46 લાખમાં વેચાઇ રહી છે આ નાની ઝુંપડી, લેવા માટે લોકોની થઇ રહી છે પડાપડી, જાણો એવું તો શું છે ખાસ

૪૬ લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે આ નાનકડી નીલી ઝુંપડી, ખરીદવા માટે લોકોમાં શરુ થઈ ગઈ છે મારામારી.

પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ (Property Investment) કરવાનું હંમેશાથી જ લોકોની પહેલી પસંદ રહી છે. પૈસાને પ્રોપર્ટીમાં રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું બેસ્ટ (Best Way To Secure Future) વિકલ્પ માનવામાં આવે છે. લોકો પ્રોપર્ટી ખરીદતા પહેલા તેની ફ્યુચર વેલ્યુ પણ ચેક કરી લેતા હોય છે. આ દિવસોમાં પ્રોપર્ટી માર્કેટમાં ઈંગ્લેન્ડના ટેંગનમૌથ (Teignmouth) માં બનેલ એક ઝુંપડીની ખુબ જ ચર્ચા થઈ રહી છે.

આ ઝુંપડી ડિવોનમાં આવેલ એક કાર પાર્કિંગમાં આવેલ છે. નીલા રંગની આ નાનકડી ઝુંપડી (Blue Hut On Sale) ના બદલામાં લોકો ૪૬ લાખ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે. એસ્ટેટ એજન્ટ્સનો દાવો છે કે, કેટલાક લોકો આ કિમત પર એમની પાસેથી ઝુંપડી ખરીદવા માટે તૈયાર છે.

image source

હવે આપ વિચારી રહ્યા હશો કે, અંતે આ નીલી ઝુંપડીમાં એવું શું છે?

ખરેખરમાં આ ઝુંપડી ટેંગનમૌથ બીચની નજીકમાં આવેલ છે. બીચની નજીક રહેવા માટે આ ઝુંપડીના બદલે લોકો આટલા બધા પૈસા લુંટાવવા માટે તૈયાર છે. આ ઝુંપડીથી જોડાયેલ એક મકાન પણ છે. પરંતુ ૪૬ લાખ રૂપિયામાં આપને ફક્ત નીલા રંગની ઝુંપડી જ મળશે. હજી આ ઝુંપડી જેના નામ પર છે તેઓ છેલ્લા ૯૦ વર્ષોથી એના માલિક છે. છેલ્લા ૧૦ વર્ષથી તેમણે આ ઝુંપડીને ભાડે આપી દીધી હતી. હવે જઇને જયારે આ ઝુંપડી ખાલી થઈ છે, ત્યારે એને વેચવા માટે મૂકી દેવામાં આવી છે.

image source

એજન્ટ્સના જણાવ્યા મુજબ, લોકો આ ઝુંપડીને કર્મશિયલ ઉદ્દેશ માટે ખરીદવા ઈચ્છે છે. ઝુંપડી માંથી નીકળતા જ સામે સમુદ્રનો કિનારો. લોકો આ પ્રોપર્ટીમાં ખુબ જ રસ લઈ રહ્યા છે. હજી તા. ૧૬ જુલાઈ, ૨૦૨૧ સુધી Bradley ની વેબસાઈટ પર આ નીલા રંગની ઝુંપડીની બોલી લગાવવામાં આવશે ઉનાળાના સમયમાં આ ઝુંપડીના ભાડાની ખુબ જ માંગ વધી જશે. આ કારણથી લોકો માટે આ ફાયદાનો સોદો રહેશે.

image source

જો કે, જેવો જ આ પ્રોપર્ટીની ફોટો સામે આવી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હંગામો મચી ગયો. આટલી નાનકડી ઝુંપડીના બદલામાં ૪૬ લાખ રૂપિયા ખર્ચ કરવા મોટાભાગના લોકોને મુર્ખ જ લાગી રહ્યા છે. જો કે, કેટલાક લોકોએ આ ઝુંપડીને ફ્યુચર ઈન્વેસ્ટમેંટ માટે એક સારો વિકલ્પ જણાવવામાં આવ્યો છે. જે લોકેશન પર આ ઝુંપડી આવેલ છે ત્યાં સરળતાથી આ ઝુંપડીને ભાડે આપી શકાય છે. એવામાં જો આપ પણ ઈંગ્લેન્ડમાં પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો તો હજી પણ તા. ૧૬ જુલાઈ, ૨૦૨૧ સુધીનો સમય આપની પાસે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!