબમાં ચાલતું આવ્યું છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત