આ યુવકના હાથ પર મધમાખીઓએ બનાવી દીધો મધપૂડો, વિડીયો જોઇને તમારી પણ છૂટી જશે ધ્રુજારી
મધમાખી. આ એક એવો શબ્દ અને એવો જીવ છે જેના કારણે લગભગ બધી જ વયના લોકોને ડર લાગે. અને ડર એટલા માટે લાગે કે જો ભૂલથી પણ આ નાનકડો જીવ તેના શરીરમાં ક્યાંય પણ ડંખ મારી તેનો બારીક કાંટો ઘુસાવી દે તો ભારે દર્દ સાથેની પીડા વેઠવી પડે. એટલું જ નહીં પણ જો તાત્કાલિક તેના ડંખ બાદ જે તે ભાગ પર પ્રાથમિક ઉપચાર કરવામાં ન આવે તો ત્યાં સોજો ચડી જાય છે અને જો તે ડંખ ઝેરી મધમાખીનો હોય તો એથી પણ વધુ પ્રભાવી નુક્શાન થાય છે.
એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે જેને મધમાખીઓથી ડર નથી લાગતો. મોટાભાગના લોકો મધમાખનો પુડો જોઈને ત્યાંથી દૂર ખસી જવામાં જ સલામતી અનુભવે છે. તેનું મુખ્ય કારણ ઉપર જણાવ્યું તેમ મધમાખીનો ડંખ છે જે આપણને ભારે પીડા કરાવે છે અને સોજો પણ ચડાવી દે છે. આ આર્ટિકલ વાંચનારા પૈકી લગભગ દરેક વ્યક્તિએ ઘરની છત પર, ઝાડ પર કે દીવાલ પર મધમાખીના નાના કે મોટા પૂડા લટકેલા જોય હશે. પરંતુ શું તમે કોઈ માણસના શરીર પર મધમાખીનો પુડો બનતો જોયો છે ?
તમે કહેશો કે આવું થઈ જ ન શકે. તો આજના આ આર્ટિકલમાં અમે તમને એક એવો વિડીયો બતાવવાના છીએ જેમાં આ અશક્ય લાગતી બાબત હકીકત બનેલી છે. સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવકના હાથ પર મધમાખીઓએ ભારે અને મોટો મધપૂડો બનાવેલો છે.
Guy transports a bee colony by carrying the queen is his fist; the rest of the bees crowd around where their queen is 🐝 😳 pic.twitter.com/rBCpq9BIag
— Theo (@TheoShantonas) January 28, 2021
આ વીડિયોને જોઈ સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચક્તિ થઈ રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો હતો અને આ લખાય છે ત્યાં સુધીમાં વીડિયોને 1.3 મિલિયન વયુઝ મળ્યા છે અને 770 થી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યો છે. તમે પોતે પણ આ વીડિયોમાં જોઈ શકો છો કે એક યુવકના હાથમાં મધમાખીઓએ મધપૂડો બનાવેલો છે અને યુવકનો આખો હાથ મધમાખીઓ વડે ઢંકાયેલો છે. નવાઈની વાત તો એ છે કે આવી હાલત હોવા છતાં એ યુવક ભયભીત નથી દેખાતો અને સામાન્ય સ્થિતિમાં જ ઉભો છે.
વિડીયો પર સોશ્યલ મીડિયા યુઝર્સોએ પોતાના મંતવ્યોને કોમેન્ટ સ્વરૂપે લખ્યા છે. એક યુઝર્સે લખ્યું હતુ કે ” હું 20 વર્ષથી જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરું છું અને પ્રકૃતિ સંબંધિત કેટલાય વિડીયો જોઈ ચુક્યો છું પરંતુ નિશ્ચિત રીતે અત્યાર સુધીનો સૌથી આશ્ચર્યજનક વિડીયો આ વીડિયો છે ” અન્ય એક યુઝર્સે લખ્યું હતું કે ” આ અવિશ્વસનીય છે ” વધુ એક યુઝર્સે એવો પ્રશ્ન પૂછ્યો કે ” શું આ સુપર પાવર છે ” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે ” આ ઘણું પ્રભાવશાળી છે ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત